શોધખોળ કરો
Advertisement
કે.એલ.રાહુલનો આ એક્ટ્રેસ સાથે રોમાંચ પૂરબહારમાં, પ્રેમિકાના 28મા બર્થ ડે પર આપી શું ખાસ ભેટ?
કેએલ રાહુલે અથિયા શેટ્ટીની સાથેની એક તસવીર શેર કરતા લખ્યું- હેપ્પી બર્થડે પાગલ બચ્ચી, આ પૉસ્ટ પર ફેન્સથી લઇને સેલેબ્સ જબરદસ્ત કૉમેન્ટ કરી રહ્યાં છે
મુંબઇઃ અભિનેત્રી અથિયા શેટ્ટીના બર્થડે પર ક્રિકેટર કેએલ રાહુલે તેને એકદમ શાનદાર અંદાજમાં વિશ કર્યુ છે. સુનિલ શેટ્ટીની દીકરી માટેની રાહુલની આ પૉસ્ટ સોશ્યલ મીડિયા પર ખુબ વાયરલ થઇ રહી છે. આ પૉસ્ટની સાથે સાથે બન્નેને રિલેશનશીપ અને અફેરની ચર્ચા પણ તેજ થઇ ગઇ છે.
કેએલ રાહુલે અથિયા શેટ્ટીની સાથેની એક તસવીર શેર કરતા લખ્યું- હેપ્પી બર્થડે પાગલ બચ્ચી, આ પૉસ્ટ પર ફેન્સથી લઇને સેલેબ્સ જબરદસ્ત કૉમેન્ટ કરી રહ્યાં છે.
તસવીર પર હાર્દિક પંડ્યાની વાઇફ નતાશા અને પંડ્યાની ભાભી પંખુડી શર્માએ પણ કૉમેન્ટ કરી છે. બન્નેએ કૉમેન્ટ બૉક્સમાં દિલની ઇમોજી શેર કરી છે. ખાસ વાત છે કે કેએલ રાહુલ અને અથિયા શેટ્ટી છેલ્લા ઘણાસમયથી પોતાના રિલેશનશીપને લઇને ચર્ચામાં છે. જોકે બન્નેએ હજુ સુધી આ વાતનો ખુલાસો નથી કર્યો.
નોંધનીય છે કે આઇપીએલ 2020માં કેએલ રાહુલ સૌથી વધુ રન બનાવનારા બેટ્સમેનોની રેસમાં ટૉપ પર છે. તેને આ સિઝનના 670 રન બનાવ્યા છે. કેએલ રાહુલે સદી પણ ફટકારી છે. જોકે, તેની ટીમ કિંગ્સ ઇલેવન પંજાબ આ સિઝનમાં પૉઇન્ટ ટેબલમાં છઠ્ઠા નંબર પર જ રહી અને પ્લેઓફમાં નથી પહોંચી શકી.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
સમાચાર
અમદાવાદ
દુનિયા
દેશ
Advertisement