Border Gavaskar Trophy: દિલ્હી ટેસ્ટમાં વર્ષો બાદ તુટશે આ મોટા રેકોર્ડ, અશ્વિનથી લઇને જાડેજા કરશે આ કારનામુ, જાણો
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાનારી બીજી દિલ્હી ટેસ્ટમાં સુપરસ્ટાર ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજા એક વિકેટ લેતાની સાથે જ તેની 250 ટેસ્ટ વિકેટો પુરી કરી લેશે.
Border Gavaskar Trophy: બૉર્ડર-ગાવસ્કર ટ્રૉફીમાં ઓસ્ટ્રેલિયા અને ભારત વચ્ચે બીજી ટેસ્ટ મેચ આગામી 17મી ફેબ્રુઆરીથી દિલ્હીમાં રમાશે, આ ટેસ્ટ મેચમાં ભારતીય ટીમને એક મોટો ચાન્સ છે, અને વર્ષો જુના રેકોર્ડ તોડીને નવા રેકોર્ડ બનાવવા માટે મોકળુ મેદાન મળી ગયુ છે. ઘરઆંગણે રમાઇ રહેલી ટેસ્ટ સીરીઝમાં ભારતના સ્ટાર ખેલાડીઓ રવિચંદ્રન અશ્વિનથી લઇને રવિન્દ્ર જાડેજા મોટી મોટી ઉપલબ્ધિઓ હાંસલ કરી શકે છે. જાણો દિલ્હી ટેસ્ટમાં ભારત કયા કયા મોટા રેકોર્ડને પોતાના નામે કરી શકે છે, દિલ્હી ટેસ્ટ ટીમ ઇન્ડિયા માટે કેમ ખાસ ગણાશે.
દિલ્હીમાં ટેસ્ટમાં રેકોર્ડની લાઇન લાગશે -
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાનારી બીજી દિલ્હી ટેસ્ટમાં સુપરસ્ટાર ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજા એક વિકેટ લેતાની સાથે જ તેની 250 ટેસ્ટ વિકેટો પુરી કરી લેશે.
રવિચંદ્રન અશ્વિન પણ દિલ્હીમાં અરુણ જેટલી સ્ટેડિયમમાં કપિલ દેવથી આગળ નીકળવાનો મોકો છે. દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમમાં અશ્વિનનો રેકોર્ડ શાનદાર રહ્યો છે, તે સૌથી વધુ વિકેટો લેનારો ત્રીજો ભારતીય બૉલર છે. દિગ્ગજ અનિલ કુમ્બલેના નામે સૌથી વધુ વિકેટો લેવાનો રેકોર્ડ છે.તેને 7 મેચમાં 16.79ની એવરેજથી 58 વિકેટો ઝડપી છે. તેને આ જ મેદાન પર પાકિસ્તાન વિરુદ્ધ એક ઇનિંગમાં 10 વિકેટો ઝડપી હતી. બીજા નંબર પર દિગ્ગજ ઓલરાઉન્ડર કપિલ દેવ છે. તેને 9 મેચોમાં 26.53 ની એવરેજથી વિકેટો લીધી છે.
રવિચંદ્રન અશ્વિનની પાસે કપિલ દેવથી આગળ નીકળવાનો મોકો છે. અશ્વિનની પાસે ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ મેચમાં કપિલ દેવથી આગળ નીકળવાનો મોકો છે. તેને 4 મેચોમાં 20.11 ની એવરેજથી 27 વિકેટો ઝડપી છે. અહીં તેને 3 વાર 5 વિકેટો ઝડપી છે. ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ તે મોટો રેકોર્ડ પોતાના નામે કરી શકે છે. તે ત્રણ વિકેટ લેતાની સાથે જ કાંગારુ ટીમ વિરુદ્ધ ટેસ્ટ ક્રિકેટમાં 100 વિકેટો લેશે. ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ તેનો રેકોર્ડ ખુબ સારો છે.તેને 6 વાર 5 વિકેટો ઝડપી છે. એકવાર મેચમાં બન્ને ઇનિંગોમાં મળીને 10 વિકેટો પણ લીધી છે.
રવિન્દ્ર જાડેજા 250 ટેસ્ટ ક્રિકેટ લેનારો 8મો ભારતીય બૉલર બનશે -
રવિન્દ્ર જાડેજાના અરુણ જેટલી સ્ટેડિયમમાં રેકોર્ડની વાત કરીએ, તો તેને અહીં 3 મેચોમાં 19 વિકેટો ઝડપી છ ે. તે બે વાર 5 વિકેટો લઇ ચૂક્યો છે. તે એક વિકેટ લેતાની સાથે જ 250 ટેસ્ટ વિકેટો લેનારો 8મો ભારતીય બૉલર બની જશે. ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ ટેસ્ટ સીરીઝમાં તે બિશન સિંહ બેદીને ટેસ્ટ ક્રિકેટમાં વિકેટ લેવાના મામલામાં પાછળ પાડી શકે છે. બિશન સિંહ બેદીના નામે 266 વિકેટો છે. રવિન્દ્ર જાડેજાનો ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ બેસ્ટ રેકોર્ડ છે. તેને 13 મેચોમાં 70 વિકેટો ઝડપી છે.