શોધખોળ કરો
Advertisement
લગ્ન માટે ચોથી ટેસ્ટ નહીં રમનારો બૂમરાહ સાઉથની આ હૉટ એક્ટ્રેસ સાથે કરવાનો છે લગ્ન ? કેમ ચાલી રહી છે આ અફવા?
બૂમરાહ લો પ્રોફાઈલ ક્રિકેટર તરીકે જાણીતો છે અને હજુ સુધી લાઈમલાઈટમાં નથી આવ્યો પણ થોડા સમય પહેલાં બૂમરાહનું નામ પ્રેમ પ્રકરણમાં જોડાયું હતું. બૂમરાહને દક્ષિણ ભારતની હોટ એક્ટ્રેસ અનુપમા પરમેશ્વરન સાથે અફેર હોવાની ચર્ચા ચાલી હતી
અમદાવાદઃ ઈંગ્લેન્ડ સામે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાઈ રહેલી ચોથી ટેસ્ટ મેચમાં ભારતીય ક્રિકેટ ટીમના ફાસ્ટ બોલર જસપ્રિત બૂમરાહને આરામ અપાયો છે. ગુજરાતી બોલર જસપ્રિત બૂમરાહ લગ્ન કરવાનો હોવાથી તેને બોર્ડ રજા આપી છે. જો કે બૂમરાહ કોની સાથે લગ્ન કરવાનો છે એ ટોપ સીક્રેટ છે ત્યારે એવી ચર્ચા ચાલી રહી છે કે, બૂમરાહ દક્ષિણ ભારતની હોટ એક્ટ્રેસ અનુપમા પરમેશ્વરન સાથે લગ્ન કરવાનો છે.
બૂમરાહ લો પ્રોફાઈલ ક્રિકેટર તરીકે જાણીતો છે અને હજુ સુધી લાઈમલાઈટમાં નથી આવ્યો પણ થોડા સમય પહેલાં બૂમરાહનું નામ પ્રેમ પ્રકરણમાં જોડાયું હતું. બૂમરાહને દક્ષિણ ભારતની હોટ એક્ટ્રેસ અનુપમા પરમેશ્વરન સાથે અફેર હોવાની ચર્ચા ચાલી હતી. અનુપમા ભારતની એક માત્ર એવી એક્ટ્રેસ હતી કે જેને બૂમરાહ ટ્વિટર પર ફોલો કરતો હતો તેથી બંનેના અફેરની વાતો ચાલી હતી. બૂમરાહ અને અનુપમા બહાર સાથે ફરવા જતાં હોવાની ચર્ચા પણ જોરશોરથી ચાલી હતી.
અનુપમાએ આ વાતોને ખોટી ગણાવી હતી. અનુપમાના કહેવા પ્રમાણે, જસપ્રિત અને તે બંને સારાં મિત્ર છે. તેનાથી વધારે બંને વચ્ચે કોઈ નિકટતા નથી કે બંને એકબીજાને ડેટ પણ નથી કરતાં. ભારતમાં દરેક અભિનેત્રી ક્રિકેટર સાથેના અફેર અંગે પહેલાં આવો જ જવાબ આપતી હોય છે તેથી બંને વચ્ચે અફેર હોવાની વાતો ચાલી હતી. અલબત્ત બૂમરાહ અનુપમા સાથે લગ્ન કરવાનો છે એ વાતને કોઈ રીતે સમર્થન નથી મળતું.
ફાઈલ તસવીર
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ગુજરાત
શિક્ષણ
ગુજરાત
Advertisement
gujarati.abplive.com
Opinion