(Source: ECI/ABP News/ABP Majha)
IND vs WI 1st Test: કેપ્ટન રોહિત શર્મા 103 રન બનાવી આઉટ, ભારતના એક વિકેટે 229 રન
IND vs WI 1st Test: વેસ્ટ ઈન્ડિઝ સામે પ્રથમ ટેસ્ટમાં ભારતે મજબૂત શરુઆત કરી છે. ઓપનર યશસ્વી જયસ્વાલ બાદ કેપ્ટન રોહિત શર્માએ પણ સદી ફટકારી છે.
IND vs WI 1st Test: વેસ્ટ ઈન્ડિઝ સામે પ્રથમ ટેસ્ટમાં ભારતે મજબૂત શરુઆત કરી છે. ઓપનર યશસ્વી જયસ્વાલ બાદ કેપ્ટન રોહિત શર્માએ પણ સદી ફટકારી છે. ભારતીય કેપ્ટન રોહિત શર્માએ ડોમિનિકા ટેસ્ટમાં પોતાની 10મી ટેસ્ટ સદી પૂરી કરી છે. આ તેની કારકિર્દીની બીજી ટેસ્ટ સદી છે જે વિદેશ પ્રવાસ પર આવી છે. જો કે, રોહિત શર્મા સદી ફટકાર્યા બાદ તુંરત જ આઉટ થઈ ગયો હતો. રોહિતે 221 બોલમાં 103 રન બનાવ્યા હતા. આ ઈનિંગમાં રોહિતે 10 ફોર અને બે સિક્સર ફટકારી હતી. હાલમાં ભારતીય ટીમનો સ્કોર એક વિકેટે 229 રન છે.
Captain leading from the front! 👏 👏@ImRo45 brings up his 🔟th Test ton 💯
— BCCI (@BCCI) July 13, 2023
Follow the match ▶️ https://t.co/FWI05P4Bnd#TeamIndia | #WIvIND pic.twitter.com/ITSD7TsLhB
રોહિત શર્માએ 3500 ટેસ્ટ રન પૂરા કર્યા
ભારતીય કેપ્ટન રોહિત શર્માએ ટેસ્ટ કરિયરમાં 3500 રન પૂરા કર્યા છે. તેણે 51 મેચની 86 ઇનિંગ્સમાં આ સિદ્ધિ મેળવી છે.
Oh YEShasvi! 👏 👏
— BCCI (@BCCI) July 13, 2023
A HUNDRED on debut! 💯
What a special knock this has been! 🙌🙌
Follow the match ▶️ https://t.co/FWI05P4Bnd#TeamIndia | #WIvIND | @ybj_19 pic.twitter.com/OkRVwKzxok
યશસ્વી જયસ્વાલે રચ્યો ઈતિહાસ
યશસ્વી જયસ્વાલે ડેબ્યૂ મેચમાં સદી ફટકારી છે. વેસ્ટ ઈન્ડિઝ સામે ઓપનિંગ કરવા ઉતરેલા યશસ્વી જયસ્વાલે 215 બોલમાં સદી ફટકારી છે. ડોમિનિકા ટેસ્ટમાં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પદાર્પણ કરી રહેલા ઓપનિંગ બેટ્સમેન યશસ્વી જયસ્વાલે પોતાની પ્રથમ ટેસ્ટ સદી પૂરી કરી છે. ભારતીય ટીમે 70 ઓવરમાં 209 રન બનાવ્યા છે. ટીમ ઈન્ડિયા પાસે હવે 59 રનની લીડ છે. રોહિત શર્મા પણ પોતાની સદી નજીક છે. તે 90 રને બેટિંગ કરી રહ્યો છે.
રોહિત શર્મા અને યશસ્વી જાયસ્વાલના ઓપનિંગ ઉતરતાં જ તુટ્યો 40 વર્ષ જુનો આ ખાસ રેકોર્ડ
રોહિત શર્મા અને જયસ્વાલ ઓપનિંગમાં આવતાની સાથે જ ભારત માટે ટેસ્ટ ક્રિકેટમાં 40 વર્ષ જૂનો રેકોર્ડ તૂટી ગયો હતો. ખરેખરમાં, આ ટેસ્ટ મેચમાં 1983માં છેલ્લીવાર શું થયું હતું જ્યારે મુંબઈ માટે ફર્સ્ટ ક્લાસ ક્રિકેટ રમતા ભારત માટે ટેસ્ટમાં બેટિંગ કરવા માટે આવા બે ઓપનર આવ્યા હતા. જયસ્વાલની સાથે રોહિત શર્મા પણ ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં મુંબઈ તરફથી રમે છે.
રવિ શાસ્ત્રી અને સુનીલ ગાવસ્કરે છેલ્લીવાર 1983માં આવું કર્યું હતું. હવે રોહિત અને જયસ્વાલે આ 4 દાયકા જૂના ઈતિહાસનું પુનરાવર્તન કર્યું છે. 1983ની આ ટેસ્ટ મેચ કરાંચીમાં રમાઈ હતી. રવિ શાસ્ત્રી અને સુનીલ ગાવસ્કર પોતાની કારકિર્દીમાં મુંબઈ માટે ફર્સ્ટ ક્લાસ ક્રિકેટ રમ્યા છે. વેસ્ટ ઈન્ડિઝ સામે રમાઈ રહેલી આ પ્રથમ મેચમાં મુંબઈ તરફથી રમતા રોહિત શર્મા અને યશસ્વી જાયસ્વાલ સહિત કુલ ચાર એવા ખેલાડીઓ ભારત તરફથી રમી રહ્યા છે. બાકીના બે ખેલાડીઓ ઉપ-કેપ્ટન અજિંક્ય રહાણે અને ફાસ્ટ બૉલર શાર્દુલ ઠાકુર છે.
ટીમ ઈન્ડિયા પ્લેઈંગ ઈલેવન
રોહિત શર્મા (કેપ્ટન), યશસ્વી જયસ્વાલ, શુભમન ગિલ, વિરાટ કોહલી, અજિંક્ય રહાણે, રવીન્દ્ર જાડેજા, ઈશાન કિશન (વિકેટકીપર), રવિચંદ્રન અશ્વિન, શાર્દૂલ ઠાકુર, જયદેવ ઉનડકટ અને મોહમ્મદ સિરાજ.
વેસ્ટઈન્ડિઝ પ્લેઇંગ-11
ક્રેગ બ્રાથવેટ(કેપ્ટન), તેજનારાયણ ચંદ્રપોલ, રેમન રીફર, જર્માઈન બ્લેકવુડ, એલીક એથાનાઝ, જોશુઆ દા સિલ્વા(વિકેટકીપર), જેસન હોલ્ડર, રહકીમ કોર્નવોલ, અલ્ઝારી જોસેફ, કેમર રોચ અને જોમેલ વોરિકન.
Join Our Official Telegram Channel: https://t.me/abpasmitaofficial