શોધખોળ કરો
Advertisement
IPL રદ્દ થતાં ટી20નો બાદશાહ ક્રિસ ગેલ હવે આ નવી ટીમ સાથે જોડાયો, જાણો વિગતે
કેરેબિયન પ્રીમિયર લીગની આ સિઝનની શરૂઆત પહેલા જ કેરેબિયન વિસ્ફોટક બેટ્સમેન ક્રિસ ગેલને જમૈકા તલવાહે રિલીઝ કરી દીધો હતો. જોકે, વાતનો ફાયદો ઉઠાવીને ક્રિેસ ગેલને સેન્ટ લૂસિયા જુક્સે ખરીદી લીધો છે
નવી દિલ્હીઃ આઇપીએલ રદ્દ થતાં હવે કેટલાક ક્રિકેટરો અન્ય ટૂર્નામેન્ટ પર નજર રાખીને બેઠાં છે, થોડાક સમય પહેલા ક્રિકેટમાંથી સન્યાસ લેવાનો નિર્ણય કરી ચૂકેલા ક્રિસ ગેલે હવે નવી ટીમ સાથે જોડાઇ ગયો છે. કેરેબિયન પ્રીમિયર લીગની ટીમ સેન્ટ લુસિયા સાથે ક્રિસ ગેલે કૉન્ટ્રાક્ટ કરી લીધો છે.
કેરેબિયન પ્રીમિયર લીગની આ સિઝનની શરૂઆત પહેલા જ કેરેબિયન વિસ્ફોટક બેટ્સમેન ક્રિસ ગેલને જમૈકા તલવાહે રિલીઝ કરી દીધો હતો. જોકે, વાતનો ફાયદો ઉઠાવીને ક્રિેસ ગેલને સેન્ટ લૂસિયા જુક્સે ખરીદી લીધો છે.
ખાસ વાત છે કે, આઇપીએલ ફ્રેન્ચાઇઝી કિંગ્સ ઇલેવન પંજાબ ટીમનો માલિકી હક્ક જે કંપની પાસે છે, તે જ કંપની પાસે સેન્ટ લુસિયા ટીમનો પણ માલિકી હક્ક છે, અને આઇપીએલમાં ગેલ કિંગ્સ ઇલેવન પંજાબ તરફથી રમી રહ્યો છે.
ગેલને ટીમમાં સામેલ થતાં જ સેન્ટ લુસિયા ટીમના કેપ્ટન ડૈરેન સામીએ ગેલનુ સ્વાગ કર્યુ હતું. સેન્ટ લુસિયાએ આ વીડિયો પોતાના ઓફિશિયલ ટ્વીટર હેન્ડલ પર શેર કર્યો હતો. સેમીએ કહ્યું કે, સેન્ટ લુસિયા માટે કેપ્ટન તરીકે આ સારી વાત છે કે યુનિવર્સ બૉસ તેમની ટીમનો ભાગ બન્યા છે. ગેલ દુનિયાનો સૌથી સક્સેસ ટી20 બેટ્સમેન છે અને તેના આવવાથી યુવા બેટ્સમેનોને ફાયદો થશે. ગેલ પાસેથી ગણુ બધુ શીખી શકાય છે.
સેન્ટ લુસિયા અત્યાર સુધી એકવાર પણ ચેમ્યિયન નથી બની શકી, અને આ વખતે ફ્રેન્ચાઇઝીને આશા છે કે આ વખતે ટીમ સારુ પ્રદર્શન કરશે. ઝિમ્બાબ્વેનો પૂર્વ કેપ્ટન એન્ડી ફ્લાવર ટીમનો કૉચ છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
બિઝનેસ
ક્રિકેટ
ક્રિકેટ
Advertisement