(Source: ECI/ABP News/ABP Majha)
Champions Trophy 2025: પાકિસ્તાનના આ ત્રણ શહેરોમાં યોજાશે ચેમ્પિયન ટ્રોફી, શું જશે ટીમ ઇન્ડિયા?
Champions Trophy 2025: ચેમ્પિયન્સ ટ્રોફી 2025 નું આયોજન સતત ચર્ચામાં છે. પાકિસ્તાન સત્તાવાર રીતે ટુર્નામેન્ટનું આયોજન કરી રહ્યું છે
Cities For Champions Trophy 2025: ચેમ્પિયન્સ ટ્રોફી 2025 નું આયોજન સતત ચર્ચામાં છે. પાકિસ્તાન સત્તાવાર રીતે ટુર્નામેન્ટનું આયોજન કરી રહ્યું છે. પરંતુ ટીમ ઈન્ડિયા ચેમ્પિયન્સ ટ્રોફી માટે પાકિસ્તાનના પ્રવાસે જશે કે કેમ તે પ્રશ્ન રહે છે. તાજેતરમાં એવા રિપોર્ટ્સ આવી રહ્યા છે કે ટીમ ઈન્ડિયા ચેમ્પિયન્સ ટ્રોફી માટે પાકિસ્તાન નહીં જાય. દરમિયાન પાકિસ્તાને ટુર્નામેન્ટના આયોજન માટે ત્રણ શહેરોના નામ જાહેર કર્યા છે.
પાકિસ્તાને ચેમ્પિયન્સ ટ્રોફી માટે લાહોર, કરાચી અને રાવલપિંડીની પસંદગી કરી છે. પાકિસ્તાન ક્રિકેટ બોર્ડના અધ્યક્ષ મોહસિન નકવીએ લાહોરમાં યોજાયેલી પ્રેસ કોન્ફરન્સ દ્વારા શહેરોની પસંદગીને મંજૂરી આપી હતી.
પીસીબી અધ્યક્ષે કહ્યું, "અમે ચેમ્પિયન્સ ટ્રોફી માટે પાકિસ્તાનમાં યોજાનારી મેચોનું શિડ્યૂલ મોકલી દીધું છે. ICC સુરક્ષા ટીમ આવી હતી અને અમે બેઠક કરી હતી. તેઓએ અહીંની વ્યવસ્થા જોઈ અને અમે સ્ટેડિયમ અપડેટ પણ શેર કર્યું. અમે એક સારી ટૂર્નામેન્ટનું આયોજન કરવા માટે સતત ICC સાથે સંપર્કમાં છીએ.
શું ટીમ ઈન્ડિયા જશે પાકિસ્તાન?
ચેમ્પિયન્સ ટ્રોફી પહેલા આ સવાલ સતત ઉઠાવવામાં આવી રહ્યો છે કે શું ટીમ ઈન્ડિયા ટૂર્નામેન્ટ માટે પાકિસ્તાનનો પ્રવાસ કરશે? તાજેતરના કેટલાક મીડિયા અહેવાલોમાં એવો દાવો કરવામાં આવ્યો હતો કે ભારતીય ટીમે ચેમ્પિયન્સ ટ્રોફી માટે પાકિસ્તાનનો પ્રવાસ કરવાનો ઇનકાર કર્યો હતો. જો કે હજુ સુધી આ અંગે કોઈ સત્તાવાર માહિતી સામે આવી નથી.
નોંધનીય છે કે ટીમ ઈન્ડિયાએ 2023માં રમાયેલા એશિયા કપ માટે પાકિસ્તાનનો પ્રવાસ કર્યો ન હતો. એશિયા કપ 2023ની યજમાની પાકિસ્તાને કરી હતી, પરંતુ ટીમ ઈન્ડિયાએ તેની મેચો શ્રીલંકામાં હાઈબ્રિડ મોડલ હેઠળ રમી હતી. આવી સ્થિતિમાં એ જોવાનું રસપ્રદ રહેશે કે શું ટીમ ઈન્ડિયા ચેમ્પિયન્સ ટ્રોફી માટે પાકિસ્તાનનો પ્રવાસ કરે છે કે પછી આ વખતે પણ હાઈબ્રિડ મોડલ અપનાવવામાં આવે છે.