શોધખોળ કરો

CSK vs GT: ગુજરાત ટાઈટન્સને હરાવી ફાઈનલમાં પહોંચી CSK, આવો રહ્યો મેચનો હાલ 

ચેન્નાઈ સુપર કિંગ્સે ગુજરાત ટાઇટન્સને 15 રનથી હરાવ્યું. ગુજરાત ટાઈટન્સને જીતવા માટે 173 રનનો ટાર્ગેટ હતો, પરંતુ 20 ઓવરમાં માત્ર 157 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી.

CSK vs GT, Qualifier-1 Match Report: ચેન્નાઈ સુપર કિંગ્સે ગુજરાત ટાઇટન્સને 15 રનથી હરાવ્યું. ગુજરાત ટાઈટન્સને જીતવા માટે 173 રનનો ટાર્ગેટ હતો, પરંતુ 20 ઓવરમાં માત્ર 157 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. ગુજરાત ટાઇટન્સ તરફથી ઓપનર શુભમન ગિલે સૌથી વધુ રન બનાવ્યા હતા. શુભમન ગિલે 38 બોલમાં 42 રન બનાવ્યા હતા. તેણે પોતાની ઇનિંગમાં 4 ફોર અને 1 સિક્સર ફટકારી હતી. આ સિવાય ગુજરાત ટાઇટન્સના કેપ્ટન હાર્દિક પંડ્યા સહિત બાકીના બેટ્સમેનોએ નિરાશ કર્યા હતા. જો કે, રાશિદ ખાને છેલ્લી ઓવરમાં 16 બોલમાં 30 રનની ઝડપી ઇનિંગ રમી હતી, પરંતુ ટીમને જીત અપાવી શક્યો નહોતો.

ચેન્નાઈ સુપર કિંગ્સના બોલરોની વાત કરીએ તો દીપક ચહર સિવાય મહિષ તિક્ષ્ણા, રવિન્દ્ર જાડેજા અને મહિષા પથિરાનાએ 2-2 વિકેટ લીધી હતી. જ્યારે તુષાર દેશપાંડેને 1 સફળતા મળી હતી.

આ જીત બાદ મહેન્દ્ર સિંહ ધોનીની કપ્તાનીમાં ચેન્નાઈ સુપર કિંગ્સ ફાઇનલમાં પહોંચી ગઈ છે. જો કે ગુજરાત ટાઇટન્સને ફાઇનલમાં પહોંચવાની વધુ એક તક મળશે. બુધવારે એલિમિનેટર મેચમાં મુંબઈ ઈન્ડિયન્સ અને લખનૌ સુપર જાયન્ટ્સની ટીમ આમને-સામને થશે. આ મેચમાં વિજેતા ટીમ ગુજરાત ટાઇટન્સ સામે ટકરાશે. જ્યારે મુંબઈ ઈન્ડિયન્સ અને લખનૌ સુપર જાયન્ટ્સ વચ્ચેની એલિમિનેટરમાં હારનારી ટીમની સફરનો અંત આવશે. જોકે  આ સિઝનની બીજી ક્વોલિફાયર મેચ 26 મેના રોજ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે.

હાર્દિક પંડ્યાએ ટોસ જીતીને બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો

આ પહેલા ગુજરાત ટાઇટન્સના કેપ્ટન હાર્દિક પંડ્યાએ ટોસ જીતીને બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. પ્રથમ બેટિંગ કરતા ચેન્નાઈ સુપર કિંગ્સે 20 ઓવરમાં 7 વિકેટે 172 રન બનાવ્યા હતા. આ રીતે તેમની ગુજરાત ટાઇટન્સને મેચ જીતવા માટે 173 રનનો ટાર્ગેટ મળ્યો હતો. ચેન્નાઈ સુપર કિંગ્સના ઓપનર ઋતુરાજ ગાયકવાડ અને ડ્વેન કોનવેએ પ્રથમ વિકેટ માટે 10.3 ઓવરમાં 87 રન જોડ્યા હતા, પરંતુ બંને ઓપનરોના આઉટ થયા બાદ શિવમ દુબે અને અજિંક્ય રહાણે જેવા બેટ્સમેનો સસ્તામાં પેવેલિયન પરત ફર્યા હતા, પરંતુ રવિન્દ્ર જાડેજા 16 બોલમાં 22 રન બનાવીને સન્માનજનક સ્કોર સુધી પહોંચાડ્યા હતા. 

ધોનીની કપ્તાની હેઠળ ટીમ હવે 28મી મેના રોજ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં પાંચમી વખત ચેમ્પિયન બનવા માટે ઉતરશે. બીજી તરફ આ હાર બાદ ગુજરાત અણનમ છે. તેને ફાઇનલમાં પહોંચવાની બીજી તક મળશે. તે અમદાવાદમાં 26 મેના રોજ ક્વોલિફાયર-2માં રમશે. ત્યાં તે મુંબઈ ઈન્ડિયન્સ અથવા લખનૌ સુપર જાયન્ટ્સ સાથે ટક્કર કરશે. બુધવારે (24 મે)ના રોજ મુંબઈ અને લખનૌ વચ્ચે એલિમિનેટર મેચ રમાશે. આ મેચમાં વિજેતા ટીમ ક્વોલિફાયર-2માં જશે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

સૌરાષ્ટ્રમાં બારેમેઘ ખાંગા, વંથલીમાં 14 ઇંચ વરસાદથી જળબંબાકાર, જાણો છેલ્લા 22 કલાકના વરસાદના આંકડા
સૌરાષ્ટ્રમાં બારેમેઘ ખાંગા, વંથલીમાં 14 ઇંચ વરસાદથી જળબંબાકાર, જાણો છેલ્લા 22 કલાકના વરસાદના આંકડા
રાજ્યના 8 જિલ્લામાં આજે વરસાદનું ઓરેન્જ એલર્ટ, સૌરાષ્ટ્ર કચ્છ-દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ પડશે
રાજ્યના 8 જિલ્લામાં આજે વરસાદનું ઓરેન્જ એલર્ટ, સૌરાષ્ટ્ર કચ્છ-દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ પડશે
Gandhinagar News: રાજ્યમાં 30 મામલતદારની બદલી, જાણો કોને ક્યાં મૂકવામાં આવ્યા
Gandhinagar News: રાજ્યમાં 30 મામલતદારની બદલી, જાણો કોને ક્યાં મૂકવામાં આવ્યા
Workout Mistakes: વર્કઆઉટ પહેલાં આ કામ કદી ન કરો, તમારું સ્વાસ્થ્ય બગડી જશે
Workout Mistakes: વર્કઆઉટ પહેલાં આ કામ કદી ન કરો, તમારું સ્વાસ્થ્ય બગડી જશે
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hu to Bolish | હું તો બોલીશ | સંસદમાં સંગ્રામ કેમ?Hu to Bolish | હું તો બોલીશ | બુટલેગરની વરદીવાળી બહેનપણીGujarat Rains | રાજ્યના 11 જળાશયો 50 થી 70 ટકા ભરાયા: કુલ 206 જળાશયોમાં 29 ટકાથી વધુ જળસંગ્રહWeather Forecast: સૌરાષ્ટ્રમાં સિસ્ટમ સક્રીય થતાં આ વિસ્તારમાં તૂટી પડશે વરસાદ: અંબાલાલ પટેલની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
સૌરાષ્ટ્રમાં બારેમેઘ ખાંગા, વંથલીમાં 14 ઇંચ વરસાદથી જળબંબાકાર, જાણો છેલ્લા 22 કલાકના વરસાદના આંકડા
સૌરાષ્ટ્રમાં બારેમેઘ ખાંગા, વંથલીમાં 14 ઇંચ વરસાદથી જળબંબાકાર, જાણો છેલ્લા 22 કલાકના વરસાદના આંકડા
રાજ્યના 8 જિલ્લામાં આજે વરસાદનું ઓરેન્જ એલર્ટ, સૌરાષ્ટ્ર કચ્છ-દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ પડશે
રાજ્યના 8 જિલ્લામાં આજે વરસાદનું ઓરેન્જ એલર્ટ, સૌરાષ્ટ્ર કચ્છ-દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ પડશે
Gandhinagar News: રાજ્યમાં 30 મામલતદારની બદલી, જાણો કોને ક્યાં મૂકવામાં આવ્યા
Gandhinagar News: રાજ્યમાં 30 મામલતદારની બદલી, જાણો કોને ક્યાં મૂકવામાં આવ્યા
Workout Mistakes: વર્કઆઉટ પહેલાં આ કામ કદી ન કરો, તમારું સ્વાસ્થ્ય બગડી જશે
Workout Mistakes: વર્કઆઉટ પહેલાં આ કામ કદી ન કરો, તમારું સ્વાસ્થ્ય બગડી જશે
અહીં દર્દીઓને મળશે સૌથી સસ્તી દવાઓ, કિંમત 50% થી પણ ઓછી હોય છે
અહીં દર્દીઓને મળશે સૌથી સસ્તી દવાઓ, કિંમત 50% થી પણ ઓછી હોય છે
School Closed: ભારે વરસાદની આગાહીના પગલે ગુજરાતમાં અહીં સ્કૂલોમાં રજા કરવામાં આવી જાહેર, જાણો વિગત
School Closed: ભારે વરસાદની આગાહીના પગલે ગુજરાતમાં અહીં સ્કૂલોમાં રજા કરવામાં આવી જાહેર, જાણો વિગત
બીપીએલ રાશન કાર્ડ ધારકોને મળે છે 10 લાખ રૂપિયા સુધીની લોન, જાણો કેવી રીતે કરી શકો છો અરજી
બીપીએલ રાશન કાર્ડ ધારકોને મળે છે 10 લાખ રૂપિયા સુધીની લોન, જાણો કેવી રીતે કરી શકો છો અરજી
Junagadh Rain: ભારે વરસાદથી વિલિંગ્ડન ડેમ થયો ઓવરફ્લો, આહલાદક દ્રશ્ય જોવા શહેરીજનો ઉમટ્યા
Junagadh Rain: ભારે વરસાદથી વિલિંગ્ડન ડેમ થયો ઓવરફ્લો, આહલાદક દ્રશ્ય જોવા શહેરીજનો ઉમટ્યા
Embed widget