IPL 2023: મીની હરાજી પહેલાં ચેન્નાઈ સુપર કિંગ્સ આ ખેલાડીઓને કરી શકે છે ડ્રોપ, આ દિગ્ગજ ખેલાડીઓ લિસ્ટમાં
પહેલાં એવા અહેવાલ મળી રહ્યા હતા કે, ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK) IPL 2023 પહેલાં ટીમના સ્ટાર ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજાને રિલીઝ કરશે.
IPL 2023: પહેલાં એવા અહેવાલ મળી રહ્યા હતા કે, ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK) IPL 2023 પહેલાં ટીમના સ્ટાર ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજાને રિલીઝ કરશે. આ પછી, મીડિયા રિપોર્ટ્સમાં કહેવામાં આવ્યું હતું કે ફ્રેન્ચાઇઝી કોઈપણ સંજોગોમાં જાડેજાને છોડવા માંગતી નથી. IPL 2022 પછી જાડેજા અને CSK વચ્ચેના સંબંધો બગડ્યા હોવાની વાતો પણ થઈ હતી. જોકે, ચેન્નાઈ તરફથી સ્પષ્ટ કરવામાં આવ્યું હતું કે ફ્રેન્ચાઈઝી તરફથી બધુ બરાબર છે. ચાલો જાણીએ કે, આ વર્ષે યોજાનારી મીની હરાજી પહેલા ચેન્નાઈ કયા ખેલાડીઓને ડ્રોપ કરી શકે છે.
1. ક્રિસ જોર્ડનઃ
ઈંગ્લેન્ડના ફાસ્ટ બોલર ક્રિસ જોર્ડનને ચેન્નાઈ સુપર કિંગ્સે IPL 2022 મેગા ઓક્શનમાં 3.60 કરોડની કિંમત આપીને ટીમમાં સામેલ કર્યો હતો. જોર્ડને IPL 2022માં ચેન્નાઈ માટે કુલ 4 મેચ રમી હતી, જેમાં તેણે માત્ર 2 વિકેટ લીધી હતી. તે જ સમયે તેની બોલિંગ ઈકોનોમી પણ 10 થી ઉપર હતી. CSK તેને આ વર્ષે મિની ઓક્શન પહેલા રિલીઝ કરી શકે છે.
2. એડમ મિલ્નેઃ
ન્યુઝિલેન્ડના ફાસ્ટ બોલર એડમ મિલ્નેને મેગા ઓક્શન 2022માં ચેન્નાઈ સુપર કિંગ્સે 1.90 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો. IPL 2022 માં તેણે ચેન્નાઈ માટે માત્ર એક મેચ રમી હતી, જેમાં તેણે એક પણ વિકેટ લીધી ન હતી. આ વખતે CSK તેને મિની ઓક્શન પહેલા છોડવા માંગે છે.
3. નારાયણ જગદીસન
વિકેટકીપર બેટ્સમેન નારાયણ જગદીસનને CSK દ્વારા મેગા ઓક્શન 2022માં 20 લાખની મૂળ કિંમતે ખરીદ્યો હતો. નારાયણે ગયા વર્ષે ચેન્નાઈ માટે કુલ 2 મેચ રમી હતી, જેમાં તેણે 40 રન બનાવ્યા હતા. CSK આ વર્ષે યોજાનારી મીની હરાજી પહેલા નારાયણ જગદીસનને મુક્ત કરવાના મૂડમાં હોવાનું જણવા મળી રહ્યું છે.
4. મિશેલ સેન્ટનર
ન્યુઝીલેન્ડના બોલિંગ ઓલરાઉન્ડર મિશેલ સેન્ટનરને ચેન્નાઈ સુપર કિંગ્સે મેગા ઓક્શન 2022માં રૂ. 1.9 કરોડમાં ખરીદ્યો હતો. તેણે 2022માં ચેન્નાઈ માટે કુલ 6 મેચ રમી હતી, જેમાં તેણે બોલિંગ દરમિયાન 4 વિકેટ ઝડપી હતી. જો કે, તેની ઈકોનોમી 6.84ની રહી જે સારી હતી. પરંતુ ચેન્નાઈ આ વખતે તેને મુક્ત કરવાનો વિચાર કરતી દેખાઈ રહી છે.