PBKS vs CSK: હર્ષલ-ચહરનો તરખાટ, CSKના બેટ્સમેનોનો ફ્લોપ શો,ધોની- દુબે શૂન્ય પર આઉટ, પંજાબે 168 રનનો આપ્યો લક્ષ્યાંક
PBKS vs CSK: પંજાબ કિંગ્સ સામે પ્રથમ બેટિંગ કરવા આવેલી ચેન્નાઈ સુપર કિંગ્સ 20 ઓવરમાં 9 વિકેટે 167 રન જ બનાવી શકી હતી. એક સમયે ચેન્નાઈનો સ્કોર એક વિકેટે 60 રન હતો, પરંતુ વચ્ચેની ઓવરોમાં સતત વિકેટ પડવાના કારણે તેઓ મોટો સ્કોર કરી શક્યા ન હતા.
PBKS vs CSK: પંજાબ કિંગ્સ સામે પ્રથમ બેટિંગ કરવા આવેલી ચેન્નાઈ સુપર કિંગ્સ 20 ઓવરમાં 9 વિકેટે 167 રન જ બનાવી શકી હતી. એક સમયે ચેન્નાઈનો સ્કોર એક વિકેટે 60 રન હતો, પરંતુ વચ્ચેની ઓવરોમાં સતત વિકેટ પડવાના કારણે તેઓ મોટો સ્કોર કરી શક્યા ન હતા. ચેન્નાઈ તરફથી કેપ્ટન ગાયકવાડે 32 રન, ડેરીલ મિશેલે 30 રન અને રવિન્દ્ર જાડેજાએ 43 રન બનાવ્યા હતા. જ્યારે પંજાબ કિંગ્સ તરફથી હર્ષલ પટેલ અને રાહુલ ચહરે 3-3 વિકેટ લીધી હતી.
Innings Break!#PBKS put up a spirited bowling performance to restrict #CSK to 167/9 🎯
— IndianPremierLeague (@IPL) May 5, 2024
Can they remain unbeaten against #CSK this season? 🤔
Scorecard ▶️ https://t.co/WxW3UyUZq6#TATAIPL | #PBKSvCSK pic.twitter.com/7fYPxklMP3
રુતુરાજ ગાયકવાડ અને ડેરીલ મિશેલ વચ્ચે સારી ભાગીદારી, પછી...
આ પહેલા પંજાબ કિંગ્સના કેપ્ટન સેમ કરેને ટોસ જીતીને બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. પ્રથમ બેટિંગ કરવા આવેલી ચેન્નાઈ સુપર કિંગ્સની શરૂઆત સારી રહી ન હતી. અજિંક્ય રહાણે 7 બોલમાં 9 રન બનાવીને વોકઆઉટ થયો હતો. તે સમયે ચેન્નાઈ સુપર કિંગ્સનો સ્કોર માત્ર 12 રન હતો. જો કે આ પછી રૂતુરાજ ગાયકવાડ અને ડેરીલ મિશેલ વચ્ચે સારી ભાગીદારી જોવા મળી હતી. રૂતુરાજ ગાયકવાડ અને ડેરીલ મિશેલે 57 રન ઉમેર્યા હતા. પરંતુ ઋતુરાજ ગાયકવાડ 32 રન બનાવી રાહુલ ચહરના બોલ પર પેવેલિયન પરત ફર્યો હતો. આ પછી ડેરીલ મિશેલ 19 બોલમાં 30 રન બનાવીને હર્ષલ પટેલનો શિકાર બન્યો હતો. છેલ્લી ઓવરોમાં બેટિંગ કરવા આવેલા મહેન્દ્ર સિંહ ધોની પહેલા જ બોલ પર બોલ્ડ થયો હતો. હર્ષલ પટેલે મહેન્દ્ર સિંહ ધોનીને આઉટ કર્યો હતો.
શિવમ દુબે ફરી ફ્લોપ, સતત બીજી મેચમાં ગોલ્ડન ડકનો શિકાર બન્યો
તે જ સમયે, ચેન્નાઈ સુપર કિંગ્સનો ઓલરાઉન્ડર શિવમ દુબે પહેલા જ બોલ પર પેવેલિયન ગયો હતો. શિવમ દુબેને રાહુલ ચહરે આઉટ કર્યો હતો. મોઈન અલીએ 20 બોલમાં 17 રનની ધીમી ઈનિંગ રમી હતી. મિશેલ સેન્ટનર 11 બોલમાં 11 રન બનાવીને રાહુલ ચહરનો શિકાર બન્યો હતો. વાસ્તવમાં, ચેન્નાઈ સુપર કિંગ્સના બેટ્સમેનો નિયમિત અંતરે પેવેલિયનની પરત ફરતા રહ્યા. જોકે, શાર્દુલ ઠાકુરે છેલ્લી ઓવરોમાં 11 બોલમાં 17 રન બનાવ્યા અને સ્કોર 150 રનથી આગળ લઈ ગયો.
પંજાબ કિંગ્સ પ્લેઇંગ-11
સેમ કરન (કેપ્ટન), જોની બેયરસ્ટો, રિલી રૂસો, શશાંક સિંહ, જીતેશ શર્મા (વિકેટકીપર), આશુતોષ શર્મા, હરપ્રીત બ્રાર, હર્ષલ પટેલ, રાહુલ ચહર, કાગીસો રબાડા અને અર્શદીપ સિંહ.
ચેન્નઈ સુપર કિંગ્સ પ્લેઇંગ-11
ઋતુરાજ ગાયકવાડ (કેપ્ટન), અજિંક્ય રહાણે, ડેરીલ મિચેલ, શિવમ દુબે, મોઈન અલી, રવીન્દ્ર જાડેજા, એમએસ ધોની(વિકેટકીપર), મિચેલ સેન્ટનર, શાર્દૂલ ઠાકુર, રિચર્ડ ગ્લેસન અને તુષાર દેશપાંડે.