Rishabh Pantની પોસ્ટ પર આવ્યો Urvashi Rautelaનો જવાબ, જાણો શું કહ્યુ?
મુંબઇઃ હાલના દિવસોમાં ઉર્વશી રૌતેલા અને ક્રિકેટર ઋષભ પંત વચ્ચે શાબ્દિક યુદ્ધ ચાલી રહ્યું છે. આ બધું ઉર્વશીનું લેટેસ્ટ ઈન્ટરવ્યુ વાયરલ થયા બાદ શરૂ થયુ હતું
મુંબઇઃ હાલના દિવસોમાં ઉર્વશી રૌતેલા અને ક્રિકેટર ઋષભ પંત વચ્ચે શાબ્દિક યુદ્ધ ચાલી રહ્યું છે. આ બધું ઉર્વશીનું લેટેસ્ટ ઈન્ટરવ્યુ વાયરલ થયા બાદ શરૂ થયુ હતું. ઉર્વશી રૌતેલાએ આ મુલાકાતમાં મિસ્ટર આરપી વિશે વાત કરી હતી. ઉર્વશીએ કહ્યું હતું કે એકવાર આ વ્યક્તિએ હોટલની લોબીમાં 10 કલાક સુધી તેની રાહ જોઈ હતી. ઉર્વશીનો વીડિયો વાયરલ થયા બાદ ક્રિકેટર ઋષભ પંતે એક ઈન્સ્ટા સ્ટોરી પોસ્ટ કરી હતી. હવે જેના પર અભિનેત્રીએ જવાબ આપ્યો છે.
View this post on Instagram
ઉર્વશીએ જવાબ આપ્યો
ઋષભ પંતનું નામ લીધા વગર પોતાની ઈન્સ્ટા સ્ટોરીમાં કહ્યું હતું કે – પીછો છોડી દે બહેન. હવે ઉર્વશી રૌતેલાએ એક પોસ્ટ દ્વારા જવાબ આપ્યો છે. ઉર્વશીએ લખ્યું, 'છોટુ ભૈયાએ બેટ બોલ રમવું જોઈએ. હું કોઇ મુન્ની નથી ડાલિંગ તારા માટે બદનામ થાય. હેપ્પી રક્ષાબંધન. #RPChotuBhaiyya #Cougarhunter #donttakeadvantageofasilentgirl.'
ઈન્ટરવ્યુની વાત કરીએ તો તેમાં ઉર્વશી રૌતેલાએ દિલ્હીમાં તેના પ્રોજેક્ટના શૂટિંગ વિશે વાત કરી હતી. તેણે કહ્યું હતું કે તેના વ્યસ્ત કાર્યક્રમ વચ્ચે કોઇ મિસ્ટર આરપી તેમને મળવા આવ્યો હતો. પરંતુ તે થાકી જવાને કારણે તેને મળી શકી ન હતી. આ વ્યક્તિએ તેની 10 કલાક સુધી રાહ જોઈ હતી. જ્યારે અભિનેત્રીને આ વાતની ખબર પડી તો તેને ખરાબ લાગ્યું હતું.
પંતે ટોણો માર્યો હતો
ઉર્વશીની આ વાત પર પંતે તેનું નામ લીધા વગર કટાક્ષ કર્યો હતો. તેણે પોતાની ઈન્સ્ટા સ્ટોરી પર લખ્યું, 'આ મજાની વાત છે કે લોકો થોડી લોકપ્રિયતા અને ચર્ચામાં રહેવા માટે ઈન્ટરવ્યુમાં કેવી રીતે ખોટું બોલે છે. દુઃખની વાત એ છે કે લોકો નામ અને પ્રસિદ્ધિના ભૂખ્યા છે. ભગવાન તેમનું ભલું કરે. આ સાથે ઋષભે 'મેરા પીછા છોડો બહન' હેશટેગનો ઉપયોગ કર્યો હતો. ઇન્સ્ટા સ્ટોરી પોસ્ટ કર્યાના થોડા સમય બાદ રિષભે તેને ડિલીટ કરી દીધી હતી. ઉલ્લેખનીય છે કે બંન્ને વચ્ચે અફેર હોવાની ખૂબ ચર્ચા જાગી હતી. અભિનેત્રીએ દાવો કર્યો હતો કે તે અને રિષભ એકબીજાને ડેટ કરી રહ્યા છે. જોકે ક્રિકેટરે આ વાતને નકારી કાઢી હતી.