(Source: ECI/ABP News/ABP Majha)
SPL 2022 : સૌરાષ્ટ્ર પ્રીમિયર લીગ શરૂ થાય એ પહેલાં જ વિવાદ, મામલો કોર્ટ સુધી પહોંચ્યો, જાણો શું છે વિવાદ
Saurashtra Premier League 2022 : આગામી 2 જૂનથી સૌરાષ્ટ્ર પ્રીમિયર લીગ શરૂ થશે. જેમાં હાલાર હીરોસ, ગોહિલવાડ ગ્લેડિએટર, વોરિયર્સ અને ઝાલાવડ રોયલ્સ નામની ટિમો એક બીજા સાથે રમશે.
RAJKOT : ઇન્ડિયન પ્રીમિયર લીગ - IPL બાદ રાજકોટમાં સૌરાષ્ટ્ર પ્રીમિયર લીગ- SPL શરૂ થવા જઈ રહી છે. આગામી 2 જૂનથી સૌરાષ્ટ્ર પ્રીમિયર લીગ શરૂ થશે. જો કે સૌરાષ્ટ્ર પ્રીમિયર લીગ શરૂ થાય તે પહેલા જ એક વિવાદ ઉભો થયૉ છે અને આ વિવાદ કોર્ટ સુધી પહોંચ્યો છે.
સોરઠ લાઇન્સ ટીમને ડિસકોલીફાઈ કરવામાં આવી
સૌરાષ્ટ્ર પ્રીમિયર લીગ- SPLની વિવિધ ક્રિકેટ ટિમોમાંથી એક એવી સોરઠ લાઇન્સ ટીમને ડિસકોલીફાઈ કરવામાં આવી છે. આ મામલે
સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશનના પ્રમુખ જયદેવ શાહે જણાવ્યું હતું કે રુલ્સ અને રેગ્યુલેશન ફોલો નથી થતા માટે સોરઠ લાયન્સ ટીમને ડિસકોલીફાઈ કરવામાં આવી છે આ મામલો કોર્ટ સુધી પણ પહોંચ્યો છે. આથી સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશનના પ્રમુખ જયદેવ શાહે આ મામલે વધુ જવાબ આપવાનું ટાળ્યું હતું. તેમણે કહ્યું કે મેટર કોર્ટમાં હોવાથી કાનૂની કાર્યવાહી થઈ રહી છે એટલા માટે તેઓ આ મામલે વધુ કંઈ નહીં બોલે.
2 જૂનથી શરૂ થશે સૌરાષ્ટ્ર પ્રીમિયર લીગ
આગામી 2 જૂનથી સૌરાષ્ટ્ર પ્રીમિયર લીગ શરૂ થશે. જેમાં હાલાર હીરોસ, ગોહિલવાડ ગ્લેડિએટર, વોરિયર્સ અને ઝાલાવડ રોયલ્સ નામની ટિમો એક બીજા સાથે રમશે.આ SPL 12 જૂન સુધી ચાલશે. આ મેચમાં સૌરાષ્ટ્રના જાણિતા ક્રિકેટર જયદેવ ઉનડકટ સહિતના ઉભરતા ક્રિકેટરો રમશે.જોકે ચેતેશ્વર પૂજારા અને રવિન્દ્ર જાડેજા આ મેચ રમે તેવી શક્યતા ઓછી છે તેઓનો શેડ્યુઅલ બીઝી હોવાથી SPL રમશે કે નહીં તે નક્કી નથી. જો તેઓ રમશે તો સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશનને બહુ ખર્ચ થશે એવું સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન ના પ્રમુખ જયદેવ શાહે જણાવ્યું હતું.
CSK vs DC: દિલ્હી કેપિટલ્સ પર કોરોનાનો કહેર
આઈપીએલ 2022ની 55 મી મેચ ચેન્નાઈ સુપર કિંગ્સ અને દિલ્હી કેપિટલ્સ વચ્ચે આજે સાંજે રમાવાની છે. ત્યારે મેચ પેહલાં દિલ્હીની ટીમ માટે એક ખરાબ સમાચાર આવ્યા છે દિલ્હી કેપિટલ્સના નેટ બોલરનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. બીસીસીઆઈએ આઈપીએલ 2022 માટે કોરોના પ્રોટોકોલ બનાવ્યા છે તે મુજબ દિલ્હી કેપિટલ્સની ટીમે કોરોના ટેસ્ટ કરાવવા પડશે અને કોરોના ટેસ્ટ થઈ જાય ત્યાં સુધી બધા ખેલાડીઓએ આઈસોલેટ રહેવું પડશે.