શોધખોળ કરો
Advertisement
પીએમ મોદીની 'જનતા કર્ફ્યૂ' ની અપીલ પર વિરાટ કોહલીએ ટ્વીટ કરીને આપી ખાસ પ્રતિક્રિયા, વાંચો શું લખ્યુ.....
પીએમ મોદીએએ જાહેરાત કરી છે કે 22 માર્ચે રવિવારે 'જનતા કર્ફ્યૂ' લગાવો, સવારે 7 વાગ્યાથી રાત્રે 9 વાગ્યા સુધી દરેક પોતપોતાના ઘરે રહે, કોઇ બહાર ના નીકળે
નવી દિલ્હીઃ આખી દુનિયા હાલ કોરોના વાયરસના ખતરા સામે ઝઝૂમી રહી છે. ભારતમાં પણ કોરોના વાયરસે પગ પેસારો કરી દીધો છે, પરિસ્થિતિ દિવસે દિવસે વધુ વિકટ બની રહી છે, ત્યારે પીએમ નરેન્દ્ર મોદીએ લોકોને 'જનતા કર્ફ્યૂ' કરવાની અપીલ કરી છે.
19 તારીખે રાત્રે પીએમ મોદીએ લોકોની સામે આવીને 22 માર્ચ ને રવિવારે 'જનતા કર્ફ્યૂ' કરવાની અપીલ કરી હતી. પીએમ મોદીએ આ અપીલ લોકોને કોરોના વાયરસના સંક્રમણને અટકાવવા માટે કરી છે. હવે પીએમ મોદીની આ અપીલ પર ટીમ ઇન્ડિયાા કેપ્ટન વિરાટ કોહલીએ ખાસ પ્રતિક્રિયા આપીને પીએમની અપીલને સ્વીકારી છે, અને લોકોને સાથ સહકાર આપવા વિનંતી કરી છે.
વિરાટ કોહલીએ ટ્વીટ કરીને લખ્યું કે,- કોરોના વાયરસના ઉત્પન્ન ખતરાથી નિપટવા માટે સતર્ક, જાગૃત રહેવુ પડશે. સાથે જવાબદાર નાગરિક તરીકે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા જાહેર કરાયેલા માપદંડોનુ પાલનવ કરવુ પડશે. તેને વધુમાં કહ્યું કે, દેશ અને દુનિયાભરના તે તમામ ચિકિત્સાકર્મીઓનો વિશેષ ઉલ્લેખ જે કોરોના વાયરસ સામે લડવા માટે તમામ પ્રયાસો કરી રહ્યા છે. વ્યક્તિગત સ્વચ્છતા રાખતા ચાલો આપણે તેમને સહયોગ કરીએ.
ખાસ વાત છે કે પીએમ મોદીએએ જાહેરાત કરી છે કે 22 માર્ચે રવિવારે 'જનતા કર્ફ્યૂ' લગાવો, સવારે 7 વાગ્યાથી રાત્રે 9 વાગ્યા સુધી દરેક પોતપોતાના ઘરે રહે, કોઇ બહાર ના નીકળે. સાંજે 5 વાગે સાયરન વગાડવામાં આવશે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
બિઝનેસ
ક્રિકેટ
Advertisement