Cornwall Celebration Viral: 140 કિલોના ક્રિકેટરે ફટકારી તાબડતોડ સદી, ખાસ અંદાજમાં મનાવ્યો જશ્ન, વીડિયો થયો વાયરલ
Rahkeem Cornwall: સદી ફટકાર્યા પછી, રહકીમ કોર્નવોલે પોતાનું બેટ હવામાં ફેંકીને એક ખાસ રીતે ઉજવણી કરી. હવે આ વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે.
Rahkeem Cornwall Celebration Viral Video: સોશિયલ મીડિયા પર એક વીડિયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલો વીડિયો કેરેબિયન પ્રીમિયર લીગનો છે. આ વીડિયોમાં કેરેબિયન પ્રીમિયર લીગ ટીમ બાર્બાડોસ રોયલ્સનો ખેલાડી રહકીમ કોર્નવોલ જોવા મળી રહ્યો છે. સદી ફટકાર્યા પછી, રહકીમ કોર્નવોલે પોતાનું બેટ હવામાં ફેંકીને એક ખાસ રીતે ઉજવણી કરી. હવે આ વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. સોશિયલ મીડિયા યુઝર્સ સતત કોમેન્ટ કરીને પોતાનો પ્રતિભાવ આપી રહ્યા છે.
48 બોલમાં 102 રનની રમી ઈનિંગ
બાર્બાડોસ રોયલ્સના ખેલાડી રહકીમ કોર્નવોલે કેરેબિયન પ્રીમિયર લીગમાં સેન્ટ કિટ્સ નેવિસ સામે 48 બોલમાં 102 રન બનાવ્યા હતા. રહકીમ કોર્નવોલે પોતાની ઇનિંગમાં 4 ચોગ્ગા અને 12 છગ્ગા ફટકાર્યા હતા. પરંતુ આ ખેલાડીએ સદી ફટકાર્યા બાદ જે રીતે ઉજવણી કરી તે સોશિયલ મીડિયા પર સતત હેડલાઈન્સ બની રહી છે.સદી ફટકાર્યા પછી, રહકીમ કોર્નવોલે પોતાનું બેટ હવામાં ફેંકીને એક ખાસ રીતે ઉજવણી કરી. હવે આ વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. સોશિયલ મીડિયા યુઝર્સ સતત કોમેન્ટ કરીને પોતાનો પ્રતિભાવ આપી રહ્યા છે.
Wait for the bat drop 🔥
— ESPNcricinfo (@ESPNcricinfo) September 4, 2023
(via @CPL) pic.twitter.com/3SbYJCnZW6
સેન્ટ કિટ્સ નેવિસ-બાર્બાડોસ રોયલ્સ મેચની શું હતી સ્થિતિ
મેચની વાત કરીએ તો બાર્બાડોસ રોયલ્સ સામે જીતવા માટે 221 રનનો ટાર્ગેટ હતો. બાર્બાડોસ રોયલ્સે 18.1 ઓવરમાં 2 વિકેટે 223 રન બનાવીને મેચ જીતી લીધી હતી. બાર્બાડોસ રોયલ્સ માટે રહકીમ કોર્નવોલ ઉપરાંત રોવમેન પોવેલે 26 બોલમાં 49 રનની અણનમ ઇનિંગ રમી હતી. તેણે પોતાની ઇનિંગમાં 5 ફોર અને 3 સિક્સર ફટકારી હતી. સેન્ટ કિટ્સ નેવિસ માટે કોર્બિન બોશ અને ડોમિનિક ડ્રેગ્સને 1-1 સફળતા મળી હતી. જો કે, બાર્બાડોસ રોયલ્સે રહકીમ કોર્નવોલની શાનદાર સદીની ઇનિંગ્સને કારણે મોટા લક્ષ્યને સરળતાથી હાંસલ કરી લીધું હતું.
રહકીમનો કેવો છે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં દેખાવ
રહકીમ કોર્નવોલે વેસ્ટ ઈન્ડીઝ તરફથી અત્યાર સુધીમાં 10 ટેસ્ટમાં 35 વિકેટ ઝડપી છે. જેમાં તેનું ઈનિંગમાં શ્રેષ્ઠ પ્રદર્શન 75 રનમાં 7 વિકેટ અને ટેસ્ટમાં 121 રનમા 10 વિકેટ છે. ટેસ્ટમાં તેણે 5 વિકેટ બે વખત અને એક વખત 10 વિકેટ ઝડપી છે, જ્યારે 2 અડધી સદીની મદદથી 261 રન બનાવ્યા છે.