શોધખોળ કરો
Advertisement
કોરોનાની વચ્ચે આજથી અહીં શરૂ થશે IPL જેવી ટૂર્નામેન્ટ, દેશ-દુનિયાના ક્રિકેટરો ખાલી સ્ટેડિયમમાં રમશે મેચો
આ ટૂર્નામેન્ટ આઇપીએલ જેવી જ ટી20 ટૂર્નામેન્ટ છે. સીપીએલમાં આજની પહેલી મેચ રમાશે, ટ્રિનિબાગો નાઇટરાઇર્સનો સામનો અમેઝોન વૉરિયર્સ અને હાજની ચેમ્પિયન બારબાડોસ ટ્રિડેન્ટ્સની સેન્ટ કીટ્સ એન્ડ નેવિસ પેટ્રિયટ સામે થશે. ટૂર્નામેન્ટનુ આયોજન આજથી 10 સપ્ટેમ્બરની વચ્ચે બે સ્થાનો પર કરવામાં આવશે
નવી દિલ્હીઃ કોરોના કાળમાં આજથી કેરેબિયન પ્રીમિયર લીગ ટી20 ટૂર્નામેન્ટ શરૂ થઇ રહી છે. આ ટૂર્નામેન્ટ આઇપીએલ જેવી જ ટી20 ટૂર્નામેન્ટ છે. સીપીએલમાં આજની પહેલી મેચ રમાશે, ટ્રિનિબાગો નાઇટરાઇર્સનો સામનો અમેઝોન વૉરિયર્સ અને હાજની ચેમ્પિયન બારબાડોસ ટ્રિડેન્ટ્સની સેન્ટ કીટ્સ એન્ડ નેવિસ પેટ્રિયટ સામે થશે. ટૂર્નામેન્ટનુ આયોજન આજથી 10 સપ્ટેમ્બરની વચ્ચે બે સ્થાનો પર કરવામાં આવશે.
આમાંથી ત્રિનિદાદ અને ટોબેગોના ટરુબા સ્થિત બ્રાયન લારા ક્રિકેટ એકેડમીમાં 23 મેચ રમાશે, જેમાં સેમિફાઇનલ અને ફાઇનલ પણ સામેલ છે. બાકીની મેચો પોર્ટ ઓફ સ્પેનના ક્વિન્સ પાર્ક ઓવલમાં રમાશે. આ લીગ રમવા માટે માત્ર વેસ્ટ ઇન્ડિઝ જ નહીં પરંતુ વિદેશી ખેલાડીઓ પણ જશે.
ખાસ વાત છે કે, આ વખતે કેરેબિયન પ્રીમિયર લીગની મેચો ખાલી સ્ટેડિયમમાં રમાશે. ઇંગ્લેન્ડમાં જે રીતે ટેસ્ટ સીરીઝનુ આયોજન થઇ રહ્યુ છે. કંઇક આવીજ બાયૉ સિક્યૉર ફેસિલિટી તૈયાર કરવામાં આવી રહી છે અને ખેલાડીઓને આ ટૂર્નામેન્ટમાં ભાગ લેવા માટે કેટલાક નિયમોનુ પાલન કરવુ પડશે.
ઉલ્લેખનીય છે કે, દુનિયાભરમાં હાલ કોરોનાનો કેર યથાવત છે. છતાં ધીમે ધીમે જનજીવન ફરીથી શરૂ થઇ રહ્યું છે, રમત જગત પણ ધીમ ધીમે પાટા પર આવી રહ્યું છે. હાલ દુનિયાભરમાં મોટા ભાગના રમતોનો આયોજન બંધ છે, અને જ્યા રમતો શરૂ થઇ રહી છે ત્યાં મોટા પ્રમાણમાં સાવધાનીઓ રાખવામાં આવી રહી છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
દેશ
ખેતીવાડી
ટેકનોલોજી
Advertisement
gujarati.abplive.com
Opinion