શોધખોળ કરો
Advertisement
IPL 2020: રાજસ્થાન રોયલ્સને લાગ્યો મોટો ઝાટકો, આ સ્ટાર ખેલાડી રમશે કે નહીં તેને લઈને ચિત્ર સ્પષ્ટ નથી
રાજસ્થાન રોયલ્સની 13મી સીઝન માટે ઓસ્ટ્રેલિયાના નંબર વન ખેલાડી સ્ટીવ સ્મિથને કેપ્ટન બનાવ્યો છે.
IPL 2020: ઇન્ડિયન પ્રીમિયર લીગની 13મી સીઝનમાં રાજસ્તાન રોયલ્સને મોટો ઝાટકો લાગી શકે છે. ક્રિકેટ ઓસ્ટ્રેલિયાએ રાજસ્થાન રોયલ્સની મુશ્કેલીમાં વધારો કરતું નિવેદન આપ્યું છે. રાજસ્થાન રોયલ્સની 13મી સીઝન માટે ઓસ્ટ્રેલિયાના નંબર વન ખેલાડી સ્ટીવ સ્મિથને કેપ્ટન બનાવ્યો છે. પરંતુ ક્રિકેટ ઓસ્ટ્રેલિયાએ કહ્યું કે, સ્ટીવ સ્મિથની ફિટનેસને લઈને કોઈપણ પ્રકારની સમજૂતી નહીં કરવામાં આવે.
ક્રિકેટ ઓસ્ટ્રેલિયાએ કહ્યું કે, સ્ટીવ સ્મિથને માથામાં ઇજા થવાને કારણે પ્રોટોકોલનું પાલન કરી રહ્યા છે. આ પ્રોટોકલ સ્મિથના આઈપીએલમાં રમવા માટે મહત્ત્વપૂર્ણ છે. ક્રિકેટ ઓસ્ટ્રેલિયાએ તેની સાથે જ સ્પષ્ટતાં કરી છે કે તે આઈપીએલ ફ્રેન્ચાઈઝી રાજસ્થાન રોયલ્સના કેપ્ટનની ફિટનેસને લઈને કોઈપણ પ્રકારનું જોખમ લેવા નથી માગતા.
ઓસ્ટ્રેલિયાના બોર્ડે કહ્યું કે, તે સ્મિતને ક્રિકેટમાં વાપસી સુનિશ્ચિત કરવા માટે રોયલ્સની સાથે મળીને કામ કરી રહ્યા છે. સ્મિથનેપ્રેક્ટિસ દરમિયાન માથામાં ઇજા થવાને કારણે ઇંગ્લેન્ડ વિરૂદ્ધ વનડે સીરીઝમાં રમી શક્યો ન હતો.
ક્રિકેટ ઓસ્ટ્રેલિયાએ કહ્યું કે, ‘જ્યારે માથા પર ઇજા લાગવાથી થનારી અસરની વાત આવે છે તો ક્રિકેટ ઓસ્ટ્રેલિયાના કડક દિશાનિર્દેશો છે જેમ કે આપણે છેલ્લા 12 મહિનામાં જોયું અને અમે તેની સાથે સમજૂતી નહીં કરીએ.’
ઝડપથી ઠીક થઈ રહ્યા છે સ્મિથ
જોકે સ્મિથનું ઝડપથી રિકવર થવું એ રાજસ્થાન રોયલ્સ માટે સારા સંકેત છે. તેમણે કહ્યું કે, ‘સ્ટીવ સારી પ્રગતિ કરી રહ્યા છે અને રમતમાં વાપસી માટે કનકસન પ્રોટોકોલ દ્વારા અમારા ડોક્ટર્સ સ્મિથની સાથે જોડાયેલ છે. ’
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
બોલિવૂડ
દેશ
આઈપીએલ
Advertisement
gujarati.abplive.com
Opinion