ક્યારે, ક્યાં અને કઇ રીતે લાઇવ જોઇ શકશો ચેમ્પિયન્સ ટ્રૉફીની મેચો ? ભારતમાં કેટલા વાગે થશે શરૂ, જાણો ડિટેલ્સ
Champions Trophy 2025 Live Streaming Details: ૨૦૨૫ ચેમ્પિયન્સ ટ્રૉફીની મેચો ભારતીય સમય મુજબ બપોરે ૨.૩૦ વાગ્યે શરૂ થશે. મેચોનો ટોસ બપોરે 2 વાગ્યે થશે

Champions Trophy 2025 Live Streaming Details: ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC) લગભગ આઠ વર્ષ પછી ફરી એકવાર ચેમ્પિયન્સ ટ્રોફી ટૂર્નામેન્ટનું આયોજન કરી રહી છે. આ વૈશ્વિક ટુર્નામેન્ટનું આયોજન પાકિસ્તાનને મળ્યું છે. જોકે, ભારતીય ટીમ તેની મેચ દુબઈમાં રમશે. અહીં જાણો કે તમે ચેમ્પિયન્સ ટ્રોફીની બધી મેચો લાઈવ કેવી રીતે જોઈ શકો છો અને ભારતમાં મેચો કયા સમયે શરૂ થશે.
2025 ચેમ્પિયન્સ ટ્રોફી બુધવાર, 19 ફેબ્રુઆરીથી શરૂ થશે. ટુર્નામેન્ટની પહેલી મેચ યજમાન પાકિસ્તાન અને ન્યૂઝીલેન્ડ વચ્ચે રમાશે. ટીમ ઈન્ડિયા પોતાના અભિયાનની શરૂઆત બાંગ્લાદેશ સામેની મેચથી કરશે. ભારત અને બાંગ્લાદેશ વચ્ચેની મેચ 20 ફેબ્રુઆરીએ રમાશે. આ ટુર્નામેન્ટની ફાઇનલ 9 માર્ચે રમાશે.
ભારતમાં ચેમ્પિયન્સ ટ્રૉફીની મેચો કેટલા વાગ્યે શરૂ થશે ?
૨૦૨૫ ચેમ્પિયન્સ ટ્રૉફીની મેચો ભારતીય સમય મુજબ બપોરે ૨.૩૦ વાગ્યે શરૂ થશે. મેચોનો ટોસ બપોરે 2 વાગ્યે થશે.
ચેમ્પિયન્સ ટ્રૉફીની મેચ ક્યાં જોઈ શકાય છે ?
તમે સ્ટાર સ્પોર્ટ્સ નેટવર્ક ચેનલો પર ટીવી પર 2025 ચેમ્પિયન્સ ટ્રૉફીની બધી મેચો લાઇવ જોઈ શકશો. આ ઉપરાંત, મેચોનું લાઇવ સ્ટ્રીમિંગ JioHotstar પર થશે.
નોંધ- આ ઉપરાંત તમે ચેમ્પિયન્સ ટ્રૉફીની બધી મેચોનો સ્કોર અને મેચ સંબંધિત તમામ અપડેટ્સ ABP ન્યૂઝ વેબસાઇટ abplive.com પર પણ મેળવી શકશો.
2025 ચેમ્પિયન્સ ટ્રૉફીનો સંપૂર્ણ શિડ્યૂલ -
૧૯ ફેબ્રુઆરી - પાકિસ્તાન વિરુદ્ધ ન્યૂઝીલેન્ડ, નેશનલ સ્ટેડિયમ, કરાચી
20 ફેબ્રુઆરી- બાંગ્લાદેશ વિરુદ્ધ ભારત, દુબઈ ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમ, દુબઈ
૨૧ ફેબ્રુઆરી - અફઘાનિસ્તાન વિરૂદ્ધ દક્ષિણ આફ્રિકા, નેશનલ સ્ટેડિયમ, કરાચી
૨૨ ફેબ્રુઆરી- ઓસ્ટ્રેલિયા વિરૂદ્ધ ઇંગ્લેન્ડ, ગદ્દાફી સ્ટેડિયમ, લાહોર
૨૩ ફેબ્રુઆરી- પાકિસ્તાન વિરુદ્ધ ભારત, દુબઈ ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમ, દુબઈ
૨૪ ફેબ્રુઆરી- બાંગ્લાદેશ વિરુદ્ધ ન્યૂઝીલેન્ડ, રાવલપિંડી ક્રિકેટ સ્ટેડિયમ, રાવલપિંડી
૨૫ ફેબ્રુઆરી- ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ દક્ષિણ આફ્રિકા, રાવલપિંડી ક્રિકેટ સ્ટેડિયમ, રાવલપિંડી
૨૬ ફેબ્રુઆરી- અફઘાનિસ્તાન વિરૂદ્ધ ઇંગ્લેન્ડ, ગદ્દાફી સ્ટેડિયમ, લાહોર
૨૭ ફેબ્રુઆરી- પાકિસ્તાન વિરુદ્ધ બાંગ્લાદેશ, રાવલપિંડી ક્રિકેટ સ્ટેડિયમ, રાવલપિંડી
૨૮ ફેબ્રુઆરી- અફઘાનિસ્તાન વિરુદ્ધ ઓસ્ટ્રેલિયા, ગદ્દાફી સ્ટેડિયમ, લાહોર
૧ માર્ચ - દક્ષિણ આફ્રિકા વિરૂદ્ધ ઇંગ્લેન્ડ, નેશનલ સ્ટેડિયમ, કરાચી
૨ માર્ચ- ન્યુઝીલેન્ડ વિરૂદ્ધ ભારત, દુબઈ ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમ, દુબઈ
સેમિ-ફાઇનલ અને ફાઇનલ મેચો -
૪ માર્ચ - સેમિફાઇનલ ૧, દુબઈ ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમ, દુબઈ
૫ માર્ચ - સેમિફાઇનલ ૨, ગદ્દાફી સ્ટેડિયમ, લાહોર
૯ માર્ચ - ફાઇનલ - ગદ્દાફી સ્ટેડિયમ, લાહોર (જો ટીમ ઇન્ડિયા ફાઇનલમાં પહોંચે છે, તો સ્થળ દુબઈ હશે)
આ પણ વાંચો
Cricket: પાકિસ્તાનીની મોટી ભવિષ્યવાણી, બતાવી દીધું આ વખતે કઇ બે ટીમો ચેમ્પિયન્સ ટ્રૉફીની ફાઇનલ રમશે
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
