Bhavnagar news: ભાવનગરના ચાવડી ગેટ વિસ્તારમાં મારામારીના લાઈવ દ્રશ્યો આવ્યા સામે, Video Viral
ભાવનગર શહેરના ચાવડી ગેટથી કુંભારવાડા રેલવે ફાટક તરફ જવાના માર્ગ પર 10-15 લોકાઓ લાકડી-ધોકા વડે મારામારી કરતા હોય તેવો એક વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. વીડિયોમાં જોવા મળતી હિંસક ઘટનાને પગલે પોલીસે તાત્કાલિક તપાસ શરૂ કરી છે. હાલ સુધીમાં મારામારી પાછળનું કારણ જાણી શકાયું નથી, ભાવનગર પોલીસ દ્વારા વીડિયોમાં દેખાતા શખ્સોની ઓળખ કરે કાર્યવાહી હાથ ધરવામાં આવશે.
ભાવનગર શહેરના ચાવડી ગેટ વિસ્તારમાં મારામારીના બનાવનો લાઇવ વિડિયો સામે આવ્યો છે. લાઈવ વીડિયોમાં જોઈ શકાય છે કે અમુક ઈસમો ધોકા અને પાઇપ વડે એકબીજા ઉપર હુમલો કરી રહ્યા છે. છેલ્લા ઘણા સમયથી ભાવનગરમાં આવારા તત્વો ખુલ્લેઆમ જાહેર રોડ ઉપર મારામારીની ઘટનાને અંજામ આપે છે. પોલીસનો કોઈ ડર જ ન હોય તેમ બેફામ બની ગયા છે આવારા ઈસમો. લાઈવ ઘટનાનો વિડીયો સામે આવતા પોલીસ દ્વારા વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.





















