Cricketer : આદિપુરૂષને લઈ સેહવાગે કહ્યું - હવે ખબર પડી કે કટપ્પાને બાહુબલીકો ક્યોં મારા?
આ ફિલ્મને લઈને સેહવાગે પોતાની સ્ટાઈલમાં ફિલ્મ પર ટિપ્પણી કરતા ટ્વિટ કર્યું છે. રામાયણની વાર્તા પર આધારિત આ ફિલ્મ રિલીઝ થયા બાદથી સતત વિવાદોમાં રહી છે.
Virender Sehwag Reaction On Adipurush Movie: ફિલ્મ આદિપુરૂષ રિલિઝ થઈ તે પહેલાથી જ કોઈને કોઈ કારણોસર વિવાદોમાં સપડાતી રહે છે. ક્યારેક ફિલ્મ તેના પાત્રોને લઈને તો ક્યારેક તેના ડાયલોગ્સને લઈને ચર્ચાનો વિષય બનતી રહે છે. હવે આ મામલે પૂર્વ ક્રિકેટર અને ઝંઝાવાતી ઓપનર બેટ્સમેન વિરેંદ્ર સહેવાગે પોતાની પ્રતિક્રિયા આપી છે.
ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ ઓપનર બેટ્સમેન વીરેન્દ્ર સેહવાગે આદિપુરુષ ફિલ્મ જોયા બાદ સોશિયલ મીડિયા પર પોતાની પ્રતિક્રિયા આપી છે. આ ફિલ્મને લઈને સેહવાગે પોતાની સ્ટાઈલમાં ફિલ્મ પર ટિપ્પણી કરતા ટ્વિટ કર્યું છે. રામાયણની વાર્તા પર આધારિત આ ફિલ્મ રિલીઝ થયા બાદથી સતત વિવાદોમાં રહી છે. આ ફિલ્મમાં રામની ભૂમિકા સુપરસ્ટાર અભિનેતા પ્રભાસે ભજવી છે.
આ ફિલ્મ જોયા બાદ વીરેન્દ્ર સેહવાગે ટ્વીટ કર્યું હતું કે, આદિપુરુષ ફિલ્મ જોયા બાદ તેને ખબર પડી કે કટ્ટપ્પાને બાહુબલી કો ક્યોં મારા થા. સેહવાગનું આ ટ્વિટ ફેન્સમાં ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યું છે. આ ફિલ્મમાં ડાયલોગ્સમાં બદલાવ અને ઘણી ઘટનાઓને કારણે ફિલ્મ નિર્માતાઓ અને દિગ્દર્શકોને સતત ચાહકોની ટીકાઓનો સામનો કરવો પડી રહ્યો છે.
આદિપુરુષ ફિલ્મનું બજેટ લગભગ 600 કરોડ હતું. આ ફિલ્મનું નિર્દેશન ઓમ રાઉતે કર્યું છે. આ ફિલ્મમાં સીતાની ભૂમિકા અભિનેત્રી કૃતિ સેનન ભજવી રહી છે, જ્યારે સૈફ અલી ખાન રાવણના રોલમાં જોવા મળ્યો છે.
Adipurush dekhkar pata chala Katappa ne Bahubali ko kyun maara tha 😀
— Virender Sehwag (@virendersehwag) June 25, 2023
New Chief Selector: ટીમ ઇન્ડિયાના ચીફ સિલેક્ટર બનવાના રિપોર્ટ પર સહેવાગે તોડ્યું મૌન, જાણો શું આપ્યું મોટું નિવેદન?
હાલમાં ભારતીય ક્રિકેટ ટીમની પસંદગી સમિતિમાં એક પદ ખાલી છે. આ અંગે ટીમ ઈન્ડિયાના પૂર્વ ઓપનિંગ બેટ્સમેન વિરેન્દ્ર સહેવાગનું નામ છેલ્લા કેટલાક દિવસોથી ચર્ચાઇ રહ્યું છે. રિપોર્ટ્સ અનુસાર, બીસીસીઆઇએ મુખ્ય પસંદગીકાર બનાવવા માટે સહેવાગનો સંપર્ક કરવામાં આવ્યો હતો. હવે આ મામલે સહેવાગે મૌન તોડ્યું હતું.
ચેતન શર્માએ ફેબ્રુઆરી 2023માં મુખ્ય પસંદગીકારના પદ પરથી રાજીનામું આપ્યા બાદ ભારતીય ટીમની પસંદગી સમિતિમાં જગ્યા ખાલી છે. હવે BCCIએ આ પોસ્ટ ભરવા માટે અરજીઓ મંગાવવાનું શરૂ કર્યું છે. આ દરમિયાન સહેવાગે ટાઈમ્સ ઓફ ઈન્ડિયા સાથેની વાતચીતમાં આ પદ માટે અરજી કરી હોવાનો ઇનકાર કરી દીધો હતો. સહેવાગે તેને ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ દ્વારા મુખ્ય પસંદગીકારના પદ માટે કોઈ ઓફર કરવામાં આવી હોવાના અહેવાલોને ફગાવી દીધા હતા.
ચીફ સિલેક્ટરના પદ પરથી ચેતન શર્માના રાજીનામા બાદ પૂર્વ ભારતીય ખેલાડી શિવ સુંદર દાસ આ પદ સંભાળી રહ્યા છે. દાસ ઉપરાંત પસંદગી સમિતિના અન્ય સભ્યોમાં એસ સરથ, સુબ્રતો બેનર્જી અને સલિલ અંકોલા છે. ઉલ્લેખનીય છે કે, એક ટીવી ચેનલએ સ્ટીંગ ઓપરેશન જાહેર કરી દેતા ચેતન શર્માએ ટીમ ઈન્ડિયાના ચીફ સિલેક્ટર પદેથી રાજીનામુંં આપવું પડ્યું હતું. ત્યારથી આ પદ પર કોઈ કાયમી નિમણૂંક થઈ નથી.