શોધખોળ કરો

Mushir Khan Accident: ક્રિકેટર સરફરાઝ ખાનનો ભાઈ મુશીર ખાન કાર અકસ્માતમાં ઘાયલ, જાણો કેટલી ગંભીર છે ઈજા

Mushir Khan Accident: ટીમ ઈન્ડિયાના સ્ટાર ક્રિકેટર સરફરાઝ ખાનનો ભાઈ મુશીર ખાન રોડ અકસ્માતમાં ઘાયલ થયો છે. મુશીર ખાનની ગરદન પર ગંભીર ઈજા થઈ છે

Mushir Khan Accident: ટીમ ઈન્ડિયાના સ્ટાર ક્રિકેટર સરફરાઝ ખાનનો ભાઈ મુશીર ખાન રોડ અકસ્માતમાં ઘાયલ થયો છે. મુશીર ખાનની ગરદન પર ગંભીર ઈજા થઈ છે. મુશીર તેના પિતા નૌશાદ ખાન સાથે આઝમગઢથી લખનૌ જઈ રહ્યો હતો ત્યારે આ અકસ્માત થયો હતો. અકસ્માતનું કારણ હજુ સુધી સંપૂર્ણ રીતે સ્પષ્ટ થયું નથી. પરંતુ સૂત્રોનું કહેવું છે કે રોડ પર કાર 4-5 વખત પલટી ગઈ, જેના કારણે મુશીરને ગંભીર ઈજાઓ થઈ.

હવે મુશીર ઓછામાં ઓછા 6 અઠવાડિયા સુધી ક્રિકેટ એક્શનથી દૂર રહે તેવી શક્યતા છે. મુશીરને પરત ફરવામાં પણ 3 મહિનાનો સમય લાગી શકે છે. આ ઈજાના કારણે મુશીરનું ઈરાની ટ્રોફીમાંથી બહાર થવું નિશ્ચિત છે. સરફરાઝ ખાનનો પરિવાર મૂળ ઉત્તર પ્રદેશના આઝમગઢનો છે. તેમનું ગામ અહીંના સાગધી તાલુકામાં બાસુપાર છે.

 દુલીપ ટ્રોફીમાં મચાવી હતી ધમાલ

મુશીર ખાને દુલીપ ટ્રોફીમાં પોતાના બેટથી ધમાલ મચાવી હતી. પોતાની ડેબ્યૂ મેચમાં જ, મુશીરે ઈન્ડિયા-બી માટે ઈન્ડિયા-એ વિરુદ્ધ 181 રનની ઈનિંગ રમી હતી. આ સમયગાળા દરમિયાન, તેણે 373 બોલનો સામનો કર્યો અને 16 ચોગ્ગા ઉપરાંત 5 છગ્ગા ફટકાર્યા. દુલીપ ટ્રોફીમાં પદાર્પણ વખતે ટીનેજર (20 વર્ષથી ઓછી ઉંમરના) દ્વારા આ ત્રીજો સૌથી વધુ સ્કોર હતો.

મુશીરે માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકરને પણ પાછળ છોડી દીધો હતો, જેણે 1991માં તેની દુલીપ ટ્રોફી ડેબ્યૂમાં 159 રન બનાવ્યા હતા. આ મામલે બાબા અપરાજિત ટોપ પર છે, જેમણે દુલીપ ટ્રોફીમાં ડેબ્યૂમાં 212 રન બનાવ્યા હતા. બીજા સ્થાને યશ ધૂલ છે, જેણે 193 રન બનાવ્યા હતા.

મુશીર ખાને અંડર-19 વર્લ્ડ કપમાં પણ ધમાલ મચાવી હતી

7 મેચમાં તેણે 60ની એવરેજથી 360 રન બનાવ્યા. આ સાથે જ તેણે 7 વિકેટ પણ લીધી હતી. 19 વર્ષના મુશીરને ભવિષ્યનો મોટો ભારતીય સ્ટાર માનવામાં આવે છે. મુશીર આવનારા સમયમાં ઓલરાઉન્ડરની ભૂમિકામાં ફિટ થઈ શકે છે. મુશીર ખાન મુંબઈ માટે સ્થાનિક ક્રિકેટ રમે છે. મુશીરે અત્યાર સુધી 9 ફર્સ્ટ ક્લાસ મેચોમાં 51.14ની એવરેજથી 716 રન બનાવ્યા છે, જેમાં 3 સદી અને 1 અડધી સદી સામેલ છે. મુશીરનો સર્વશ્રેષ્ઠ સ્કોર 203 રન અણનમ રહ્યો છે. મુશીરે બોલ સાથે પણ કમાલ કરી છે અને કુલ 8 વિકેટ લીધી છે. મુશીરનો મોટો ભાઈ સરફરાઝ બાંગ્લાદેશ સામે ચાલી રહેલી કાનપુર ટેસ્ટમાં ટીમ ઈન્ડિયાનો એક ભાગ છે, જોકે તેને પ્લેઈંગ-11માં સામેલ કરવામાં આવ્યો ન હતો.

આ પણ વાંચો...

Cricket: ક્રિકેટને મળ્યો બીજો 'બ્રેડમેન', 75 વર્ષ પછી થયું ઈતિહાસનું પુનરાવર્તન

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

મહારાષ્ટ્રમાં પરિણામો પહેલા BJPને ઝટકો, ઉદ્ધવ જૂથમાં જોડાયા આ દિગ્ગજ નેતા
મહારાષ્ટ્રમાં પરિણામો પહેલા BJPને ઝટકો, ઉદ્ધવ જૂથમાં જોડાયા આ દિગ્ગજ નેતા
IND vs AUS 1st Test: જસપ્રીત બુમરાહે એકલા જ તોડી નાખી કાંગારુઓની કમર, આવું કરનારા બન્યો વિશ્વનો બીજો બોલર
જસપ્રીત બુમરાહે એકલા જ તોડી નાખી કાંગારુઓની કમર, આવું કરનારા બન્યો વિશ્વનો બીજો બોલર
મહારાષ્ટ્રમાં કોણ બનશે મુખ્યમંત્રી? જાણો સટ્ટા બજારની યાદીમાં કોણ છે નંબર 1
મહારાષ્ટ્રમાં કોણ બનશે મુખ્યમંત્રી? જાણો સટ્ટા બજારની યાદીમાં કોણ છે નંબર 1
બધા એક્ઝિટ પોલ ખોટા પડશે? મહારાષ્ટ્ર ઝારખંડ પર ફલોદી સટ્ટા બજારની લેટેસ્ટ કિંમતે સૌને આશ્ચર્યચકિત કર્યા, જાણો યુપી રાજસ્થાનના આંકડા શું કહે છે
બધા એક્ઝિટ પોલ ખોટા પડશે? મહારાષ્ટ્ર ઝારખંડ પર ફલોદી સટ્ટા બજારની લેટેસ્ટ કિંમતે સૌને આશ્ચર્યચકિત કર્યા
Advertisement
ABP Premium

વિડિઓઝ

Valsad Rape and Murder Case : વલસાડમાં યુવતીની બળાત્કાર બાદ હત્યાના કેસમાં સૌથી મોટો ખુલાસોShare Market News : ભારતીય શેરબજારમાં શાનદાર તેજી, સેન્સેક્સમાં 1700 પોઇન્ટનો ઉછાળોKarjan Farmers :  ડિજિટલ કાર્ડ માટે આધાર કાર્ડ રજિસ્ટ્રશન કરાવવામાં સર્વર વિલન, ખેડૂતોએ શું કરી માંગ?Chintan Shibir Gujarat 2024 : સોમનાથમાં ગુજરાત સરકારની ચિંતન શિબિરનો બીજો દિવસ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
મહારાષ્ટ્રમાં પરિણામો પહેલા BJPને ઝટકો, ઉદ્ધવ જૂથમાં જોડાયા આ દિગ્ગજ નેતા
મહારાષ્ટ્રમાં પરિણામો પહેલા BJPને ઝટકો, ઉદ્ધવ જૂથમાં જોડાયા આ દિગ્ગજ નેતા
IND vs AUS 1st Test: જસપ્રીત બુમરાહે એકલા જ તોડી નાખી કાંગારુઓની કમર, આવું કરનારા બન્યો વિશ્વનો બીજો બોલર
જસપ્રીત બુમરાહે એકલા જ તોડી નાખી કાંગારુઓની કમર, આવું કરનારા બન્યો વિશ્વનો બીજો બોલર
મહારાષ્ટ્રમાં કોણ બનશે મુખ્યમંત્રી? જાણો સટ્ટા બજારની યાદીમાં કોણ છે નંબર 1
મહારાષ્ટ્રમાં કોણ બનશે મુખ્યમંત્રી? જાણો સટ્ટા બજારની યાદીમાં કોણ છે નંબર 1
બધા એક્ઝિટ પોલ ખોટા પડશે? મહારાષ્ટ્ર ઝારખંડ પર ફલોદી સટ્ટા બજારની લેટેસ્ટ કિંમતે સૌને આશ્ચર્યચકિત કર્યા, જાણો યુપી રાજસ્થાનના આંકડા શું કહે છે
બધા એક્ઝિટ પોલ ખોટા પડશે? મહારાષ્ટ્ર ઝારખંડ પર ફલોદી સટ્ટા બજારની લેટેસ્ટ કિંમતે સૌને આશ્ચર્યચકિત કર્યા
IND vs AUS 1st Test: પર્થ ટેસ્ટમાં બોલરોનો જોવા મળ્યો દબદબો, એક દિવસમાં પડી 17 વિકેટ 
IND vs AUS 1st Test: પર્થ ટેસ્ટમાં બોલરોનો જોવા મળ્યો દબદબો, એક દિવસમાં પડી 17 વિકેટ 
રેશન કાર્ડની ઈ KYCના નામે થઈ રહી છે છેતરપિંડી, આ રીતે બચો
રેશન કાર્ડની ઈ KYCના નામે થઈ રહી છે છેતરપિંડી, આ રીતે બચો
Maharashtra: ચૂંટણી પરિણામ બાદ કોને સમર્થન આપશે VBA, પ્રકાશ આંબેડકરે કર્યો ખુલાસો 
Maharashtra: ચૂંટણી પરિણામ બાદ કોને સમર્થન આપશે VBA, પ્રકાશ આંબેડકરે કર્યો ખુલાસો 
70+ વર્ષના સિનિયર સિટિઝન આ દસ્તાવેજ વગર Ayushman Bharat યોજના માટે અરજી નહીં કરી શકે, જાણો વિગતો
70+ વર્ષના સિનિયર સિટિઝન આ દસ્તાવેજ વગર Ayushman Bharat યોજના માટે અરજી નહીં કરી શકે
Embed widget