શોધખોળ કરો
Advertisement
ઓસ્ટ્રેલિયા સામે રમી રહેલા કયા ભારતીય ખેલાડીનો પરિવાર ખેડૂત આંદોલનમાં જોડાયા, જાણો વિગતે
શુભમન ગીલનો પરિવાર જલાલાબાદની નજીક ખેરે વાળા ગામમાં રહે છે, અને આખો પરિવાર ખેતી કરે છે. ઉલ્લેખનીય છે કે શુભમન ગીલને ત્રીજી વનડેમાં મયંક અગ્રવાલની જગ્યાએ ઓપનિંગની જવાબદાર સોંપવામાં આવી હતી, જેમાં તેને 33 રન બનાવ્યા હતા
નવી દિલ્હીઃ દેશની રાજધાની દિલ્હીમાં અત્યારે ખેડૂત આંદોલન ચાલી રહ્યું છે. પંજાબ-હરિયાણા સહિત દેશના અન્ય રાજ્યોના ખેડૂતો કેન્દ્ર સરકાર સામે કૃષિ બિલને લઇને વિરોધ કરી રહી છે. આ બધાની વચ્ચે સમાચાર છે કે ભારતીય ટીમના ઓપનર બેટ્સમેન શુભમન ગીલના પિતા અને પરિવારે પણ ખેડૂત આંદોલનમાં ખેડૂતોનો સપોર્ટ કર્યો છે. ખાસ વાત છે કે શુભમન ગીલના પરિવારના કેટલાક સભ્યો ખેડૂતોના સમર્થનમાં સિંધુ બોર્ડર પર પહોંચ્યા છે.
શુભમન ગીલનો પરિવાર જલાલાબાદની નજીક ખેરે વાળા ગામમાં રહે છે, અને આખો પરિવાર ખેતી કરે છે. ઉલ્લેખનીય છે કે શુભમન ગીલને ત્રીજી વનડેમાં મયંક અગ્રવાલની જગ્યાએ ઓપનિંગની જવાબદાર સોંપવામાં આવી હતી, જેમાં તેને 33 રન બનાવ્યા હતા.
21 વર્ષીય શુભમન ગીલના પિતાનુ નામ લખવિન્દર સિંહ ગીલ છે, તે કહે છે કે તેમના પિતા દીદાર સિંહ પણ નવા કૃષિ બોલના વિરોધમાં આંદોલનમાં જોડાયા છે, તેઓ ભાગ લેવા માટે જવાના હતા, પરંતુ અમે તેમને રોક્યા છે. લખવિન્દર સિંહે કહ્યું શુભમન ગીલ પણ જાણે છે કે આ આંદોલન ખેડૂતો માટે કેટલુ મહત્વપૂર્ણ છે.
(પ્રતિકાત્મક તસવીર)
લખવિન્દર સિંહ કહે છે કે શુભમન ગીલે મોટાભાગનો સમય ગામમાં જ પસાર કર્યો છે. તેને તેના પિતા, દાદા અને કાકાને ખેતરમાં કામ કરતા જોયા છે. તેને પણ ખેતી કરી છે, તે જાણે છે કે આ આંદોલન ખેડૂતો માટે કેમ જરૂરી છે.
તેમને આગળ કહ્યું- મોહાલીમાં શિફ્ટ થયા પહેલા શુભમન ગીલ 9 વર્ષ સુધી ગામમાં જ રહ્યો છે. તે ગામડા સાથે જોડાયેલો છે, અને તેન ખેતરોમાં પણ ક્રિકેટ રમી છે. તેને પણ ખેતીમાં રસ છે. જો તે ક્રિકેટર ના બનતો તો ખેતી જ કરતો, અને ક્રિકેટ કેરિયર બાદ તે ફરીથી ખેતી કરશે.
(પ્રતિકાત્મક તસવીર)
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ક્રિકેટ
દેશ
બોલિવૂડ
Advertisement