શોધખોળ કરો
Advertisement
CSKએ રૈના અને હરભજનની IPLમાંથી હટવાને લઈને તોડ્યું મૌન, કેપ્ટન ધોની વિશે કર્યો આ દાવો
સીએસકેએ હજુ સુધી આ ખેલાડીઓના રિપ્લેસમેન્ટની કોઈ જાહેરાત કરી નથી.
નવી દિલ્હીઃ કોરોના વાયરસના કહેરની વચ્ચે આઈપીએલની 13મી સીઝનની શરૂઆત યૂએઈમાં 19 સપ્ટેમ્બરથી થવા જઈ રહી છે. પરંતુ આઇપીએલની સૌથી સફળ ટીમમાંથી એક ચેન્નઈ સુપર કિંગ્સના બે દિગ્ગજ ખેલાડીઓ હરભજન સિંહ અને સુરેશ રૈનાએ 13મી સીઝનમાં રમવાની ના પાડી દીધી છે. પરંતુ સીએસકેને પોતાના કેપ્ટન ધોની પર પૂરો ભરોસો છે. ટીમને આશા વ્યક્ત કરી છે કે ધોની બધું સંભાળી લેશે.
સુરેશ રૈના અને હરભજન સિંહએ વિતેલા સપ્તાહે 13મી સીઝનમાંથી ખુદને અલગ કરી લીધા હતા. સીએસકેએ પ્રથમ વખત આ મામલે મૌન તોડ્યું છે. સીએસકે તરફથી આપવામાં આવેલ એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, “ઓલ ઈઝ બેલ, ધોની સબ સંભાલ લેગા.”
કોરોના વાયરસના કારણે અલગ થયો રૈના
સુરેશ રૈના અને તેનો પરિવાર સીએસકેની સાથે દુબઈ પહોંચી ગયો હતો. પરંતુ ટીમમાં કોરોનાના 13 કેસ આવ્યા બાદ રૈનાએ આ સીઝનમાં ન રમવાનો નિર્ણય કર્યો અને ભારત પર ફર્યો હતો. રેનાનું કહેવું છે કે તે પોતાના પરિવારની સાથે કોઈપણ પ્રકારનું જોખમ લેવા નથી માગતો.
જોકે રૈના અને ટીમ મેનેજમેન્ટની વચ્ચે વિવાદના અહેવાલ પણ સામે આવ્યા હતા. પરંતુ બાદમાં સીએસકેના માલિક શ્રીનિવાસને કહ્યું કે, બન્ને વચ્ચે સમજવામાં ભૂલ થઈ હતી અને તેઓ પૂરી રીતે રૈના સાથે ઉભા છે.
જ્યારે હરભજન સિંહ ટીમ સાથે દુબઈ પહોંચ્યા ન હતા. હરભજન સિંહ થોડા સમય બાદ ટીમ સાથે જોડાવવાની શક્યતા હતી. પરંતુ સ્ટાર ખેલાડીએ વ્યક્તિગત કારણઓસર આ સીઝનમાં ન રમવાનો નિર્ણય કર્યો હતો.
જોકે સીએસકેએ હજુ સુધી આ ખેલાડીઓના રિપ્લેસમેન્ટની કોઈ જાહેરાત કરી નથી. રૈના તો ટીમની સાથે ફરી જોડવાના સંકેત આપી ચૂક્યા છે. પરંતુ સીએસકેએ તેના વગર પણ પોતાના કેપ્ટન પર પૂરો ભરોસો વ્યક્ત કર્યો છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ગુજરાત
બિઝનેસ
ગુજરાત
Advertisement
gujarati.abplive.com
Opinion