શોધખોળ કરો
Advertisement
આઇપીએલમાં ફાઇનલમાં પહોંચવા છતાં સહેવાગે દિલ્હી કેપિટલ્સને કરી ટ્રૉલ, જાણો શું વાયરલ કર્યુ મીમ
દિલ્હીના ફેન્સ આને લઇને દિલ્હીને શુભેચ્છાઓ આપી રહ્યાં છે, ત્યારે ટીમ ઇન્ડિયાના પૂર્વ ઓપનર વિરેન્દ્ર સહેવાગે દિલ્હીને ટ્રૉલ કરી છે. સહેવાગે દિલ્હીને ખાસ અંદાજમાં ફાઇનલમાં પહોંચવાની શુભેચ્છાઓ આપી છે
નવી દિલ્હીઃ આઇપીએલ 13ની ફાઇનલમાં દિલ્હી કેપિટલ્સની ટીમ પહોંચી ગઇ, રવિવાર રમેયાલી મેચમાં હૈદરબાદને 17 રને હાર આપીને દિલ્હી પ્રથમવાર આઇપીએલ ફાઇનલમાં પહોંચી છે. દિલ્હીના ફેન્સ આને લઇને દિલ્હીને શુભેચ્છાઓ આપી રહ્યાં છે, ત્યારે ટીમ ઇન્ડિયાના પૂર્વ ઓપનર વિરેન્દ્ર સહેવાગે દિલ્હીને ટ્રૉલ કરી છે. સહેવાગે દિલ્હીને ખાસ અંદાજમાં ફાઇનલમાં પહોંચવાની શુભેચ્છાઓ આપી છે.
વિરેન્દ્ર સહેવાગે દિલ્હીની ટીમને અભિનંદન આપતા સલમાન ખાનનુ મીમ શેર કર્યુ છે. સહેવેગા કહ્યું- દિલ્હીને ફાઇનલમાં પહોંચવાની શુભેચ્છા, હાલની 8 ટીમોમાંથી દિલ્હી જ એવી છે જેને અત્યાર સુધી ફાઇનલ મેચ નથી રમી, પરંતુ વર્ષ 2020નુ વર્ષ આપણે હજુ ઘણુબધુ બતાવશે.
સહેવાગ દ્વારા ટ્વીટની સાથે શેર કરવામાં આવેલુ મીમ સોશ્યલ મીડિયા પર પણ જબરદસ્ત વાયરલ થઇ રહ્યું છે. દિલ્હી કેપિટલ્સના એકાઉન્ટ પરથી પણ આ મીમને શેર કરવામાં આવ્યુ છે. દિલ્હી કેપિટલ્સે લખ્યું- એસા પહેલી વાર હુઆ હૈ 12, 13 સાલો મે.
નોંધનીય છે કે દિલ્હી કેપિટલ્સનો આ સિઝનમાં આઇપીએલમાં શાનદાર સફર રહ્યો. શરૂઆતથી દિલ્હીની ટીમે જબદસ્ત પરફોર્મન્સ આપ્યુ. પરંતુ પ્રથમ ક્વૉલિફાયરમાં મુંબઇ ઇન્ડિયન્સ સામે મળેલી હાર બાદ દિલ્હી ટીમ સવાલોના ઘેરામાં આવી ગઇ હતી. પરંતુ બાદમાં હૈદરાબાદ સામે શાનદાર વાપસી કરી લીધી.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
ક્રિકેટ
ક્રિકેટ
Advertisement