શોધખોળ કરો
Advertisement
ધોનીએ કહ્યું- રાફેલ વધારશે વાયુસેનાની તાકાત, પરંતુ સુખોઈ આજે પણ મારું ફેવરિટ વિમાન
ગુરુવારે અંબાલા એરબેસ પર થયેલ એક કાર્યક્રમમાં આ વિમાનને વાયુસેનામાં સામેલ કરવામાં આવ્યું.
નવી દિલ્હીઃ દેશની વાયુસેનામાં ફ્રાન્સથી ખરીદવામાં આવેલ લડાકુ વિમાન રાફેલને સામેલ કરવામાં આવ્યું છે. તેમાં પ્રથમ ફેઝમાં મળેલ 5 વિમાન સામેલ છે. રાફેલના વાયુસેના પર સામેલ થવા પર ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીએ ખુશી જાહેર વ્યક્ત કરતાં ટ્વીટ કર્યું છે.
ધોનીએ પોતાના ટ્વીટમાં કહ્યું છે કે, “વાયુસેનામાં 17 સ્ક્વાડ્રન (ગોલ્ડન એરોજ)માં રામેલને સામેલ થવા પર અભિનંદ અને આશા કરીએ છીએ કે રાફેલ, મિરાજ-200ને પણ પોતાની સર્વિસથી પાછળ છોડી દેશે. પરંતુ સુખોઈ 30એમકેઆઈ હજુ પણ મારું ફેવરિટ વિમાન છે. જવાનોને પણ હવે ડોગફાઇટ માટે નવો ટાર્ગેટ મળી ગયો છે.”
ઉપરાંત સાથે જ ધોનીએ એક અન્ય ટ્વીટમાં ભારતીય પાયલોટને સારા પાયલોટ ગણાવતા કહ્યું કે, વિશ્વનું શાનદાર વિમાન, શાનદાર પાયલોટના હાથમાં આવી ગયું છે. તેનાથી વાયુસેનાની તાકાતમાં વધારો થશે.
નોંધનીય છે કે, ગુરુવારે અંબાલા એરબેસ પર થયેલ એક કાર્યક્રમમાં આ વિમાનને વાયુસેનામાં સામેલ કરવામાં આવ્યું. આ અવસર પર રક્ષામંત્રી રાજનાથ સિંહની સાથે ફ્રાન્સના રક્ષામંત્રી પણ હાજર હતા. મહેન્દ્ર સિંહ ધોની, ભારતીય સેનામાં માનદ લેફ્ટીનેન્ટ છે અને તેણે સેના સાથે ખાસ લાગણી રહી છે. વિતેલા વર્ષે વર્લ્ડકપ બાદ ધોની કેટલોક સમય સેના સાથે પણ રહ્યા હતા. હાલમાં તે આઈપીએલની 13મી સીઝન માટે યૂએઈમાં છે.Wishing The Glorious 17 Squadron(Golden Arrows) all the very best and for all of us hope the Rafale beats the service record of the Mirage 2000 but Su30MKI remains my fav and the boys get new target to dogfight with and wait for BVR engagement till their upgrade to Super Sukhoi
— Mahendra Singh Dhoni (@msdhoni) September 10, 2020
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ક્રિકેટ
બોલિવૂડ
દેશ
Advertisement