Diwali 2024: મુકેશ અંબાણીની દિવાળી ઓફર! હવે 700 રૂપિયાથી ઓછી કિંમતમાં મળશે 4G ફોન,જાણો વિગતે
Mukesh Ambani Reliance Jio Diwali Offer: દેશમાં દિવાળીનો તહેવાર થોડા જ દિવસોમાં આવી રહ્યો છે. આવી સ્થિતિમાં, મોટાભાગની કંપનીઓ તેમના ગ્રાહકોને વિવિધ પ્રકારની ઓફરો આપી રહી છે.
Mukesh Ambani Reliance Jio Diwali Offer: દેશમાં દિવાળી (Diwali 2024) નો તહેવાર થોડા જ દિવસોમાં આવી રહ્યો છે. આવી સ્થિતિમાં, મોટાભાગની કંપનીઓ તેમના ગ્રાહકોને વિવિધ પ્રકારની ઓફરો આપી રહી છે. આ શ્રેણીમાં રિલાયન્સ જિયો (Reliance Jio)ના માલિક મુકેશ અંબાણી(Mukesh Ambani)એ પણ લોકો માટે એક શાનદાર દિવાળી ધમાકા ઓફર રજૂ કરી છે, જેના દ્વારા લોકો હવે Jioનો 4G ફોન 700 રૂપિયાથી ઓછી કિંમતમાં ખરીદી શકશે. આવો આ ઓફરની સંપૂર્ણ વિગતો જાણીએ.
રિલાયન્સ જિયો (Reliance Jio) ની દિવાળી ઓફર
તમારી જાણકારી માટે તમને જણાવી દઈએ કે દિવાળી પર રિલાયન્સ જિયો (Reliance Jio) તેના જીયો ભારત (JioBharat) ફોન પર 30 ટકા ડિસ્કાઉન્ટ ઓફર કરી રહી છે. આ પછી હવે 999 રૂપિયાનો જીયો ભારત (JioBharat) ફોન માત્ર 699 રૂપિયામાં ખરીદી શકાશે. આ સાથે જીયો ભારત (JioBharat) ફોન પણ 123 રૂપિયામાં રિચાર્જ કરી શકાય છે. આ રિચાર્જમાં યુઝર્સને અનલિમિટેડ ફ્રી વોઈસ કોલની સાથે 14 જીબી ડેટા પણ આપવામાં આવે છે. આ એક માસિક રિચાર્જ પ્લાન છે.
એરટેલ અને વોડાફોન કરતા સસ્તું રિચાર્જ
તમને જણાવી દઈએ કે રિલાયન્સ જિયો (Reliance Jio) નો 123 રૂપિયાનો રિચાર્જ પ્લાન એરટેલ અને વોડાફોનના રિચાર્જ પ્લાન કરતાં લગભગ 40 ટકા સસ્તો છે. Reliance Jio ના આ ફોન સાથે તમને 2G થી 4G માં શિફ્ટ થવાની તક મળી રહી છે. નોંધનિય છે કે, થોડા સમય પહેલા રિચાર્જમાં ઘણો વધારો કરવામાં આવ્યો હતો. એવામાં આ 123 રુપિયાનું રિચાર્જ ઘણુ ફાયદાકારક સાબિત થઈ શકે છે.
ફોનમાં બેસ્ટ ફીચર્સ
હવે આ ફોનના ફીચર્સ વિશે વાત કરીએ તો ફોનમાં 455થી વધુ લાઈવ ટીવી ચેનલો જોઈ શકાશે. આ સિવાય ફોનમાં મૂવી પ્રીમિયર અને નવી મૂવીઝ, વીડિયો શો, લાઈવ સ્પોર્ટ્સ પ્રોગ્રામ, ડિજિટલ પેમેન્ટ (Digital Payment) જેવી સુવિધાઓ ઉપલબ્ધ છે. સાથે જ તમને ફોનમાં QR કોડ સ્કેન કરવાની સુવિધા પણ મળે છે. એટલું જ નહીં, આ ફોન જીયોપે (JioPay) અને જીયોચેટ (JioChat) જેવી પ્રીલોડેડ એપ્સને પણ સપોર્ટ કરે છે. તમને જણાવી દઈએ કે તમે આ વિશ્વસનીય Jio ફોનને સ્ટોર તેમજ JioMart અને ઈ-કોમર્સ સાઈટ Amazon પરથી સરળતાથી ખરીદી શકો છો.
આ પણ વાંચો...