શોધખોળ કરો

IND vs NZ, 1st Test: ન્યૂઝીલેન્ડ તરફથી ડેબ્યુ કરનારા રચિનનું નામ ભારતના ક્યા બે મહાન બેટ્સમેન પરથી પાડ્યું છે ?

IND vs NZ, 1st Test Day 1: ન્યૂઝીલેન્ડ તરફથી આ ટેસ્ટમાં રચિન રવિન્દ્રએ ટેસ્ટ ડેબ્યુ કર્યુ છે.

IND vs NZ, 1st Test: કાનપુરમાં રમાઈ રહેલી ભારત-ન્યૂઝીલેન્ડ વચ્ચે પ્રથમ ટેસ્ટમાં ટીમ ઈન્ડિયા તરફથી શ્રેયસ અય્યર અને ન્યૂઝીલેન્ડ તરફથી રચિન રવિન્દ્રએ ડેબ્યુ કર્યું છે. ભારતીય મૂળનો આ ખેલાડી ડાબોડી સ્પિનર છે. તેને ન્યૂઝીલેન્ડ ક્રિકેટનો ભાવિ સ્ટાર સ્પિનર માનવામાં આવે છે. તેનું નામ ભારતના પૂર્વ સ્ટાર ક્રિકેટર સચિન તેંડુલકર અને વર્તમાન કોચ રાહુલ દ્રવિડના નામ પરથી પાડવામાં આવ્યું છે.

રચિનના પિતા રવિ કૃષ્ણામૂર્તિ તેના સંતાનોને ક્રિકેટર બનાવવા માંગતા હતા. પહેલા પુત્રીને ક્રિકેટમાં લાવવાની કોશિશ કરી પણ તે નિષ્ફળ રહી. બાદમાં રચિનને ક્રિકેટમાં રસ લેતો કર્યો. રવિ કૃષ્ણામૂર્તિ કર્ણાટકના રહેવાસી છે અને તેઓ પણ ઘરેલુ ક્રિકેટ રમતા હતા. તેઓ ક્લબ લેવલે જવગલ શ્રીનાથ અને અરૂણકુમાર જેવા ક્રિકેટરો સાથે રમ્યા હતા. બાદમાં સોફ્ટવેર સિસ્ટમ આર્કિટેક્ટ બન્યા બાદ ન્યૂઝીલેન્ડ સ્થાયી થયા. તેઓ ન્યૂઝીલેન્ડમાં ક્રિકેટ ક્લબ ચલાવે છે અને ત્યાંના યુવા ક્રિકેટરોને ભારત પ્રવાસે લઈને વે છે. બાદમાં બેંગ્લોર, ચેન્ઈ, હૈદરાબાદ જેવી જગ્યાએ રમાડે છે. રચિન પણ આ ટીમનો હિસ્સો રહ્યો છે.

કયા બે ભારતીય ક્રિકેટરના નામ પરથી રાખવામાં આવ્યું છે નામ

રચિને ન્યૂઝીલેન્ડ તરફથી 2016 અને 2018માં અંડર-19 વર્લ્ડકપમાં હિસ્સો લીધો છે. પોતાની ફિરકી બોલિંગની સાથે ઉપયોગી બેટિંગથી તેણે પ્રભાવિત કર્યા છે. રચિનના નામની કહાની પણ અનોખી છે. તેની શરૂઆત સચિન તેંડુલકર અને રાહુલ દ્રવિડના નામના અક્ષરોથી મળીને થાય છે. રાહુલમાંથી Ra અને સચિનમાંથી Chin લઈને Rachin નામ રાખવામાં આવ્યું છે. જોકે આ તે આ બંનેની જેમ જમણેરી બેટ્સમેન નથી.

રચિન રવિન્દ્ર ફર્સ્ટ ક્લાસ સીઝનની સતત ત્રણ મેચમાં ખાતું ખોલ્યા વગર ઝીરો પર આઉટ થયો હતો. પરંતુ તે બાદ જોરદાર વાપસી કરી અને રન બનાવ્યા હતા. અત્યાર સુધીમાં લિસ્ટ 12 એ મેચમાં 316 રન બનાવ્યા છે અને 8 વિકેટ લીધી છે. 28 ફર્સ્ટ ક્લાસ મેચમાં ત્રણ સદીની મદદથી 1595 રન અને 25 વિકેટ ઝડપી છે.

આ પણ વાંચોઃ IND vs NZ 1st Test: શ્રેયસ અય્યરને ભારતના કયા મહાન ક્રિકેટરે આપી ટેસ્ટ કેપ ? જુઓ વીડિયો

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

રાજકોટના ડેપ્યુટી મેયર  અને તેના ભાઇ પર ચાકૂથી હુમલો, બંને સારવાર હેઠળ
રાજકોટના ડેપ્યુટી મેયર અને તેના ભાઇ પર ચાકૂથી હુમલો, બંને સારવાર હેઠળ
Gold Price: સાત દિવસમાં 3710 રૂપિયા સસ્તુ થયું સોનું, હવે ફક્ત આટલા રૂપિયામાં ખરીદી શકશો 10 ગ્રામ
Gold Price: સાત દિવસમાં 3710 રૂપિયા સસ્તુ થયું સોનું, હવે ફક્ત આટલા રૂપિયામાં ખરીદી શકશો 10 ગ્રામ
Suryakumar Yadav: સૂર્યકુમાર યાદવને ન મળ્યું ટીમમાં સ્થાન, પૃથ્વી શૉની વાપસી, આ ટીમની જાહેરાત
Suryakumar Yadav: સૂર્યકુમાર યાદવને ન મળ્યું ટીમમાં સ્થાન, પૃથ્વી શૉની વાપસી, આ ટીમની જાહેરાત
Unlucky Moles on Body: સાવધાન આ 6 અંગમાં તલ, નોતરે છે દુર્ભાગ્ય,નથી માનતો શુભ
Unlucky Moles on Body: સાવધાન આ 6 અંગમાં તલ, નોતરે છે દુર્ભાગ્ય,નથી માનતો શુભ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Rajkot Deputy Mayor : રાજકોટના ડે.મેયર નરેન્દ્રસિંહ જાડેજા અને તેમના ભાઈ પર જીવલેણ હુમલો, જુઓ અહેવાલKhambhat Protest : ખંભાતમાં ધાર્મિક ગ્રંથના અપમાનને લઈ મુસ્લિમોમાં ભારે રોષ, પોલીસ સ્ટેશનનો ઘેરાવPatan Medical Collage Ragging Case : ધારપુર મેડિકલ કોલેજમાં વિદ્યાર્થીનું મોત, 15 વિદ્યાર્થી સસ્પેન્ડHun To Bolish : હું તો બોલીશ : ટપોરીઓ બનશે ડૉક્ટર?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
રાજકોટના ડેપ્યુટી મેયર  અને તેના ભાઇ પર ચાકૂથી હુમલો, બંને સારવાર હેઠળ
રાજકોટના ડેપ્યુટી મેયર અને તેના ભાઇ પર ચાકૂથી હુમલો, બંને સારવાર હેઠળ
Gold Price: સાત દિવસમાં 3710 રૂપિયા સસ્તુ થયું સોનું, હવે ફક્ત આટલા રૂપિયામાં ખરીદી શકશો 10 ગ્રામ
Gold Price: સાત દિવસમાં 3710 રૂપિયા સસ્તુ થયું સોનું, હવે ફક્ત આટલા રૂપિયામાં ખરીદી શકશો 10 ગ્રામ
Suryakumar Yadav: સૂર્યકુમાર યાદવને ન મળ્યું ટીમમાં સ્થાન, પૃથ્વી શૉની વાપસી, આ ટીમની જાહેરાત
Suryakumar Yadav: સૂર્યકુમાર યાદવને ન મળ્યું ટીમમાં સ્થાન, પૃથ્વી શૉની વાપસી, આ ટીમની જાહેરાત
Unlucky Moles on Body: સાવધાન આ 6 અંગમાં તલ, નોતરે છે દુર્ભાગ્ય,નથી માનતો શુભ
Unlucky Moles on Body: સાવધાન આ 6 અંગમાં તલ, નોતરે છે દુર્ભાગ્ય,નથી માનતો શુભ
Geyser Safety Tips: ઠંડીમાં ગીઝરનો ઉપયોગ કરતા અગાઉ આ બાબતોનું રાખો ધ્યાન, નહી થાય કોઇ દુર્ઘટના
Geyser Safety Tips: ઠંડીમાં ગીઝરનો ઉપયોગ કરતા અગાઉ આ બાબતોનું રાખો ધ્યાન, નહી થાય કોઇ દુર્ઘટના
પત્નીને નોકરી છોડવા માટે મજબૂર કરી શકે પતિ? હાઇકોર્ટે શું આપ્યો ચુકાદો
પત્નીને નોકરી છોડવા માટે મજબૂર કરી શકે પતિ? હાઇકોર્ટે શું આપ્યો ચુકાદો
G20 Summit: નાઇજીરિયા બાદ જી-20 સમિટ માટે બ્રાઝિલ પહોંચ્યા PM મોદી, કરાયું ભવ્ય સ્વાગત
G20 Summit: નાઇજીરિયા બાદ જી-20 સમિટ માટે બ્રાઝિલ પહોંચ્યા PM મોદી, કરાયું ભવ્ય સ્વાગત
મણિપુરમાં શાંતિ સ્થાપવામાં CM નિષ્ફળ..., NPPએ BJP સરકારમાંથી પરત લીધુ સમર્થન, ગૃહમંત્રી શાહની હાઈલેવલ બેઠક
મણિપુરમાં શાંતિ સ્થાપવામાં CM નિષ્ફળ..., NPPએ BJP સરકારમાંથી પરત લીધુ સમર્થન, ગૃહમંત્રી શાહની હાઈલેવલ બેઠક
Embed widget