શોધખોળ કરો
Advertisement
આ વર્ષે નહી યોજાય રણજી ટ્રોફી, વિજય હઝારે ટ્રોફીના આયોજનને મળી મંજૂરી
BCCIએ આ વર્ષે રણજી ટ્રોફી ટૂર્નામેન્ટનું આયોજન ન કરવાનો નિર્ણય લીધો છે. તેના બદલે બીસીસીઆઈએ વિજય હઝારે ટ્રોફીને વન-ડે ફોર્મેટમાં રમવા માટે મંજૂરી આપી દીધી છે.
નવી દિલ્હી: BCCIએ આ વર્ષે રણજી ટ્રોફી ટૂર્નામેન્ટનું આયોજન ન કરવાનો નિર્ણય લીધો છે. તેના બદલે બીસીસીઆઈએ વિજય હઝારે ટ્રોફીને વન-ડે ફોર્મેટમાં રમવા માટે મંજૂરી આપી દીધી છે. આ ઉપરાંત વરિષ્ઠ મહિલા વન ડે ટૂર્નામેન્ટના સંગઠનને પણ મંજૂરી આપવામાં આવી છે.
બીસીસીઆઈના સેક્રેટરી જય શાહે તમામ સ્ટેટ ક્રિકેટ એસોસિએશનોને લખેલા પત્રમાં જણાવ્યું હતું કે, "મહિલા ક્રિકેટનું આયોજન કરવું અમારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. હું તમને બધાને જણાવતા ખુશ છું, અમે આ વખતે વિજય હઝારે ટ્રોફીની સાથે સાથે વરિષ્ઠ મહિલા એક દિવસીય ટૂર્નામેન્ટનું આયોજન કરવા જઈ રહ્યા છીએ. આ પછી વિનુ માંકડ અંડર -19 ટ્રોફીનું આયોજન કરવામાં આવશે. સુધારેલા સ્થાનિક સીઝન અંગે તમારા સૂચનો બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે. "
બીસીસીઆઈ ખેલાડીઓની મેચ ફી ચૂકવશે
જોકે, બીસીસીઆઈએ નિર્ણય લીધો છે કે તે રણજી ટ્રોફી ટૂર્નામેન્ટમાં રમનારા તમામ ખેલાડીઓની મેચ ફી ચૂકવશે. રણજી ટ્રોફીમાં રમતા ખેલાડીઓને મેચ દરમિયાન દરરોજ આશરે 45000 રૂપિયા ફી આપવામાં આવે છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
દેશ
ક્રિકેટ
અમદાવાદ
Advertisement