શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
IPL સ્પૉન્સરશીપમાંથી વીવોનુ પત્તુ કપાયુ, હવે આ ભારતીય કંપનીઓમાંથી એક બનશે મુખ્ય સ્પૉન્સર, જાણો વિગતે
કહેવામાં આવી રહ્યું છે કે આ વર્ષે ભારતમાં 11 એપ્રિલથી ક્રિકેટની સૌથી મોટી લીગનો પ્રારંભ થઇ જશે. આની સાથે 18 ફેબ્રુઆરીએ ઓક્શન પણ થવાની છે, જેમાં 1097 ખેલાડીઓ પર બોલી લાગવાની છે
નવી દિલ્હીઃ ઇન્ડિયન પ્રીમિયર લીગ 2021ની કાઉન્ટડાઉન શરૂ થઇ ચૂક્યુ છે, અને કહેવામાં આવી રહ્યું છે કે આ વર્ષે ભારતમાં 11 એપ્રિલથી ક્રિકેટની સૌથી મોટી લીગનો પ્રારંભ થઇ જશે. આની સાથે 18 ફેબ્રુઆરીએ ઓક્શન પણ થવાની છે, જેમાં 1097 ખેલાડીઓ પર બોલી લાગવાની છે. જોકે હજુ સુધી આઇપીએલની પાસે કોઇ ઓફિશિયલ સ્પૉન્સરશીપ નથી. પહેલા મોબાઇલ કંપની વીવોનો કરાર બીસીસીઆઇ સાથે થયો હતો, પરંતુ ગયા વર્ષે ભારત અને ચીન વચ્ચેના તણાવ બાદ આ કરાર બીસીસીઆઇએ તોડી નાંખ્યો હતો, અને ભારતીય કંપની ડ્રીમ 11ને સ્પૉન્સરશીપ આપી દીધી હતી.
મીડિયા રિપોર્ટ પ્રમાણે વીવો કંપની પોતાના રાઇટ્સને ટ્રાન્સફર કરી શકે છે, અને આ રેસમાં ડ્રીમ 11 અને અનએકેડમી સૌથી આગળ છે. આ બન્ને ભારતીય કંપનીઓ છે. ડ્રીમ ઇલેવન ભારતીય ફેન્ટસી સ્પૉર્ટ્સ કંપની છે, જ્યારે અનએકેડમી ભારતીય ઓનલાઇન એજ્યૂકેશન ટેકનોલૉજી કંપની છે. આ બન્ને કંપનીઓ આ રેસમાં સૌથી આગળ છે, એટલે માની શકાય કે આઇપીએલ 2021માં આ બેમાંથી એક સ્પૉન્સર બની શકે છે.
ઉલ્લેખનીય છે કે ડ્રીમ 11 આઇપીએલ 2020ની મુખ્ય સ્પૉન્સર હતી, જેને 220 કરોડ રૂપિયામાં રાઇટ્સ ખરીદ્યા હતા, જ્યારે વીવોનો દરવર્ષનો 440 કરોડ રૂપિયાનો કરાર કર્યો હતો. રિપોર્ટ્સ પ્રમાણે વીવોનો આઇપીએલનો સ્પૉન્સરશીપ કરાર એકબીજાની સહમતીથી ખતમ થવા જઇ રહ્યો છે.
(પ્રતિકાત્મક તસવીર)
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
આઈપીએલ
દેશ
આઈપીએલ
Advertisement
gujarati.abplive.com
Opinion