ભારત-પાકિસ્તાન મેચ બાદ ડ્રેસિંગ રૂમમાં અપાયા એવૉર્ડ, આ ખેલાડીને મળ્યો બેસ્ટ ફિલ્ડરનો એવૉર્ડ, નામ જાણીને ચોંકી જશો.....
ICC વનડે વર્લ્ડકપ 2023માં ભારતીય ડ્રેસિંગ રૂમમાં દરેક મેચ બાદ શ્રેષ્ઠ ફિલ્ડરને મેડલ આપવાનો નવો ટ્રેન્ડ શરૂ થયો છે
IND vs PAK: ગઇકાલે ભારતીય ટીમ પાકિસ્તાન સામેની મેચમાં જબરદસ્ત રીતે વર્લ્ડકપની 8મી જીત મેળવી ચૂક્યુ છે. રોહિત શર્માની આગેવાની હેઠળની ટીમ ઇન્ડિયાએ કટ્ટર હરિફ પાકિસ્તાનને હાઇ વૉલ્ટેજ મુકાબલમાં પછાડી દીધુ છે. હવે આ મેચને લગતા વીડિયો સામે આવી રહ્યાં છે. હાલમાં જે વીડિયો સામે આવ્યો છે, તે ટીમ ઇન્ડિયાના ડ્રેસિંગ રૂમનો છે. જેમાં એવૉર્ડ આપવામાં આવી રહ્યો છે...
ICC વનડે વર્લ્ડકપ 2023માં ભારતીય ડ્રેસિંગ રૂમમાં દરેક મેચ બાદ શ્રેષ્ઠ ફિલ્ડરને મેડલ આપવાનો નવો ટ્રેન્ડ શરૂ થયો છે. ઓસ્ટ્રેલિયા સામેની પ્રથમ મેચમાં જીત બાદ બેસ્ટ ફિલ્ડરનો એવોર્ડ વિરાટ કોહલીને આપવામાં આવ્યો હતો, જે સમગ્ર મેચ દરમિયાન મેદાનમાં ખુબ જ ઉર્જા સાથે જોવા મળ્યો હતો. શાર્દુલ ઠાકુરને અફઘાનિસ્તાન સામેની મેચમાં શ્રેષ્ઠ ફિલ્ડરનો મેડલ આપવામાં આવ્યો હતો. હવે પાકિસ્તાન સામેની મહત્વની મેચમાં જીત બાદ ડ્રેસિંગ રૂમમાં વાતાવરણ શાનદાર દેખાઈ રહ્યું હતું ત્યારે બેસ્ટ ફિલ્ડરનો એવોર્ડ જીતનાર ખેલાડીના નામની જાહેરાત પણ એકદમ અલગ રીતે કરવામાં આવી હતી.
પાકિસ્તાન સામેની વનડે વર્લ્ડકપ 2023ની મેચમાં ભારતીય ટીમે રમતના તમામ વિભાગોમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું. આ મેચ બાદ ટીમ ઈન્ડિયાના ડ્રેસિંગ રૂમમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો અને આ દરમિયાન મેચમાં સર્વશ્રેષ્ઠ ફિલ્ડરનો મેડલ પણ બિલકુલ અલગ રીતે આપવામાં આવ્યો હતો.
કેએલ રાહુલને મળ્યો બેસ્ટ ફિલ્ડર એવૉર્ડ
પાકિસ્તાન સામેની મેચમાં ટીમ ઈન્ડિયાનું બૉલિંગ, બેટિંગ અને ફિલ્ડિંગ તમામ મોરચે એકતરફી પ્રદર્શન રહ્યું હતું. જીત બાદ ડ્રેસિંગ રૂમમાં ફિલ્ડિંગ કૉચ ટી દિલીપે મેચ દરમિયાન મેદાન પર શાનદાર એનર્જી બતાવનારા ખેલાડીઓ વિશે વાત કરી, જેમાં તેણે રવિન્દ્ર જાડેજા, શ્રેયસ અય્યર અને કેએલ રાહુલની પ્રશંસા કરી. આ પછી ફિલ્ડિંગ કૉચે મેડલ આપવા માટે સ્ક્રીન પર ખેલાડીની તસવીર દેખાડી જે કેએલ રાહુલની હતી.
જ્યારે કેએલ રાહુલે આ મેચમાં વિકેટકીપર તરીકે એક કેચ લીધો હતો, તે પિચને સમજી ગયો હતો અને ધીમા બૉલ પર પણ બૉલને ખૂબ સારી રીતે પકડ્યો હતો. આ મેચમાં પાકિસ્તાનને ભારતીય ટીમ તરફથી વધારાના રન તરીકે માત્ર 1 વાઈડ અને 1 બાય મળ્યો હતો. તે જ સમયે, કેએલ રાહુલ પણ અણનમ 19 રન બનાવીને બેટ સાથે પાછો ફર્યો અને મેચમાં ટીમને જીત તરફ દોરી ગયો.
The post-match moment you all have been waiting for 😉
— BCCI (@BCCI) October 15, 2023
𝗙𝗶𝗲𝗹𝗱𝗲𝗿 𝗼𝗳 𝘁𝗵𝗲 𝗠𝗮𝘁𝗰𝗵 | 𝗜𝗻𝗱𝗶𝗮 𝘃𝘀 𝗣𝗮𝗸𝗶𝘀𝘁𝗮𝗻 🏟️ -By @28anand
Priceless reactions 😃
Positive vibes ✅
Smiles and laughs at the end of it 😁#CWC23 | #INDvPAK
WATCH 🔽https://t.co/8iGJ4Y5JT8 pic.twitter.com/vGoIo6i2Wb
ભારતીય ટીમનો નેક્સ્ટ મુકાબલો બાંગ્લાદેશ સામે -
મેગા ઈવેન્ટમાં તેની પ્રથમ ત્રણ મેચ જીત્યા બાદ ભારતીય ટીમ હવે વનડે વર્લ્ડકપ 2023ના પૉઈન્ટ ટેબલમાં પ્રથમ સ્થાને છે. ભારતના 6 પૉઈન્ટ્સ સાથે નેટ રન રેટ પણ 1.821 છે. હવે ટીમે તેની આગામી મેચ બાંગ્લાદેશની ટીમ સામે 19 ઓક્ટોબરે પુણેના મેદાનમાં રમવાની છે. ભારતીય ટીમની લયને જોતા આ મેચમાં તેની જીત લગભગ નક્કી માનવામાં આવી રહી છે. આવી સ્થિતિમાં ટીમ ઈન્ડિયા માટે હવે સેમીફાઈનલમાં પહોંચવાનો રસ્તો આસાન થતો જોવા મળી રહ્યો છે.