શોધખોળ કરો
Advertisement
T20 વર્લ્ડકપ 2020 રમવા ફરીથી મેદાનમાં આવશે ડિવિલિયર્સ? કૉચ બાદ કેપ્ટને ડુપ્લેસીસે કર્યો મોટો ખુલાસો
ઉલ્લેખનીય છે કે, આ અગાઉ દક્ષિણ આફ્રિકન માર્ક બાઉચરે પણ ડિવિલિયર્સની વાપસી અંગે કહ્યું હતું, બાઉચરે ડિવિલિયર્સને વાપસી માટે મનાવવાની પણ વાત કહી હતી
નવી દિલ્હીઃ દક્ષિણ આફ્રિકાના ધાકડ બેટ્સમેન એબી ડિવિલિયર્સની વાપસી છેલ્લા કેટલાય સમયથી વાતો ચાલી રહી છે. પહેલા કૉચ, અને હવે કેપ્ટને આ અંગે મોટુ નિવેદન આપીને બધાને ચોંકાવી દીધા છે. કેપ્ટનના મતે ડિવિલિયર્સ 2020નો વર્લ્ડકપ રમવા આવી શકે છે.
આગામી વર્ષે ઓસ્ટ્રેલિયામાં યોજાનારો ટી20 વર્લ્ડકપ મોટી ટૂર્નામેન્ટ છે. આને લઇને કેપ્ટન ફાક ડૂ પ્લેસીસે કહ્યું કે, મારા અને ડિવિલિયર્સ વચ્ચે છેલ્લા ત્રણ મહિનાથી વાપસીને લઇને વાત ચાલી રહી છે, મારી ઇચ્છા છે કે ડિવિલિયર્સ આગામી વર્ષે ટી20 વર્લ્ડકપ રમવા દક્ષિણ આફ્રિકન ટીમ સાથે જોડાઇ જાય.
ઉલ્લેખનીય છે કે, આ અગાઉ દક્ષિણ આફ્રિકન માર્ક બાઉચરે પણ ડિવિલિયર્સની વાપસી અંગે કહ્યું હતું, બાઉચરે ડિવિલિયર્સને વાપસી માટે મનાવવાની પણ વાત કહી હતી.
ડિવિલિયર્સ સાઉથ આફ્રિકન ટીમમાંથી વર્ષ 2017થી સન્યાસ લઇ ચૂક્યો છે. હાલ ડિવિલિયર્સ દુનિયાની અલગ અલગ ટી20 લીગમાં રમી રહ્યો છે. ડિવિલિયર્સ સાઉથ આફ્રિકા તરફથી 78 ટી20 મેચોમાં 1672 રન બનાવી ચૂક્યો છે.
જોકે હવે એવી ચર્ચા છે કે, તે ક્રિકેટની દુનિયામાં કમબેક કરશે. તેણે કમબેક માટેનો રસ્તો પણ તૈયાર કરી લીધો છે. ક્રિકેટ સાઉથ આફ્રિકાના નવા સ્થાયી મુખ્ય કાર્યકારી થબાંગ મોરોએએ એબીના રોડમેપ વિશે ખુલાસો કર્યો છે. મોરોએ અનુસાર ડિ વિલિયર્સ IPL અને દક્ષિણ આફ્રિકાની ડૉમેસ્ટિક ફ્રેન્ચાઈઝી ટાઈટન્સ માટે અવેલેબલ રહેશે. ડિ વિલિયર્સ ભવિષ્યમાં એડવાઈઝરી કમિટિ અને કોચ સંબંધી ભૂમિકા ભજવવા માટે રસ દાખવ્યો છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
મનોરંજન
ગુજરાત
બિઝનેસ
ગુજરાત
Advertisement