IND vs ENG 2nd T20 match: આજે ઇગ્લેન્ડ અને ટીમ ઇન્ડિયા વચ્ચે બીજી ટી-20 મેચ, જાણો બંન્ને ટીમની સંભવિત પ્લેઇંગ ઇલેવન?
ભારત અને ઇગ્લેન્ડ વચ્ચે આજે બીજી ટી-20 મેચ રમાશે. ત્રણ મેચની સીરિઝની બીજી મેચ આજે સાંજે સાત વાગ્યે શરૂ થશે.
![IND vs ENG 2nd T20 match: આજે ઇગ્લેન્ડ અને ટીમ ઇન્ડિયા વચ્ચે બીજી ટી-20 મેચ, જાણો બંન્ને ટીમની સંભવિત પ્લેઇંગ ઇલેવન? ENG vs IND: India’s predicted playing XI for 2nd T20I IND vs ENG 2nd T20 match: આજે ઇગ્લેન્ડ અને ટીમ ઇન્ડિયા વચ્ચે બીજી ટી-20 મેચ, જાણો બંન્ને ટીમની સંભવિત પ્લેઇંગ ઇલેવન?](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/06/23/dd1e8b9f1f1e8844a1ea839a88ba06e6_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
ભારત અને ઇગ્લેન્ડ વચ્ચે આજે બીજી ટી-20 મેચ રમાશે. ત્રણ મેચની સીરિઝની બીજી મેચ આજે સાંજે સાત વાગ્યે શરૂ થશે. વિરાટ કોહલી, ઋષભ પંત, રવિન્દ્ર જાડેજા અને જસપ્રિત બુમરાહ જેવા અનુભવી ખેલાડીઓ આજની મેચમાં ટીમમાં વાપસી કરશે. સૌથી મોટો સવાલ ટીમ ઈન્ડિયાના પૂર્વ કેપ્ટન વિરાટ કોહલીને લઈને છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, જો વિરાટ આ સિરીઝમાં સારું પ્રદર્શન નહીં કરે તો તેને T20 ટીમમાંથી બહાર કરવામાં આવી શકે છે. જાણો આજની મેચમાં પ્લેઇંગ-11માં શું ફેરફાર કરવામાં આવી શકે છે. જો કેપ્ટન રોહિત શર્મા આ મેચ જીતી લે છે, તો તે સતત 14 T20 મેચ જીતનાર વિશ્વનો પ્રથમ કેપ્ટન બની જશે.
ઈશાન કિશનની જગ્યાએ કોહલીને તક મળી શકે છે
ઈંગ્લેન્ડ સામેની પ્રથમ મેચમાં ઈશાન કિશન ખાસ પ્રદર્શન કરી શક્યો નહોતો. તેના સ્થાને વિરાટ કોહલીને સામેલ કરવામાં આવી શકે છે. જો ઈશાનને પણ સામેલ કરવામાં આવે છે તો દીપક હુડ્ડા અથવા સૂર્યકુમાર યાદવને ટીમમાં બહાર કરવામા આવી શકે છે. દીપક હુડ્ડા સારી બેટિંગ કરી રહ્યો છે. એવામા ટીમ મેનેજમેન્ટ માટે પ્લેઇંગ ઇલેવન નક્કી કરવી માથાનો દુખાવો બની શકે છે.
અર્શદીપની જગ્યાએ જસપ્રીત બુમરાહ
અર્શદીપ સિંહને આ સીરિઝમાં માત્ર 1 મેચ માટે પસંદ કરવામાં આવ્યો હતો. બીજી મેચમાં તેના સ્થાને જસપ્રીત બુમરાહને સ્થાન મળશે. નોંધનીય છે કે પ્રથમ ટી-20 મેચમાં ભારતે ઈંગ્લેન્ડને 50 રનથી હરાવ્યું હતું. હવે ટીમની નજર બીજી મેચ જીતીને સિરીઝ જીતવા પર રહેશે.
બંન્ને ટીમોની સંભવિત પ્લેઇંગ ઇલેવન
ટીમ ઇન્ડિયા
રોહિત શર્મા (કેપ્ટન), દીપક હુડ્ડા, વિરાટ કોહલી, સૂર્યકુમાર યાદવ, હાર્દિક પંડ્યા, ઋષભ પંત, રવિન્દ્ર જાડેજા, હર્ષલ પટેલ, ભુવનેશ્વર કુમાર, યુઝર્વેન્દ્ર ચહલ અને જસપ્રીત બુમરાહ
ઇગ્લેન્ડની ટીમ
જેસન રોય, જોસ બટલર, ડેવિડ મલાન, મોઇન અલી, લિયામ લિવિંગસ્ટોન, હૈરી બ્રુક, સૈમ કરન, ક્રિસ જોર્ડન, ટાઇમલ મિલ્સ, મૈથ્યૂ પાર્કિસન, રીસ ટોપલે
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)