શોધખોળ કરો

ENG vs NZ: જો રૂટની સદી, ઈંગ્લેન્ડે ન્યૂઝીલેન્ડને 5 વિકેટથી આપી હાર, 10 હજાર રનની ક્લબમાં સામેલ થયો રૂટ

Joe Root Test Runs: રૂટે બીજી ઇનિંગમાં અણનમ 115 રન બનાવ્યા હતા. રૂટની કારકિર્દીની આ 26મી સદી ફટકારી હતી. રૂટને મેન ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યો હતો.

ENG vs NZ:  ન્યૂઝીલેન્ડ સામેની ત્રણ ટેસ્ટ મેચોની શ્રેણીની પ્રથમ મેચમાં ઈંગ્લેન્ડે શાનદાર જીત નોંધાવી હતી. લોર્ડ્સ ટેસ્ટના ચોથા દિવસે ન્યુઝીલેન્ડને પાંચ વિકેટથી હરાવ્યું. પ્રથમ દાવમાં ખરાબ બેટિંગ કર્યા બાદ ઇંગ્લિશ ટીમે બીજી ઇનિંગમાં શાનદાર વાપસી કરી હતી અને 277 રનનો મુશ્કેલ લક્ષ્યાંક હાંસલ કર્યો હતો. તેના માટે ટેસ્ટનો હીરો ભૂતપૂર્વ કેપ્ટન જો રૂટ હતો. રૂટે બીજી ઇનિંગમાં અણનમ 115 રન બનાવ્યા હતા. રૂટની કારકિર્દીની આ 26મી સદી ફટકારી હતી. રૂટને મેન ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યો હતો.

પ્રથમ ઈનિંગમાં બંને ટીમનો ધબડકો

આ પહેલા ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતા ન્યૂઝીલેન્ડે 132 રન બનાવ્યા હતા. આ સાથે જ ઈંગ્લેન્ડનો પ્રથમ દાવ 141 રનમાં સમેટાઈ ગયો હતો. ઈંગ્લેન્ડે પ્રથમ દાવમાં નવ રનની લીડ મેળવી હતી. ન્યુઝીલેન્ડે બીજા દાવમાં 285 રન બનાવીને 276 રનની લીડ મેળવી હતી. 277 રનના લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરેલી ઈંગ્લેન્ડની ટીમે બીજા દાવમાં પાંચ વિકેટે 279 રન બનાવ્યા હતા.

એક સમયે ઈંગ્લેન્ડના પાંચ વિકેટે 159 રન થઈ ગયા હતા. ત્યાંથી રૂટને વિકેટ કીપર બેટ્સમેન બેન ફોક્સનો સાથ મળ્યો. બંનેએ છઠ્ઠી વિકેટ માટે 150 રનની અણનમ ભાગીદારી કરી હતી. આ ભાગીદારીએ ન્યૂઝીલેન્ડ પાસેથી મેચ છીનવી લીધી હતી. ફોક્સ 92 બોલમાં 32 રન બનાવીને અણનમ રહ્યો હતો.

ચોથા દિવસે તાબડતોડ બેટિંગ

ચોથા દિવસે ઇંગ્લેન્ડને જીતવા માટે 61 રન બનાવવાના હતા. ત્રીજા દિવસે રમતના અંતે ફોક્સ રૂટ સાથે અણનમ રહ્યો હતો. ત્યારે કહેવામાં આવતું કે ચોથા દિવસે ન્યૂઝીલેન્ડના બોલરો શરૂઆતના કલાકોમાં જ ચમત્કાર કરી શકે છે, પરંતુ ફોક્સ અને રૂટે આવું થવા દીધું ન હતું. બંનેએ ચોથા દિવસે આક્રમક અભિગમ અપનાવીને ઈંગ્લેન્ડને જીત અપાવી હતી.

ટેસ્ટમાં 10 હજાર રન બનાવનારો ઈંગ્લેન્ડનો બીજો ક્રિકેટર

જો રૂટે ટેસ્ટ કારકિર્દીની 26મી સદી ફટકારવાની સાથે 10 હજાર રન પૂરા કર્યા. તે ઈંગ્લેન્ડના ભૂતપૂર્વ કેપ્ટન એલિસ્ટર કૂક પછી ટેસ્ટમાં 10,000 રન બનાવનાર બીજા ઈંગ્લિશ બેટ્સમેન છે. ઓવરઓલ રેકોર્ડની વાત કરીએ તો, રૂટ ટેસ્ટ ક્રિકેટમાં 10,000 રન પૂરા કરનાર વિશ્વનો 14મો બેટ્સમેન છે. સૌથી વધુ રન ભારતના મહાન બેટ્સમેન સચિન તેંડુલકરના નામે છે. તેંડુલકરે 100 ટેસ્ટમાં 15921 રન બનાવ્યા હતા.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

કચ્છમાં 4 વાહનોની જોરદાર ટક્કર, આગ લાગતા બાળક જીવતું સળગ્યું, 2નાં મોત
કચ્છમાં 4 વાહનોની જોરદાર ટક્કર, આગ લાગતા બાળક જીવતું સળગ્યું, 2નાં મોત
'અભ્યાસ માટે રશિયા ગયો હતો, યુદ્ધમાં ધકેલી દીધો...', મોરબીના યુવકે PM મોદીને મોકલ્યો મેસેજ
'અભ્યાસ માટે રશિયા ગયો હતો, યુદ્ધમાં ધકેલી દીધો...', મોરબીના યુવકે PM મોદીને મોકલ્યો મેસેજ
મેસેજ અસલી છે કે નકલી આ રીતે ઓળખો, TRAIએ જણાવી રીતો
મેસેજ અસલી છે કે નકલી આ રીતે ઓળખો, TRAIએ જણાવી રીતો
2023 વર્લ્ડકપની ફાઈનલમાં મળેલી હાર પર રોહિત શર્માનું છલકાયું દર્દ, નિવૃતિ પર તોડ્યું મૌન
2023 વર્લ્ડકપની ફાઈનલમાં મળેલી હાર પર રોહિત શર્માનું છલકાયું દર્દ, નિવૃતિ પર તોડ્યું મૌન

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : આવા લોકો બનશે ભવિષ્યમાં નેતા ?
Hun To Bolish : હું તો બોલીશ : આ ઉંમરે પણ નહીં સુધરો ?
Hun To Bolish : હું તો બોલીશ : પાણીએ પાડ્યા બીમાર!
Gujarat Winter : ઠંડીમાં ઠુંઠવાવા રહેજો તૈયાર, બે દિવસ બાદ વધશે ઠંડીનું જોર
Under-19 Asia Cup final 2025 : U-19 એશિયા કપની ફાઇનલમાં પાકિસ્તાન સામે ભારતની હાર, 191 રને પરાજય

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
કચ્છમાં 4 વાહનોની જોરદાર ટક્કર, આગ લાગતા બાળક જીવતું સળગ્યું, 2નાં મોત
કચ્છમાં 4 વાહનોની જોરદાર ટક્કર, આગ લાગતા બાળક જીવતું સળગ્યું, 2નાં મોત
'અભ્યાસ માટે રશિયા ગયો હતો, યુદ્ધમાં ધકેલી દીધો...', મોરબીના યુવકે PM મોદીને મોકલ્યો મેસેજ
'અભ્યાસ માટે રશિયા ગયો હતો, યુદ્ધમાં ધકેલી દીધો...', મોરબીના યુવકે PM મોદીને મોકલ્યો મેસેજ
મેસેજ અસલી છે કે નકલી આ રીતે ઓળખો, TRAIએ જણાવી રીતો
મેસેજ અસલી છે કે નકલી આ રીતે ઓળખો, TRAIએ જણાવી રીતો
2023 વર્લ્ડકપની ફાઈનલમાં મળેલી હાર પર રોહિત શર્માનું છલકાયું દર્દ, નિવૃતિ પર તોડ્યું મૌન
2023 વર્લ્ડકપની ફાઈનલમાં મળેલી હાર પર રોહિત શર્માનું છલકાયું દર્દ, નિવૃતિ પર તોડ્યું મૌન
અમદાવાદમાં સેવન્થ ડે સ્કૂલનો વહીવટ સરકારે કર્યો હસ્તગત,જાણો અપડેટ્સ
અમદાવાદમાં સેવન્થ ડે સ્કૂલનો વહીવટ સરકારે કર્યો હસ્તગત,જાણો અપડેટ્સ
અમદાવાદ પ્લેન ક્રેશ જેવી ઘટના બનતા અટકી, એર ઇન્ડિયાએ ટેકઓફની મિનિટોમાં જ કર્યું ઇમર્જન્સી લેન્ડિંગ, પ્રવાસીઓના જીવ અદ્ધર
અમદાવાદ પ્લેન ક્રેશ જેવી ઘટના બનતા અટકી, એર ઇન્ડિયાએ ટેકઓફની મિનિટોમાં જ કર્યું ઇમર્જન્સી લેન્ડિંગ, પ્રવાસીઓના જીવ અદ્ધર
અમદાવાદના ખાડામાં વધુ એક જિંદગી હોમાઇ, મહિલાએ અકસ્માતમાં ગુમાવ્યો જીવ
અમદાવાદના ખાડામાં વધુ એક જિંદગી હોમાઇ, મહિલાએ અકસ્માતમાં ગુમાવ્યો જીવ
30000 લોકોની બમ્પર ભરતી, બેંગલુરુમાં બનેલી Foxconnની ફેક્ટરીએ કર્યો કમાલ
30000 લોકોની બમ્પર ભરતી, બેંગલુરુમાં બનેલી Foxconnની ફેક્ટરીએ કર્યો કમાલ
Embed widget