શોધખોળ કરો

Danielle Wyatt: વિરાટ કોહલીને પ્રપોઝ કરનારી ઇગ્લેન્ડની મહિલા ક્રિકેટરે ફિમેલ પાર્ટનર સાથે કરી સગાઇ

ઇગ્લેન્ડની મહિલા ક્રિકેટર ડેનિયલ વ્યાટે સગાઈ કરી લીધી છે

ઇગ્લેન્ડની મહિલા ક્રિકેટર ડેનિયલ વ્યાટે સગાઈ કરી લીધી છે. થોડા વર્ષો પહેલા તે વિરાટ કોહલીને પ્રપોઝ કરીને ચર્ચામાં આવી હતી. 31 વર્ષીય ડેનિયલ વ્યાટે તાજેતરમાં મહિલા આઈપીએલની હરાજીમાં પોતાનું નામ આપ્યું હતું, પરંતુ કોઈપણ ટીમે તેને ખરીદવામાં રસ દાખવ્યો નહોતો. ડેનિયલે ફિમેલ પાર્ટનર જ્યોર્જી હોજ સાથે સગાઈ કરી છે. હોજ મહિલા ફૂટબોલ ટીમની મેનેજર છે. એટલે કે બંને સ્પોર્ટ્સ સાથે સંબંધિત છે.

ડેનિયલ વ્યાટે ગુરુવારે રાત્રે પોતાની સગાઈ વિશે બધાને જણાવ્યું હતુ. આ ફોટો તેણે સોશિયલ મીડિયા પર પણ શેર કર્યો છે. આમાં તે રિંગ બતાવતી જોવા મળી રહી છે. અગાઉ 2014માં તેણે સોશિયલ મીડિયા પર લખ્યું હતું કે, કોહલી મેરી મી. જોકે બાદમાં તેણે તેને મજાક ગણાવી હતી. હવે 9 વર્ષ બાદ તેમની સગાઈ થઈ ગઈ છે. તેનો અને કોહલીનો એક સાથે ફોટો પણ વાયરલ થયો હતો. તે જાણીતું છે કે વિરાટ કોહલીએ 2017માં બોલિવૂડ અભિનેત્રી અનુષ્કા શર્મા સાથે લગ્ન કર્યા હતા.

View this post on Instagram
 
A post shared by Danielle Wyatt (@danniwyatt28)

આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 4 સદી

ડેનિયલ વ્યાટે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 4 સદી પણ ફટકારી છે. તેણે 2010માં વન-ડે અને T20 બંને ફોર્મેટમાં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ડેબ્યૂ કર્યું હતુ. તેણે 102 વનડેમાં 24ની એવરેજથી 1776 રન બનાવ્યા છે. જેમાં 2 સદી અને 5 અડધી સદી સામેલ છે. 129 રન તેનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન છે. તેનો સ્ટ્રાઈક રેટ 87 છે, જે સારો છે.

વ્યાટના ટી-20 ઈન્ટરનેશનલ રેકોર્ડ પર નજર કરીએ તો તેણે 143 મેચમાં 2 સદી અને 11 અડધી સદીની મદદથી 2369 રન બનાવ્યા છે. સ્ટ્રાઈક રેટ 125 છે, જે શાનદાર છે. 124 રન તેનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન છે.

WPL 2023: મુંબઈ ઈન્ડીયન્સે આ સ્ટાર મહિલા ખેલાડીને બનાવી કપ્તાન

Mumbai Indians Women: વિમેન્સ પ્રીમિયર લીગ (WPL)ની પહેલી સિઝન 4 માર્ચે ગુજરાત જાયન્ટ્સ અને મુંબઈ ઈન્ડિયન્સ વચ્ચેની મેચથી શરૂ થશે. આ પહેલા મુંબઈ ઈન્ડિયન્સની મહિલા ટીમે પણ પોતાની ટીમના કેપ્ટનના નામની જાહેરાત કરી હતી અને તેની જવાબદારી હરમનપ્રીત કૌરને સોંપી હતી. ઉલ્લેખનીય હરાજી દરમિયાન મુંબઈ ઈન્ડિયન્સ ફ્રેન્ચાઈઝીએ હરમનપ્રીત કૌરને પોતાની ટીમમાં સામેલ કરવા માટે 1 કરોડ 80 લાખ રૂપિયાનો ખર્ચ કર્યો હતો.

જો આપણે T20 ફોર્મેટમાં હરમનપ્રીત કૌરના રેકોર્ડ પર નજર કરીએ તો તે હાલમાં ભારતીય મહિલા ટીમની કેપ્ટન છે અને તે ખૂબ જ મહત્વપૂર્ણ ખેલાડી પણ છે. હરમનપ્રીત કૌરે તાજેતરમાં સમાપ્ત થયેલા મહિલા ટી-20 વર્લ્ડકપ  દરમિયાન તેની 150મી આંતરરાષ્ટ્રીય મેચ રમી હતી, ત્યાર બાદ તે આ માઈલસ્ટોન સુધી પહોંચનાર પુરૂષ અને મહિલા ક્રિકેટમાં પણ પ્રથમ ખેલાડી બની હતી.

આ ફ્રેન્ચાઈઝીની માલિક હરમનપ્રીત કૌરને કેપ્ટન બનાવવાના પ્રસંગે નીતા અંબાણીએ કહ્યું હતું કે, અમે હરમનપ્રીતને મુંબઈ ઈન્ડિયન્સ ટીમની કેપ્ટન બનાવીને ખૂબ જ ખુશ છીએ. રાષ્ટ્રીય ટીમનું નેતૃત્વ કરતી વખતે હરમનપ્રીત કૌરે ટીમને ઘણી રોમાંચક જીત અપાવી છે. મને ખાતરી છે કે, શાર્લોટ અને ઝુલનના સમર્થનથી અમારી ટીમ પણ મેદાન પર વધુ સારું રમી શકશે. મુંબઈ ઈન્ડિયન્સની ટીમમાં નતાલી સિવર અને હેલી મેથ્યુસ જેવા મજબૂત ખેલાડીઓ પણ છે

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

IND vs BAN 2nd Test: બે દિવસની અંદર ભારતે કાનપુર ટેસ્ટ જીતી, બાંગ્લાદેશને 7 વિકેટથી હરાવ્યું
IND vs BAN 2nd Test: બે દિવસની અંદર ભારતે કાનપુર ટેસ્ટ જીતી, બાંગ્લાદેશને 7 વિકેટથી હરાવ્યું
Gujarat Rain Forecast: નવરાત્રિ દરમિયાન આ જિલ્લામાં વરસાદની શક્યતા, હવામાન વિભાગની આગાહી
Gujarat Rain Forecast: નવરાત્રિ દરમિયાન આ જિલ્લામાં વરસાદની શક્યતા, હવામાન વિભાગની આગાહી
Gujarat Rain Forecast: રાજ્યના 18 જિલ્લામાં  વરસશે  વરસાદ, હવામાન વિભાગે કરી  આગાહી
Gujarat Rain Forecast: રાજ્યના 18 જિલ્લામાં વરસશે વરસાદ, હવામાન વિભાગે કરી આગાહી
Sabarkantha Loot: પ્રાંતિજમાં દોઢ કરોડની લૂંટ, અકસ્માત થયેલી કારમાંથી બે થેલા ભરેલા રૂપિયા લઇને લૂંટારુઓ ફરાર
Sabarkantha Loot: પ્રાંતિજમાં દોઢ કરોડની લૂંટ, અકસ્માત થયેલી કારમાંથી બે થેલા ભરેલા રૂપિયા લઇને લૂંટારુઓ ફરાર
Advertisement
ABP Premium

વિડિઓઝ

Surendranagar Bus Trapped | વસ્તડીના ભોગાવો નદીમાં સ્કૂલ બસ ફસાઈ, વિદ્યાર્થીઓનું રેસ્ક્યૂUSA Visa | અમેરિકા જવા માંગતા ભારતીયો માટે ખુશીના સમાચાર | અમેરિકાએ કરી મોટી જાહેરાતGujarat Flood Compensation | કેન્દ્ર સરકારે ગુજરાત માટે કરી 600 કરોડ રૂપિયાના રાહત પેકેજની જાહેરાતSardar Sarovar Dam | નર્મદા ડેમ સંપૂર્ણય ભરાયો, આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ કરશે નવા નીરના વધામણા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
IND vs BAN 2nd Test: બે દિવસની અંદર ભારતે કાનપુર ટેસ્ટ જીતી, બાંગ્લાદેશને 7 વિકેટથી હરાવ્યું
IND vs BAN 2nd Test: બે દિવસની અંદર ભારતે કાનપુર ટેસ્ટ જીતી, બાંગ્લાદેશને 7 વિકેટથી હરાવ્યું
Gujarat Rain Forecast: નવરાત્રિ દરમિયાન આ જિલ્લામાં વરસાદની શક્યતા, હવામાન વિભાગની આગાહી
Gujarat Rain Forecast: નવરાત્રિ દરમિયાન આ જિલ્લામાં વરસાદની શક્યતા, હવામાન વિભાગની આગાહી
Gujarat Rain Forecast: રાજ્યના 18 જિલ્લામાં  વરસશે  વરસાદ, હવામાન વિભાગે કરી  આગાહી
Gujarat Rain Forecast: રાજ્યના 18 જિલ્લામાં વરસશે વરસાદ, હવામાન વિભાગે કરી આગાહી
Sabarkantha Loot: પ્રાંતિજમાં દોઢ કરોડની લૂંટ, અકસ્માત થયેલી કારમાંથી બે થેલા ભરેલા રૂપિયા લઇને લૂંટારુઓ ફરાર
Sabarkantha Loot: પ્રાંતિજમાં દોઢ કરોડની લૂંટ, અકસ્માત થયેલી કારમાંથી બે થેલા ભરેલા રૂપિયા લઇને લૂંટારુઓ ફરાર
'ખેડૂતો આનંદો', નર્મદા ડેમ સંપૂર્ણ ભરાયો, બપોરે મુખ્યમંત્રી ખુદ કરશે નર્મદા નીરના વધામણા
'ખેડૂતો આનંદો', નર્મદા ડેમ સંપૂર્ણ ભરાયો, બપોરે મુખ્યમંત્રી ખુદ કરશે નર્મદા નીરના વધામણા
Actor Govinda:  બોલિવૂડ અભિનેતા ગોવિંદાને વાગી ગોળી, ઇજાગ્રસ્ત થતા હોસ્પિટલમાં કરાયો દાખલ
Actor Govinda: બોલિવૂડ અભિનેતા ગોવિંદાને વાગી ગોળી, ઇજાગ્રસ્ત થતા હોસ્પિટલમાં કરાયો દાખલ
નેપાળમાં પૂરમાં ફસાયેલા વલસાડના યુવાનો સુરક્ષિત, સાંસદ ધવલ પટેલે ગૃહમંત્રીનો માન્યો આભાર
નેપાળમાં પૂરમાં ફસાયેલા વલસાડના યુવાનો સુરક્ષિત, સાંસદ ધવલ પટેલે ગૃહમંત્રીનો માન્યો આભાર
Gandhinagar: સ્વચ્છ ઇંધણમાં અગ્રેસર બન્યું ગુજરાત, 7200થી વધુ બાયોગેસ પ્લાન્ટ થયા કાર્યરત
Gandhinagar: સ્વચ્છ ઇંધણમાં અગ્રેસર બન્યું ગુજરાત, 7200થી વધુ બાયોગેસ પ્લાન્ટ થયા કાર્યરત
Embed widget