શોધખોળ કરો
Advertisement
સચિનનો 100 સદીનો રેકોર્ડ તોડતા પહેલા વિરાટના કરિયરમાં આવી શકે છે આ અડચણ, જાણો વિગતે
પીટરસનના કહેવા મુજબ, વિરાટ જે પ્રમાણે ક્રિકેટ રમી રહ્યો છે તેમાં ઈજાગ્રસ્ત થવાની શક્યતા વધારે છે.
નવી દિલ્હીઃ ક્રિકેટ લેજેંડ સચિન તેંડુલકરે 24 વર્ષની કરિયરમાં અનેક રેકોર્ડ બનાવ્યા છે. વન ડેમાં 18,000 રન, ટેસ્ટમાં 15,000 રન સાથે બંને ફોર્મેટમાં ટોપ છે. વન ડેમાં 49 સદી અને ટેસ્ટમાં 51 સદી સાથે તે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 100 સદી લગાવી રહ્યો છે. ટીમ ઈન્ડિયાનો કેપ્ટન વિરાટ કોહલી તેના આ રેકોર્ડની નજીક પહોંચી રહ્યો છે. કોહલી બંને ફોર્મેટમાં 70 સદી લગાવી ચુક્યો છે. પરંતુ આ દરમિયાન ઈંગ્લેન્ડના પૂર્વ કેપ્ટન કેવિન પીટરસને કહ્યું, સચિનનો 100 સદીનો રેકોર્ડ તોડતા પહેલા વિરાટના કરિયરમાં મોટી અડચણ આવી શકે છે.
પીટરસને ટાઇમ્સ નાઉને આપેલા ઈન્ટરવ્યૂમાં કહ્યું, સચિનનો રેકોર્ડ તોડતા પહેલા વિરાટે જોવું પડશે કે તે કેટલું લાંબુ ક્રિકેટ રમી શકે છે. હાલ વધારે પ્રમાણે ક્રિકેટ રમાઈ રહી છે તેમાં કોઈ શંકા નથી. જેમાં ટેસ્ટ, વન ડે, ટી-20 અને આઈપીએલ સામેલ છે. આ સ્થિતિમાં વિરાટ સતત ક્રિકેટ રમતો રહે તો રેકોર્ડ તાડી શકે તે વાતમાં શંકા નથી પરંતુ તેણે સમજવું પડશે કે વધારે ક્રિકેટ તેના કરિયરમાં મોટી અડચણ બની શકે છે.
પીટરસનના કહેવા મુજબ, વિરાટ જે પ્રમાણે ક્રિકેટ રમી રહ્યો છે તેમાં ઈજાગ્રસ્ત થવાની શક્યતા વધારે છે. પરંતુ વિરાટે જે રીતે તેની ફિટનેસ જાળવી રાખી છે તેનાથી બધુ આસાન લાગે છે પરંતુ ઈજા વિરાટના કરિયરને થોડી પાછળ લઈ જઈ શકે છે. હાલના ક્રિકેટમાં આપણે જઈ ચુક્યા છીએ કે કોઈપણ ઈજાગ્રસ્ત ખેલાડીને વાપસી કરવામાં થોડો સમય જરૂર લાગે છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
અમદાવાદ
બિઝનેસ
ગુજરાત
ક્રિકેટ
Advertisement