Champions Trophy 2025: ઇગ્લેન્ડને લાગ્યો મોટો ઝટકો, ચેમ્પિયન્સ ટ્રોફીમાંથી બહાર થયો આ ફાસ્ટ બોલર
અફઘાનિસ્તાન સામેની મેચ પહેલા ઈંગ્લેન્ડ ક્રિકેટ ટીમને મોટો ઝટકો લાગ્યો છે.

અફઘાનિસ્તાન સામેની મેચ પહેલા ઈંગ્લેન્ડ ક્રિકેટ ટીમને મોટો ઝટકો લાગ્યો છે. બોલિંગ ઓલરાઉન્ડર બ્રાયડન કાર્સ ઈજાને કારણે આખી ટુર્નામેન્ટ (Champions Trophy 2025)માંથી બહાર થઇ ગયો છે. ઈંગ્લેન્ડ ક્રિકેટ બોર્ડે તેના રિપ્લેસમેન્ટની જાહેરાત કરી છે, જેને ICC દ્વારા પણ મંજૂરી આપવામાં આવી છે.
Gutted to be losing you, Brydon 👊
— England Cricket (@englandcricket) February 24, 2025
બ્રાયડન કાર્સે પગના અંગૂઠામાં ઈજાને કારણે ચેમ્પિયન્સ ટ્રોફીમાંથી બહાર થઈ ગયો છે. કાર્સે છેલ્લી મેચ રમી હતી જેમાં ઇંગ્લેન્ડનો ઓસ્ટ્રેલિયા સામે 5 વિકેટે પરાજય થયો હતો. તે મેચમાં કાર્સે 7 ઓવર ફેંકી હતી, જેમાં તેણે 1 વિકેટ લીધી હતી. જોકે, તે થોડો મોંઘો સાબિત થયો હતો. તેણે 9.86ના ઇકોનોમી રેટથી 69 રન આપ્યા હતા.
ચેમ્પિયન્સ ટ્રોફી પહેલા ભારતના પ્રવાસ પર બ્રાયડન કાર્સે 5 માંથી 4 ટી20 મેચ રમી હતી. જોકે, તેને 3માંથી ફક્ત 1 વન-ડે મેચમાં રમવાની તક મળી હતી. તેના સ્થાને જેમી ઓવરટનને તક મળી છે. ચેમ્પિયન્સ ટ્રોફીની આગામી મેચમાં ઓવરટનને પ્લેઇંગ-11માં સ્થાન મળી શકે છે.
બ્રાયડન કાર્સેના સ્થાને રેહાન અહમદને મળ્યું ટીમમાં સ્થાન
બ્રાયડન કાર્સેના સ્થાને લેગ સ્પિનર રેહાન અહમદને ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે. ICC એ તેને મંજૂરી આપી દીધી છે. 20 વર્ષીય રેહાન અગાઉ ઇંગ્લેન્ડ માટે 6 આંતરરાષ્ટ્રીય વન-ડે રમી ચૂક્યો છે. આમાં તેના નામે 10 વિકેટ છે.
ચેમ્પિયન્સ ટ્રોફીની પહેલી મેચમાં ઇંગ્લેન્ડે 351 રનનો વિશાળ સ્કોર બનાવ્યો હતો પરંતુ આ છતાં ઓસ્ટ્રેલિયાએ તેને સરળતાથી હાંસલ કરી લીધો હતો. પહેલી મેચ 5 વિકેટથી હારી ગયેલી ઈંગ્લેન્ડે અફઘાનિસ્તાન સામે કોઈપણ કિંમતે જીત મેળવવી પડશે. ઇંગ્લેન્ડ વિરુદ્ધ અફઘાનિસ્તાન મેચ બુધવાર 26 ફેબ્રુઆરીએ ગદ્દાફી સ્ટેડિયમ ખાતે રમાશે. આ પછી ઇંગ્લેન્ડની ત્રીજી મેચ 1 માર્ચે દક્ષિણ આફ્રિકા સામે છે. હાલમાં ઇંગ્લેન્ડ પોઈન્ટ ટેબલમાં ત્રીજા સ્થાને છે.
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
