ચેમ્પિયન્સ ટ્રોફી ડેબ્યૂમાં રચિન રવિન્દ્રએ સદી ફટકારી બનાવ્યો મોટો રેકોર્ડ, થોડા દિવસો પહેલા ગંભીર ઈજાગ્રસ્ત થયો હતો
રચિને ચેમ્પિયન્સ ટ્રોફીમાં પોતાની પ્રથમ સદી 95 બોલમાં 11 ચોગ્ગા અને 1 છગ્ગાની મદદથી ફટકારી હતી, જે તેની ODI કારકિર્દીની ચોથી સદી છે.

ICC Champions Trophy 2025 : ન્યૂઝીલેન્ડે ICC ચેમ્પિયન્સ ટ્રોફી 2025માં પોતાના અભિયાનની શરૂઆત જીત સાથે કરી હતી. 19 ફેબ્રુઆરીએ કરાચીમાં રમાયેલી ટૂર્નામેન્ટની પ્રથમ મેચમાં ન્યૂઝીલેન્ડે યજમાન પાકિસ્તાનને 60 રનથી હરાવ્યું હતું. જોકે, રચિન રવિન્દ્ર આ મેચમાં ન્યૂઝીલેન્ડ તરફથી રમી શક્યો નહોતો. આઈસીસી ચેમ્પિયન્સ ટ્રોફી 2025ની શરૂઆતના થોડા દિવસો પહેલા જ રચિનને ગંભીર ઈજા થઈ હતી. આ તસવીરો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ હતી. જેમાં રચિન રવીંદ્રને ગંભીર ઈજા થઈ હોય તેમ દેખાઈ રહ્યું હતું.
8 ફેબ્રુઆરીએ, પાકિસ્તાનની ધરતી પર રમાયેલી ટ્રાઈ નેશન વન-ડે શ્રેણીની પ્રથમ મેચમાં, ફિલ્ડિંગ દરમિયાન કેચ લેવાનો પ્રયાસ કરતી વખતે રચિન રવિન્દ્ર ઘાયલ થયો હતો. તેને માથા પર બોલ વાગ્યો હતો અને તેમાંથી ખૂબ લોહી વહી રહ્યું હતું. આ પછી, તે સમગ્ર ટ્રાઈ નેશન સીરીઝમાં રમી શક્યો ન હતો અને ત્યારબાદ પાકિસ્તાન સામેની ચેમ્પિયન્સ ટ્રોફી 2025ની પ્રથમ મેચમાંથી પણ બહાર થઈ ગયો હતો. હવે રચિન રવિન્દ્રએ ચેમ્પિયન્સ ટ્રોફીમાં શાનદાર વાપસી કરી છે અને શાનદાર સદી ફટકારી છે. બાંગ્લાદેશ સામે લક્ષ્યનો પીછો કરતી વખતે રચિને વિસ્ફોટક સદી ફટકારી હતી.
કેન વિલિયમ્સનનો રેકોર્ડ તૂટ્યો
રચિને ચેમ્પિયન્સ ટ્રોફીમાં પોતાની પ્રથમ સદી 95 બોલમાં 11 ચોગ્ગા અને 1 છગ્ગાની મદદથી ફટકારી હતી, જે તેની ODI કારકિર્દીની ચોથી સદી છે. આ પહેલા, વર્ષ 2023માં ODI વર્લ્ડ કપમાં પદાર્પણ કરતી વખતે રચિને ભારતની ધરતી પર શાનદાર સદી ફટકારવાની સિદ્ધિ હાંસલ કરી હતી. બાંગ્લાદેશ સામે ટાર્ગેટનો પીછો કરતી વખતે 25 વર્ષીય રચિન રવિન્દ્રએ સદી ફટકારીને શાનદાર પ્રદર્શન કર્યું છે. તે ચેમ્પિયન્સ ટ્રોફીમાં સદી ફટકારનાર ન્યૂઝીલેન્ડનો સૌથી યુવા બેટ્સમેન બની ગયો છે. તેણે કેન વિલિયમસનનો રેકોર્ડ તોડ્યો. કેને ચેમ્પિયન્સ ટ્રોફી 2017માં 26 વર્ષ અને 298 દિવસની ઉંમરમાં સદી ફટકારી હતી. હવે રચિને માત્ર 25 વર્ષ અને 98 દિવસની ઉંમરમાં સદી ફટકારવાનો ચમત્કાર કર્યો છે.
ચેમ્પિયન્સ ટ્રોફીમાં સદી ફટકારનાર ન્યૂઝીલેન્ડનો સૌથી યુવા બેટ્સમેન
25 વર્ષ 98 દિવસ - રચિન રવિન્દ્ર વિરુદ્ધ બાંગ્લાદેશ, 2025
26 વર્ષ 298 દિવસ - કેન વિલિયમસન વિરુદ્ધ ઓસ્ટ્રેલિયા, 2017
30 વર્ષ 124 દિવસ - ક્રિસ કેર્ન્સ વિરુદ્ધ ભારત, 2000
32 વર્ષ 89 દિવસ - વિલ યંગ વિરુદ્ધ પાકિસ્તાન, 2025
32 વર્ષ 323 દિવસ - ટોમ લાથમ વિરુદ્ધ પાકિસ્તાન, 2025
ચેમ્પિન્સ ટ્રોફીમાં પાકિસ્તાનનું સપનું ચકનાચૂર, ન્યૂઝીલેન્ડની જીતથી બાંગ્લાદેશનું પણ પત્તુ કપાયું
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
