IND vs ENG 3rd T20: ઈંગ્લેન્ડની શાનદાર વાપસી, રાજકોટમાં ત્રીજી ટી20માં ભારતને 26 રને હરાવ્યું
ટી-20 શ્રેણીની ત્રીજી મેચમાં ઈંગ્લેન્ડે ભારતને 26 રને હરાવ્યું છે. રાજકોટમાં રમાયેલી ત્રીજી ટી20 મેચમાં ઈંગ્લેન્ડની ટીમે ખૂબ જ શાનદાર વાપસી કરી છે.
India vs England, 3rd T20I Rajkot: ટી-20 શ્રેણીની ત્રીજી મેચમાં ઈંગ્લેન્ડે ભારતને 26 રને હરાવ્યું છે. રાજકોટમાં રમાયેલી ત્રીજી ટી20 મેચમાં ઈંગ્લેન્ડની ટીમે ખૂબ જ શાનદાર વાપસી કરી છે. ઈંગ્લેન્ડની ટીમે પ્રથમ બેટિંગ કરી ટીમ ઈન્ડિયાને જીતવા માટે 172 રનનો ટાર્ગેટ આપ્યો હતો. ઈંગ્લેન્ડે ભારતને જીતવા માટે 172 રનનો ટાર્ગેટ આપ્યો હતો. જેના જવાબમાં ટીમ ઈન્ડિયા માત્ર 145 રન બનાવી શકી હતી. આ જીત સાથે ઈંગ્લેન્ડે શ્રેણીમાં શાનદાર વાપસી કરી છે. જોકે ભારત હજુ 2-1થી આગળ છે. રાજકોટમાં ભારત તરફથી હાર્દિક પંડ્યાએ 40 રન બનાવ્યા હતા.
ટીમ ઈન્ડિયાની શરૂઆત ખરાબ રહી હતી. ઓપનર સંજુ સેમસન માત્ર 3 રન બનાવીને પેવેલિયન પરત ફર્યો હતો. તેને જોફ્રા આર્ચરે આઉટ કર્યો હતો. સેમસેમ બાદ અભિષેક શર્માની વિકેટ પડી હતી. તે 14 બોલમાં 24 રન બનાવીને આઉટ થયો હતો. અભિષેકે 5 ચોગ્ગા ફટકાર્યા હતા. તિલક વર્મા ચોથા નંબર પર બેટિંગ કરવા આવ્યો હતો. તે 18 રન બનાવીને આઉટ થયો હતો. કેપ્ટન સૂર્યકુમાર યાદવ 14 રન બનાવીને આઉટ થયો હતો. વોશિંગ્ટન સુંદર માત્ર 6 રન બનાવીને વોકઆઉટ થયો હતો.
#TeamIndia put up a fight but England won the third T20I by 26 runs!
— BCCI (@BCCI) January 28, 2025
India will look to bounce back in the fourth T20I in Pune. 👍 👍
Scorecard ▶️ https://t.co/amaTrbtzzJ#INDvENG | @IDFCFIRSTBank pic.twitter.com/t0l42NwbvX
ઈંગ્લેન્ડ માટે બેન ડકેટની તોફાની અડધી સદી
બેન ડકેટ ટીમ માટે ઓપનર તરીકે બેટિંગ કરવા આવ્યો હતો. તેણે 28 બોલનો સામનો કરીને 51 રન બનાવ્યા હતા. ડકેટે 7 ચોગ્ગા અને 2 છગ્ગા ફટકાર્યા હતા. લિવિંગસ્ટને 24 બોલનો સામનો કરીને 43 રન બનાવ્યા હતા. તેણે 5 સિક્સર અને 1 ફોર ફટકારી હતી. કેપ્ટન જોસ બટલરે 24 રનનું યોગદાન આપ્યું હતું. ફિલિપ સોલ્ટ 5 રન બનાવીને આઉટ થયો હતો. આ રીતે ઈંગ્લેન્ડે 20 ઓવરમાં 9 વિકેટ ગુમાવીને 171 રન બનાવ્યા હતા.
ટીમ ઈન્ડિયા માટે વરુણે શાનદાર બોલિંગ કરી
ભારત માટે વરુણ ચક્રવર્તીએ ઘાતક બોલિંગ કરી હતી. તેણે 4 ઓવરમાં 24 રન આપીને 5 વિકેટ લીધી હતી. હાર્દિક પંડ્યાએ 4 ઓવરમાં 33 રન આપીને 2 વિકેટ લીધી છે. અક્ષર પટેલ અને રવિ બિશ્નોઈએ એક-એક વિકેટ લીધી હતી. મોહમ્મદ શમી લાંબા સમય બાદ ટીમ ઈન્ડિયામાં પરત ફર્યો છે. પરંતુ તે કંઈ ખાસ કરી શક્યો નહીં. શમીએ 3 ઓવરમાં 25 રન આપ્યા હતા.