Bangladesh Hindu Violence: બાંગ્લાદેશમાં હિન્દુઓ પર હુમલા જોઈને ભડક્યો આ પાકિસ્તાની ક્રિકેટર, UNને પણ સંભળાવ્યું
બાંગ્લાદેશમાં હિન્દુઓ પર થઈ રહેલા અત્યાચારને લઈ પાકિસ્તાનના પૂર્વ ક્રિકેટરે તેની પ્રતિક્રિયા આપી છે. તેણે વીડિયો દ્વારા પોતાનો રોષ વ્યક્ત કર્યો છે.
Bangladesh News: બાંગ્લાદેશમાં હિન્દુઓ પર થઈ રહેલા અત્યાચારને લઈને પાકિસ્તાનના પૂર્વ ક્રિકેટરે પોતાની પ્રતિક્રિયા આપી છે. સોશિયલ મીડિયા પર વાયરલ વીડિયો જોઈને તેણે ગુસ્સો વ્યક્ત કર્યો છે. બાંગ્લાદેશમાંથી હિંદુઓ પર હુમલાના સતત અહેવાલો આવી રહ્યા છે. કેટલાક વીડિયો પણ આવી રહ્યા છે, જેને જોઈ પણ શકાતા નથી.. મીડિયા રિપોર્ટ્સમાં એવો પણ દાવો કરવામાં આવી રહ્યો છે કે બાંગ્લાદેશમાં ઘણા હિન્દુ ગામોને સળગાવી દેવામાં આવ્યા છે. મહિલાઓ પર દુષ્કર્મના કિસ્સા પ્રકાશમાં આવ્યા છે. આવો જ એક વીડિયો Voice_For_India નામના યુઝરે શેર કર્યો છે. જેમાં લખ્યું હતું કે એક હિંદુ મહિલા પર સામૂહિક દુષ્કર્મ થયું હતું અને તેના માથામાં પથ્થર મારીને તેની હત્યા કરવામાં આવી હતી. તેની સાથે એક વીડિયો પણ છે
પાકિસ્તાની ક્રિકેટરે પ્રતિક્રિયા આપી
પાકિસ્તાનના પૂર્વ ક્રિકેટર દાનિશ કનેરિયાએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર આ વીડિયો પર પ્રતિક્રિયા આપી છે. તેમણે કહ્યું કે હિન્દુઓ પર થઈ રહેલા અત્યાચાર જોઈને તેમનું લોહી ઉકળી રહ્યું છે. સંયુક્ત રાષ્ટ્ર, સંયુક્ત રાષ્ટ્ર માનવાધિકાર અને આંતરરાષ્ટ્રીય માનવાધિકાર સંસ્થાઓનું મૌન શરમજનક બાબત છે. તેણે હેશટેગમાં સેવ બાંગ્લાદેશી હિન્દુ લખ્યું હતું.
My blood is boiling seeing these atrocities against Hindus. Shame on the @UN @UNHumanRights and international human rights organizations for their silence. #SaveBangladeshiHindus https://t.co/v127XSUJGj
— Danish Kaneria (@DanishKaneria61) August 9, 2024
અમે દેશ છોડીશું નહીં, આ આપણો દેશ છે.
આ ઘટનાઓના વિરોધમાં હિન્દુઓએ ઢાકામાં પ્રદર્શન કર્યું હતું. બાંગ્લાદેશ હિન્દુ જાગરણ મંચે રાજધાની ઢાકાના શાહબાગમાં હિંસા સામે અવાજ ઉઠાવ્યો હતો. આયોજકોએ જણાવ્યું હતું કે દીનાજપુરમાં 4 હિન્દુ ગામોને બાળી નાખવામાં આવ્યા છે, જેના કારણે ઘણા હિન્દુઓ નિરાધાર બન્યા છે. મજબૂરીમાં તેમને સરહદી વિસ્તારોમાં આશરો લેવો પડે છે. રેલીમાં હિન્દુઓએ કહ્યું, અમે આ દેશમાં જન્મ્યા છીએ, અહીંના હિન્દુઓ દેશ છોડીને નહીં જાય. આ આપણા પૂર્વજોનું જન્મસ્થળ પણ છે. હિન્દુ સંગઠને પ્રદર્શન દરમિયાન કેટલીક માંગણીઓ પણ રજૂ કરી હતી. આમાં લઘુમતી મંત્રાલયની સ્થાપના, સંરક્ષણ આયોગની રચના, હુમલા રોકવા માટે કડક કાયદા અને લઘુમતીઓ માટે 10 ટકા સંસદીય બેઠકોની ફાળવણીની માંગ કરવામાં આવી હતી.
આ પણ વાંચોઃ