શોધખોળ કરો
RCBના ખેલાડીઓ વચ્ચે પુલ વોલીબોલ રમતાં રમતાં જ થઈ ગઈ ફાઈટિંગ, કોણે કોને માર્યો ધક્કો ? જુઓ વીડિયો
આ વીડિયોમાં આરસીબીના ખેલાડીઓ પૂલમાં વોલીબોલ રમતા જોવા મળી રહ્યા છે.
![RCBના ખેલાડીઓ વચ્ચે પુલ વોલીબોલ રમતાં રમતાં જ થઈ ગઈ ફાઈટિંગ, કોણે કોને માર્યો ધક્કો ? જુઓ વીડિયો Fighting broke out between the players of RCB while playing Pool Bovilbo, who pushed whom? Watch the video RCBના ખેલાડીઓ વચ્ચે પુલ વોલીબોલ રમતાં રમતાં જ થઈ ગઈ ફાઈટિંગ, કોણે કોને માર્યો ધક્કો ? જુઓ વીડિયો](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2020/10/01161220/rcb.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Image Credit: Twitter @RCBTweets
નવી દિલ્હીઃ આઈપીએલમાં રોયલસ ચેલેન્જર્સ બેંગલોરે અત્યાર સુધીમાં ત્રણ મેચ રમી છે. તેમાંથી બે મેચમાં જીત મેળવી છે અને એકમાં હારમનો સામનો કરવો પડ્યો છે. પોઈન્ટ ટેબલમાં આરસીબી હાલમાં ચાર પોઈન્ટ સાથે ત્રીજા નંબર પર છે. અત્યાર સુધી સારું પરફોર્મ કરી રહી છે આરસીબીની ટીમ. મુંબઈ ઇન્ડિયન્સ સાતે થ્રીલિંગ સુપર ઓવર ગેમ બાદ આરસીબીના ખેલાડીઓએ ખૂબ મસ્તી કરી.
આરસીબીએ પોતાના સત્તાવાર ટ્વિટર હેન્ડલથી ટેસ્ટ ડે પર ખેલાડીઓની મસ્તી અને ટીમ બોન્ડિંગનો એક વીડિયો શેર કર્યો છે. આ વીડિયોમાં આરસીબીના ખેલાડીઓ પૂલમાં વોલીબોલ રમતા જોવા મળી રહ્યા છે. વીડિયોમાં તમે જોઈ શકો છો કે ખેલાડીઓ પૂલમાં ખૂબ મસ્તી કરી રહ્યા છે. યૂએઈમાં ઘણી ગરમી છે, એવામાં પૂલ સાથે જોડાયેલ કોઈપણ એક્ટિવીટી દરમિયાન ખેલાડીઓ ખૂબ એન્જોય કરે છે.
પૂલમાં વોલીબોલ બાદ આરસીબીના ખેલાડીઓ ટીમ રૂમમાં કરાઓકે નાઈટની મજા લઈ રહ્યા છે. તેમાં ટીમના ખેલાડી અને સપોર્ટ સ્ટાફે ખૂબ ગીત ગાયા. આ દરમિયાન વિરાટ કોહલી, યુજવેન્જ્ર ચહલ અને વોશિંગ્ટન સુંદર પણ ગીત ગાતા જોવા મળી રહ્યા છે. આરસીબીનો આ રેસ્ટ ડે ટીમ બોન્ડિંગ સેશન પણ રહ્યું, જેમાં ખેલાડીઓએ ખૂબ મસ્તી કરી.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દુનિયા
દુનિયા
દેશ
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)