IPL 2022: ક્રિકટરોની સાથે સાથે કોમેન્ટેટર્સ પણ થશે માલામાલ,જાણો કેટલી મળશે ફીસ
IPL 2022 શરૂ થવાને હવે થોડા દિવસ જ બાકી છે ત્યારે ફેન્સથી ઉત્સુકતા વધી રહી છે. આ લખતે પ્રથમ મેચ 26 માર્ચના રોજ મુંબઈ અને કોલકાતા વચ્ચે વાનખેડે સ્ટેડિયમમાં રમાશે.
IPL 2022 શરૂ થવાને હવે થોડા દિવસ જ બાકી છે ત્યારે ફેન્સથી ઉત્સુકતા વધી રહી છે. આ લખતે પ્રથમ મેચ 26 માર્ચના રોજ મુંબઈ અને કોલકાતા વચ્ચે વાનખેડે સ્ટેડિયમમાં રમાશે. જેવી મજા દર્શકોને બેટ્સમનોના ચોગ્ગા-છગ્ગા જોઈને આવે છે એવી જ મજા તેની કોમેન્ટરી કરતા દિગ્ગજોને સાંભળવામાં આવે છે. આ વખતે દર્શકોની મજા ડબલ થશે. કારણ કે 15મી સિઝનમાં કુલ 80 કોમેન્ટેટર કોમેન્ટરી કરશે. બે મહિના ચાલનારા ક્રિકેટના આ મહાકુંભની કોમેન્ટરી પણ અલગ અલગ ભાષામાં કરવામાં આવશે.
આઈપીએલમાં કોમેન્ટરી કરતા લોકોમાં ઘણા દિગ્ગજો પણ સામેલ છે. જેમા હર્ષા ભોગલે, સુનીલ ગાવસ્કર, રવિ શાસ્ત્રી, સુરેશ રૈના, આકાશ ચોપડા, ઈરફાન ખાનનો સમાવેશ થાય છે. આ બધા લોકોને મોટી ફીસ ચૂકવવામાં આવે છે. સ્ટાર નેટવર્કે આઈપીએલ માટે 80 લોકોની ટીમ તૈયાર કરી છે. જે અલગ અલગ ભાષામાં કોમેન્ટરી કરશે. આ ઉપરાંત સ્ટાર નેટવર્કના અંદાજે બે ડઝન ચેનલ પર મેચ બતાવવામાં આવશે.
આ કોમેન્ટેટરોને કરોડોમાં ફીસ મળે છે. જેમા અંગ્રેજીમાં કોમેન્ટરી કરવા પર વધુ ફીસ મળે છે. કારણ કે તે વર્લ્ડ ફીડનો ભાગ છે. આખી સિઝનની ફિસ અંદાજે 1.9 કરોડથી લઈને 4 કરોડ રૂપિયા સુધી હોય છે. હર્ષા ભોગલે,ઈયાન બિશપ,સુનીલ ગાવસ્કર, કેવિન પિટરસન,માઈકલ સ્લેટર, સાઈમન ડુલ,ડેની મોરિસન જેવા કોમેન્ટેટર્સને પાંચ લાખ ડોલર્સ જેટલી ફીસ મળે છે. આ બધા અંગ્રીજમાં કોમેન્ટરી કરે છે.
જો આપણે હિન્દીની વાત કરીએ તો તે લોકોને 70 લાખથી 3 કરોડ રૂપિયાની ફી મળે છે. જેમાં આકાશ ચોપડાની સૌથી વધુ ફી ત્રણ લાખ ડોલર છે. એટલે કે અઢી કરોડ રૂપિયાથી પણ વધુ. આકાશ ઉપરાંત ઈરફાન પઠાણ, ગૌતમ ગંભીર જેવા કોમેન્ટરોની ફી પણ બે લાખ ડોલરથી વધુ છે. એક રિપોર્ટમાં આ અંગે દાવો કરવામાં આવ્યો છે. આ વખતે સુરેશ રૈના અને રવિ શસ્ત્રી પણ હિન્દીમાં કોમેન્ટરી કરતા જોવા મળશે. એવામાં આ બન્ને સ્ટાર પર રૂપિયાનો વરસાદ થશે તે નક્કી છે. સુરેશ રૈના પહેલીવાર આઈીપએસમાં કોઈ ટીમનો બીદ નથી. તો બીજી તરફ રવિ શાસ્ત્રી 6 વર્ષ બાદ કોમેન્ટરી કરતા જોવા મળશે.