શોધખોળ કરો
Advertisement
ઓસ્ટ્રેલિયા પ્રવાસથી પરત આવેલા ટીમ ઈન્ડિયાના કેટલા સદસ્યોને સાત દિવસ ઘરમાં ક્વોરન્ટાઈન રહેવાની અપાઈ સલાહ ? જાણો વિગતો
ઓસ્ટ્રેલિયા પ્રવાસથી ગુરૂવારે સવારે ભાર પહોંચેલા ભારતીય ક્રિકેટ ટીમના પાંચ સદસ્યોને આગામી સાત દિવસ સુધી ઘરમાં ક્વોરન્ટાઈન રહેવાની સલાહ આપવામાં આવી છે.
ઓસ્ટ્રેલિયા પ્રવાસથી ગુરૂવારે સવારે ભાર પહોંચેલા ભારતીય ક્રિકેટ ટીમના પાંચ સદસ્યોને આગામી સાત દિવસ સુધી ઘરમાં ક્વોરન્ટાઈન રહેવાની સલાહ આપવામાં આવી છે. અજિંક્ય રહાણે, રોહિત શર્મા, ફાસ્ટ બોલર શાર્દૂલ ઠાકુલ, પૃથ્વી શો અને મુખ્ય કોચ રવિ શાસ્ત્રી ઓસ્ટ્રેલિયાથી ગુરૂવારે સવારે મુંબઈ પહોંચ્યા છે.
બીએમસી નગર આયુક્ત ઈકબાલ સિંહ ચહલે જણાવ્યું કે ખેલાડીઓને સાત દિવસ સુધી ઘરમાં ક્વોરન્ટાઈન રહેવાની સલાહ આપવામાં આવી છે. ઘણા ખેલાડીઓ ઈજાગ્રસ્ત હોવા છતાં ભારતે મંગળવારે બ્રિસ્બેનમાં ચોથી અને અંતિમ ટેસ્ટમાં ઓસ્ટ્રેલિયાને ત્રણ વિકેટથી હકાવી સીરીઝ 2-1થી જીતી. રહાણે, શાસ્ત્રી, રોહિત, શાર્દૂલ અને શો મુંબઈ પહોંચતા મુંબઈ ક્રિકેટ સંઘના અધિકારીઓએ સ્વાગત કર્યું. રહાણેની ટીમના જીતના જશ્ન માટે કેક પણ કાપવામાં આવી હતી.
અંજ્કિય રહાણે (Ajinkya rahane)ની આગેવાનીમાં ઓસ્ટ્રેલિયામાં ટેસ્ટ સિરીઝમાં ઐતિહાસિક જીત મેળવનાર ભારતીય ક્રિકેટ ટીમના મોટાભાગના સભ્યો ગુરૂવારે સ્વદેશ પહોંચી ગયા છે. રહાણે, મુખ્ય કોચ રવિ શાસ્ત્રી, સ્ટાર બેટ્સમેન રોહિત શર્મા, ફાસ્ટ બોલર શાર્દુલ ઠાકુર અને ઓપનિંગ બેટ્સમેન પૃથ્વી શો મુંબઈ પહોંચ્યા. બ્રિસબેન ટેસ્ટનો હીરો રિષભ પંત દિલ્હી પહોંચ્યો હતો.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ગુજરાત
ધર્મ-જ્યોતિષ
બિઝનેસ
Advertisement
gujarati.abplive.com
Opinion