6830 રન અને 127 વિકેટ... IPL વચ્ચે આ સ્ટાર ખેલાડીએ અચાનક લીધી નિવૃતિ
આ ખેલાડીએ ફર્સ્ટ ક્લાસ ક્રિકેટ છોડવાનો નિર્ણય લીધો છે. તે નવેમ્બર 2024થી આ ફોર્મેટનો ભાગ નથી
ક્રિકેટ જગતના લગભગ તમામ સ્ટાર ખેલાડીઓ હાલમાં IPLમાં રમી રહ્યા છે. પાકિસ્તાન અને ન્યૂઝીલેન્ડની ટીમો વચ્ચે એક આંતરરાષ્ટ્રીય શ્રેણી રમાઈ રહી છે. આ દરમિયાન એક સ્ટાર ક્રિકેટરે નિવૃત્તિની જાહેરાત કરી છે. આ ખેલાડીએ ફર્સ્ટ ક્લાસ ક્રિકેટ છોડવાનો નિર્ણય લીધો છે. તે નવેમ્બર 2024થી આ ફોર્મેટનો ભાગ નથી. જોકે, આ ખેલાડી લિસ્ટ A અને T20 ક્રિકેટમાં રમવાનું ચાલુ રાખશે.
સ્ટાર ખેલાડીએ અચાનક નિવૃત્તિની જાહેરાત કરી
38 વર્ષીય ઓસ્ટ્રેલિયન ક્રિકેટર મોઇસેસ હેનરિકસે ફર્સ્ટ-ક્લાસ ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી છે. હેનરિક્સે ઓસ્ટ્રેલિયા માટે ચાર ટેસ્ટ રમી છે, તે વન-ડે કપમાં ન્યૂ સાઉથ વેલ્સ માટે ઉપલબ્ધ રહેશે અને સિડની સિક્સર્સ સાથેના તેના વર્તમાન કરારમાં એક સીઝન બાકી છે, જેનો તે કેપ્ટન પણ છે. હેનરિક્સ નવેમ્બરની શરૂઆતથી શેફિલ્ડ શીલ્ડમાં ન્યૂ સાઉથ વેલ્સ માટે કોઈ મેચ રમ્યો ન હતો અને હવે તેણે આ ફોર્મેટને અલવિદા કહી દીધું છે.
નિવૃત્તિની જાહેરાત કરતા મોઇસિસ હેનરિકેસે કહ્યું હતું કે, 'મેં આ વર્ષે ક્રિસમસ પહેલા નિર્ણય લીધો હતો કે મારે શેફિલ્ડ શીલ્ડ ક્રિકેટ રમવાનું બંધ કરી દેવું જોઈએ.' આટલા લાંબા સમય સુધી આ રાજ્યમાં રમવું અને તેનું નેતૃત્વ કરવું એ એક સન્માનની વાત હતી પરંતુ ન્યૂ સાઉથ વેલ્સ માટે રમવું એ ફક્ત શબ્દો અને તૈયારી દ્વારા જ નહીં પરંતુ પ્રદર્શન દ્વારા પણ નેતૃત્વ કરવાનો છે. આ ઉંમરે પણ મારું શરીર હજુ પણ સક્ષમ છે પરંતુ હું મેચ જીતી શક્યો નહીં અને રમતના લાંબા ફોર્મેટમાં મારા રાજ્યનું નેતૃત્વ કરી શક્યો નહીં, જે મને લાગે છે કે તમારે આ ઉંમરે કરવું જોઈએ.
ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં આવું પ્રદર્શન હતું
તેમણે 2013માં ચેન્નઈમાં ભારત સામેની પોતાની ટેસ્ટ ડેબ્યૂ મેચમાં 68 અને 81 અણનમ રન બનાવ્યા હતા પરંતુ 2016માં ભારત સામે બે અને શ્રીલંકા સામે એક મેચમાં તે બે આંકડા સુધી પહોંચી શક્યો ન હતો. તેણે પોતાની કારકિર્દી દરમિયાન કુલ 131 લિસ્ટ A મેચ રમી હતી, જેમાં તેમણે 34.84 ની સરેરાશથી 6830 રન બનાવ્યા હતા. આ સમયગાળા દરમિયાન તેણે 13 સદી ફટકારી છે. ઉપરાંત, તેણે 30.75 ની સરેરાશથી 127 વિકેટ પણ ઝડપી છે.

