Andrew Flintoff Accident: ઈંગ્લેન્ડના પૂર્વ ક્રિકેટર Andrew Flintoff ની કારનો ભયંકર અકસ્માત, એરલિફ્ટ કરીને લઈ જવાયો હોસ્પિટલ
બીબીસીએ આ મામલે નિવેદન બહાર પાડીને કહ્યું, ફ્લિંટોફની કારનો અકસ્માત થયો છે. તેને થોડી ઈજા પહોંચી છે. દુર્ઘટના બાદ તાત્કાલિક મેડિકલ ટીમ ત્યાં પહોંચી ગઈ હતી
Andrew Flintoff Accident: ઈંગ્લેન્ડના પૂર્વ ક્રિકેટર અને કેપ્ટન એન્ડ્રૂ ફ્લિંટોફની કારનો અકસ્માત થયો છે. તેને એરલિફ્ટ કરીને હોસ્પિટલ પહોંચાડવામાં આવ્યો છે. મળતી વિગત પ્રમાણે, પૂર્વ ક્રિકેટર બીબીસીની સીરિઝના એક એપિસોડનું શૂટિંગ કરતો હતો ત્યારે આ દુર્ઘટના બની હતી. 45 વર્ષીય પૂર્વ ક્રિકેટર તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો, જ્યાં હાલ તેની સ્થિતિ ખતરાથી બહાર છે.
બીબીસીએ આ મામલે નિવેદન બહાર પાડીને કહ્યું, ફ્લિંટોફની કારનો અકસ્માત થયો છે. તેને થોડી ઈજા પહોંચી છે. દુર્ઘટના બાદ તાત્કાલિક મેડિકલ ટીમ ત્યાં પહોંચી ગઈ હતી. મેડિકલ ટીમની સલાહ પર તેને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયો છે. આ અંગે જલદી વધુ જાણકારી આપીશું.
પહેલા પણ થયો હતો અકસ્માત
ઈંગ્લેન્ડના પૂર્વ ઓલરાઉન્ડરની કારનો પહેલા પણ અકસ્માત થયો હતો. 2019માં તે ફૂલ સ્પીડમાં કાર ચલાવતો હતો ત્યારે ગાડી પરથી સંતુલન ગુમાવતાં નિયંત્રણ ખોઈ બેઠો હતો. તે સમયે 124 mph ની સ્પીડે ગાડી ચલાવતો હતો.
ફ્લિંટોફે ઈંગ્લેન્ડ તરફથી 79 ટેસ્ટમાં 3845 રન બનાવવાની સાથે 226 વિકેટ લીધી છે. 141 વન ડેમાં 3394 રન સહિત 169 વિકેટ લીધી છે. 7 ઈન્ટરનેશનલ ટી20માં 76 રન બનાવ્યા છે અને 5 વિકેટ લીધી છે. જ્યારે આઈપીએલની 3 મેચમાં 62 રન બનાવ્યા છે.
2007ના ટી20 વર્લ્ડકપમાં યુવરાજ સિંહને ગળું કાપવાની આપી હતી ધમકી
ICC T20 World Cup 2007માં ફ્લિંટોફે યુવરાજ સિંહને ઉશ્કેર્યો હતો. યુવરાજે ઈન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે, ફ્લિંટોફે કેને ગળું કાપવાની ધમકી આપી હતી. જે બાદ યુવરાજે બ્રોડની ઓવરમાં સળંગ છ બોલમાં છ સિક્સર મારી હતી.
View this post on Instagram