શોધખોળ કરો

Pragyan Ojha: શું ક્રિકેટમાંથી વન ડે ફોર્મેટ હટી જશે? આ ભારતીય ક્રિકેટરના નિવેદન બાદ ખળભળાટ

​​પ્રજ્ઞાન ઓઝાને લાગે છે કે ટેસ્ટ ક્રિકેટની સરખામણીમાં વન-ડે ઈન્ટરનેશનલ ક્રિકેટનું ભવિષ્ય અનિશ્ચિત છે. ઈંગ્લેન્ડના ઓલરાઉન્ડર બેન સ્ટોક્સે વનડેમાંથી નિવૃત્તિની જાહેરાત કર્યા બાદ ઓઝાની આ ટિપ્પણી સામે આવી.

Pragyan Ojha Team India: ભૂતપૂર્વ ભારતીય સ્પિનર ​​પ્રજ્ઞાન ઓઝાને લાગે છે કે ટેસ્ટ ક્રિકેટની સરખામણીમાં વન-ડે ઈન્ટરનેશનલ ક્રિકેટનું ભવિષ્ય અનિશ્ચિત છે. ઈંગ્લેન્ડના ઓલરાઉન્ડર બેન સ્ટોક્સે વનડેમાંથી નિવૃત્તિની જાહેરાત કર્યા બાદ ઓઝાની આ ટિપ્પણી સામે આવી હતી. મંગળવારથી શરૂ થનારી વનડેમાં ઈંગ્લેન્ડ અને દક્ષિણ આફ્રિકા સામસામે ટકરાશે. ECB અનુસાર, સ્ટોક્સ 104 વન ડે રમી ચુક્યો છે અને ઘરઆંગણે તેની વન ડે કરિયરનો અંત આવશે.

ઓઝાએ કહ્યું, અમે ટેસ્ટ ક્રિકેટના ભવિષ્યને લઈને ચિંતિત હતા, પરંતુ હવે વનડેનું ભવિષ્ય અનિશ્ચિત લાગે છે. ભવિષ્યમાં આપણે ઘણા ક્રિકેટરોને આ ફોર્મેટમાંથી નિવૃત્ત થતા જોઈશું. સ્ટોક્સની વાત કરીએ તો, લોર્ડ્સમાં 2019 આઈસીસી મેન્સ ક્રિકેટ વર્લ્ડ કપ ફાઇનલમાં તેના 'પ્લેયર ઓફ ધ મેચ' તરીકે પસંદ કરવામાં આવ્યો હતો. સ્ટોક્સના અણનમ 84 રનોએ મેચને સુપર ઓવરમાં મોકલવામાં મદદ કરી, ઇંગ્લેન્ડને સૌથી રોમાંચક પરિસ્થિતિઓમાં તેમનું પ્રથમ આઇસીસી ક્રિકેટ વર્લ્ડ કપ ટાઇટલ જીતવામાં મદદ કરી.

ટેસ્ટ અને T20 ફોર્મેટમાં ધ્યાન આપીશઃ સ્ટોક્સ

બેન સ્ટોક્સે આગળ કહ્યું કે, "અહિંયા સુધી પહોંચવાનો નિર્ણય ઘણો મુશ્કેલી ભર્યો હતો. પરંતુ મેં આ ફોર્મટમાં મારું 100 ટકા પ્રદર્શન નથી આપી રહ્યો. ઈંગ્લેન્ડની જર્સી આ પ્રદર્શનથી વધુ સારું ડિઝર્વ કરે છે. આ ફોર્મેટ મારા માટે નથી રહ્યું. મારું શરીર પણ મારો સાથ નથી આપી રહ્યું. મને લાગે છે કે, હું કોઈ બીજા ખેલાડીનું સ્થાન લઈ રહ્યો છું. આ આગળ વધવાનો સમય છે."

બેન સ્ટોક્સ હવે સંપુર્ણ ધ્યાન ટેસ્ટ ક્રિકેટમાં લગાવશે. સ્ટોક્સે આગળ કહ્યું કે, "મારી પાસે જે પણ સમય છે તે હવે હું ટેસ્ટ ક્રિકેટને જ આપીશ. આ સાથે મને લાગે છે કે, હું ટી20 ક્રિકેટ ઉપર પણ ધ્યાન લગાવી શકુ છું."ઉલ્લેખનીય છે કે, બેન સ્ટોક્સે ઓગસ્ટ 2011માં આયરલેન્ડ સામે ડેબ્યૂ વનડે મેચ રમી હતી. આ પછી તેણે 104 મેચમાં 2919 રન બનાવ્યા છે. આ દરમિયાન સ્ટોક્સે 3 સદી અને 21 અડધી સદી ફટકારી હતી. તેણે આ ફોર્મેટમાં 74 વિકેટ લઈને પોતાનું ઓલરાઉન્ડર પ્રદર્શન આપ્યું છે. સ્ટોક્સનું વનડેમાં સર્વશ્રેષ્ઠ પ્રદર્શન 61 રનમાં 5 વિકેટ રહ્યું છે.

તો બીજી તરફ પ્રજ્ઞાન ઓઝાએ ભારતીય ટીમ માટે 24 ટેસ્ટ મેચમાં 113 વિકેટ ઝડપી છે. જ્યારે તેણે 18 વનડેમાં 21 વિકેટ ઝડપી છે. પ્રજ્ઞાનની આંતરરાષ્ટ્રીય કારકિર્દી લાંબી નથી રહી. તેણે 6 ઇન્ટરનેશનલ ટી20 મેચ પણ રમી છે. ઓઝાએ આ ફોર્મેટમાં 6 વિકેટ લીધી છે.

ટોપ સ્ટોરી

IND vs WI 3rd T20: ભારતે લીધો રાંચીનો બદલો! ઇન્દોર T20 માં વેસ્ટ ઇન્ડીઝને 14 રને હરાવ્યું
IND vs WI 3rd T20: ભારતે લીધો રાંચીનો બદલો! ઇન્દોર T20 માં વેસ્ટ ઇન્ડીઝને 14 રને હરાવ્યું
ઇન્દોરમાં અભિષેક શર્માએ તોડ્યો સૂર્યકુમાર યાદવનો મોટો રેકોર્ડ, 30 બોલમાં 69 રન ફટકારી...
ઇન્દોરમાં અભિષેક શર્માએ તોડ્યો સૂર્યકુમાર યાદવનો મોટો રેકોર્ડ, 30 બોલમાં 69 રન ફટકારી...
ભારત સામે ઓસ્ટ્રેલિયાનો ધબડકો: 140/2 છતાં કાંગારૂઓ 49 રને હાર્યા, હારેલી મેચ બોલરોએ પલટી
ભારત સામે ઓસ્ટ્રેલિયાનો ધબડકો: 140/2 છતાં કાંગારૂઓ 49 રને હાર્યા, હારેલી મેચ બોલરોએ પલટી
IND vs WI: આજે ભારત-વેસ્ટઇન્ડીઝ વચ્ચે ત્રીજી T20, જાણો પ્લેઇંગ-11, પિચ રિપોર્ટ અને મેચ પ્રિડિક્શન
IND vs WI: આજે ભારત-વેસ્ટઇન્ડીઝ વચ્ચે ત્રીજી T20, જાણો પ્લેઇંગ-11, પિચ રિપોર્ટ અને મેચ પ્રિડિક્શન

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : નીતિન કાકાને બધા કરે યાદ
Hun To Bolish : હું તો બોલીશ : હવે તો બ્રેક મારો
Hun To Bolish : હું તો બોલીશ : દૂધમાં ભેળસેળ કરે છે કોણ ?
Jitu Vaghani Praises Nitin Patel : શંકર ચૌધરી બાદ જીતુ વાઘાણીએ નીતિન પટેલના કર્યા ભરપૂર વખાણ
DyCM Harsh Sanghavi: 'ફાયર બાબતે કોઈપણ બાંધછોડ ચાલશે નહીં':હર્ષ સંઘવીની ગરબા આયોજકોને ચેતવણી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
CJP ના વિરોધ પ્રદર્શનો વચ્ચે રાહુલ ગાંધીની મોટી જાહેરાત: ‘આવતીકાલે સમગ્ર ભારત...’
CJP ના વિરોધ પ્રદર્શનો વચ્ચે રાહુલ ગાંધીની મોટી જાહેરાત: ‘આવતીકાલે સમગ્ર ભારત...’
IND vs WI 3rd T20: ભારતે લીધો રાંચીનો બદલો! ઇન્દોર T20 માં વેસ્ટ ઇન્ડીઝને 14 રને હરાવ્યું
IND vs WI 3rd T20: ભારતે લીધો રાંચીનો બદલો! ઇન્દોર T20 માં વેસ્ટ ઇન્ડીઝને 14 રને હરાવ્યું
નવસારીમાં રખડતા ઢોરનો આતંક: 2 દિવસમાં 2 આશાસ્પદ યુવાનોનાં મોત, મનપાની કામગીરી સામે રોષ
નવસારીમાં રખડતા ઢોરનો આતંક: 2 દિવસમાં 2 આશાસ્પદ યુવાનોનાં મોત, મનપાની કામગીરી સામે રોષ
ઇન્દોરમાં અભિષેક શર્માએ તોડ્યો સૂર્યકુમાર યાદવનો મોટો રેકોર્ડ, 30 બોલમાં 69 રન ફટકારી...
ઇન્દોરમાં અભિષેક શર્માએ તોડ્યો સૂર્યકુમાર યાદવનો મોટો રેકોર્ડ, 30 બોલમાં 69 રન ફટકારી...
શું હવે CJP વિરોધ પ્રદર્શન કરશે? છૂટ્યા પછી સૌરવ દાસે કર્યો મોટો ખુલાસો
શું હવે CJP વિરોધ પ્રદર્શન કરશે? છૂટ્યા પછી સૌરવ દાસે કર્યો મોટો ખુલાસો
Djibouti: બોટ પલટી જતાં 15 બાળકો સહિત 109 પ્રવાસીઓનાં મોત, 116 લોકો હજુ પણ ગુમ
Djibouti: બોટ પલટી જતાં 15 બાળકો સહિત 109 પ્રવાસીઓનાં મોત, 116 લોકો હજુ પણ ગુમ
Surat: ડૉ. હર્ષ પંડ્યા આત્મહત્યા કેસમાં પોલીસની મોટી કાર્યવાહી, બે મહિલા તબીબની ધરપકડ
Surat: ડૉ. હર્ષ પંડ્યા આત્મહત્યા કેસમાં પોલીસની મોટી કાર્યવાહી, બે મહિલા તબીબની ધરપકડ
શું મતદાનમાં ગોટાળા સાબિત થાય તો સુપ્રીમ કોર્ટ ચૂંટણી રદ કરી શકે? જાણો કાનૂની જોગવાઈ
શું મતદાનમાં ગોટાળા સાબિત થાય તો સુપ્રીમ કોર્ટ ચૂંટણી રદ કરી શકે? જાણો કાનૂની જોગવાઈ
Embed widget