(Source: ECI/ABP News/ABP Majha)
T20 World Cup 2024: 'હિટમેન'ની ઇનિંગથી પ્રભાવિત થયા પાકિસ્તાનના દિગ્ગજ શોએબ અખ્તર, કહ્યું 'મારું દિલ કહેતું હતું રોહિત શર્મા 150 રન...'
પાકિસ્તાનના પૂર્વ ક્રિકેટર શોએબ અખ્તર ઓસ્ટ્રેલિયા સામે રોહિત શર્માની ઇનિંગથી પ્રભાવિત થયા છે. તેમણે 'હિટમેન'ના ખૂબ વખાણ કર્યા છે.
T20 World Cup 2024: ભારતે આ વખતે સુપર-8 મેચમાં ઓસ્ટ્રેલિયાને 24 રને હરાવીને સેમિફાઇનલમાં પોતાનું સ્થાન નિશ્ચિત કરી લીધું છે. આ મેચમાં રોહિત શર્માની 41 બોલમાં 92 રનની દમદાર ઈનિંગે ટીમ ઈન્ડિયાની જીતનો મહત્વનો પાયો નાખ્યો હતો, જેમાં તેણે 7 ફોર અને 8 સિક્સ પણ ફટકારી હતી. આ જ મેચમાં હિટમેન રોહિતે મિચેલ સ્ટાર્કની ઓવરમાં 4 સિક્સર ફટકારીને કુલ 29 રન બનાવ્યા હતા. હવે આ મામલે પાકિસ્તાનના પૂર્વ ક્રિકેટર શોએબ અખ્તરે પોતાની યુટ્યુબ ચેનલ દ્વારા ભારતીય કેપ્ટનના ખૂબ વખાણ કર્યા અને કહ્યું કે આવી ઇનિંગને નિ:સ્વાર્થ ઈનીગ કહેવાય કે જેમાં પોતાનો કોઈ સ્વાર્થ ના હોય.
શોએબ અખ્તરે તેની યુટ્યુબ ચેનલ પર કહ્યું, કે "રોહિત શર્માએ જે કરવું જોઈતું હતું તે તેને કર્યું. તેણે બેટ વડે પોતાની કેટલી શાનદાર રમત બતાવી છે. રોહિતે મિચેલ સ્ટાર્કને જોરદાર રીતે પછાડ્યો છે. એક સાચો નેતા આ રીતે રમે છે. જે રીતે રોહિત શર્મા રમી રહ્યો છે. નિઃસ્વાર્થપણે અને છેલ્લા એક વર્ષથી દેશ માટે જીતવા માંગુ છું મારું દિલ મને કહી રહ્યું હતું કે રોહિત શર્માને આ મેચમાં 150 રન બનાવવા જોઈતા હતા. અખ્તરે આ વિષય પર 'હિટમેન'ના વખાણ પણ કર્યા છે કે તેણે પોતાની સદી પૂરી કરવા માટે ધીમી ગતિએ નથી રમ્યો. 90 રનને પાર કર્યા પછી પણ રોહિત મોટા શોટ રમવાનો પ્રયાસ કરી રહ્યો હતો. જે તેનો નિસ્વાર્થ દર્શાવે છે.
India's perfect revenge on a big stage pic.twitter.com/bcuK19Bbzz
— Shoaib Akhtar (@shoaib100mph) June 24, 2024
ભારત-ઓસ્ટ્રેલિયા
મેચ વાર્તા
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની સુપર-8 મેચ સેન્ટ લુસિયા સ્થિત ડેરેન સેમી નેશનલ ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે રમાઈ હતી. આ મેચમાં ઓસ્ટ્રેલિયાએ ટોસ જીતીને ભારતને બેટિંગ માટે આમંત્રણ આપ્યું હતું. જો કે આ મેચમાં વિરાટ કોહલી શૂન્યના સ્કોર પર આઉટ થયો હતો, પરંતુ રોહિત શર્માએ 92 રનની તોફાની ઈનિંગ રમીને ટીમ ઈન્ડિયાની જીતનો પાયો નાખ્યો હતો. ત્યાર બાદ સૂર્યકુમાર યાદવે 16 બોલમાં 31 રન બનાવ્યા હતા અને છેલ્લી ઓવરોમાં હાર્દિક પંડ્યાએ પણ 17 બોલમાં 27 રન ફટકારીને ભારતના સ્કોર 205 સુધી પહોંચાડ્યો હતો. બીજી તરફ ટ્રેવિસ હેડ ફરી એકવાર ઓસ્ટ્રેલિયા માટે તારણહાર બન્યો હતો. તેણે 43 બોલમાં 76 રન બનાવ્યા હતા. બીજી તરફ કેપ્ટન મિચેલ માર્શે 37 રન અને ગ્લેન મેક્સવેલે પણ 20 રનનું યોગદાન આપ્યું હતું. પરંતુ આ ગતિશીલ બેટ્સમેનો ભારતની ધારદાર બોલિંગ સામે હતાશ થઈ ગયા. અર્શદીપ સિંહે 3 અને કુલદીપ યાદવે પણ 2 વિકેટ ઝડપી હતી. અને વાત કરીએ સૌથી મહત્વની વિકેટ કે જે ટ્રેવિસ હેડની હતી તેને બૂમરાહ એ આઉટ કર્યો હતો.