શોધખોળ કરો
Advertisement
SRHના પૂર્વ કોચ ટૉમ મૂડીએ કઇ IPL ટીમને ગણાવી પોતાની ફેવરિટ
શનિવારે ઓસ્ટ્રેલિયાના પૂર્વ દિગ્ગજ ઓલરાઉન્ડર ટોમ મૂડ઼ીએ પોતાના ફેન્સના સવાલોના જવાબ આપ્યા હતા.
નવી દિલ્હીઃ કોરોના વાયરસના કારણે લોકડાઉન હોવાથી મોટાભાગના ખેલાડીઓ પોતાના ઘરમાં છે. હાલના સમયમાં ક્રિકેટર સોશિયલ મીડિયા પર પોતાના ફેન્સ સાથે જોડાઇ રહ્યા છે. આ કડીમાં શનિવારે ઓસ્ટ્રેલિયાના પૂર્વ દિગ્ગજ ઓલરાઉન્ડર ટોમ મૂડ઼ીએ પોતાના ફેન્સના સવાલોના જવાબ આપ્યા હતા.
ટૉમ મૂડીએ પોતાના ટ્વિટર એકાઉન્ટ પર #AskTomsession સાથેના હૈશટેગના સવાલોના જવાબ આપ્યા હતા. દરમિયાન તેના એક ફેને ટૉમ મૂડીને સવાલ કર્યો હતો કે તેમની ફેવરિટ આઇપીએલ ટીમ કઇ છે. આ સાથે અન્ય ફેને પૂછ્યું કે તમારો ફેવરિટ કેપ્ટન કોણ છે?
મૂડીએ આ બંન્ને સવાલના જવાબમાં કહ્યું કે, ચેન્નઇ સુપરકિંગ્સ પોતાની પસંદગીની આઇપીએલ ટીમ છે અને મહેન્દ્રસિંહ ધોનીને પોતાનો ફેવરિટ કેપ્ટન ગણાવ્યો હતો. તેમને પૂછવામાં આવ્યું કે આઇપીએલમાં કોચિંગ દરમિયાન તમારી નજરમાં સર્વશ્રેષ્ઠ ભારતીય યુવા ખેલાડી કોણ છે જેના પર મૂડીએ કહ્યું કે, ભારતમાં અનેક પ્રતિભાશાળી યુવા ખેલાડી છે પરંતુ તેમાં શુભમન ગિલ અસાધારણ છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
દેશ
ક્રિકેટ
ગુજરાત
Advertisement