Team India: ટીમ ઈન્ડિયામાં ડખો? ગૌતમ ગંભીર અને રોહિત શર્મા વચ્ચે મતભેદ! રિપોર્ટમાં થયો ચોંકાવનારો ખુલાસો
Rohit Sharma: ભારતીય મુખ્ય કોચ ગૌતમ ગંભીર અને કેપ્ટન રોહિત શર્મા ઘણા મુદ્દાઓ પર એકમત નથી. આ રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે ગૌતમ ગંભીરની કોચિંગ સ્ટાઈલ પર કોઈ સહમતિ નથી.
Gautam Gambhir vs Rohit Sharma: તાજેતરમાં જ ભારતને ન્યુઝીલેન્ડ સામે શરમજનક હારનો સામનો કરવો પડ્યો હતો. ન્યૂઝીલેન્ડે ભારતની ધરતી પર ટેસ્ટ શ્રેણી 3-0થી જીતીને ઈતિહાસ રચ્યો છે. આ હાર બાદ ભારતીય કેપ્ટન રોહિત શર્મા અને મુખ્ય કોચ ગૌતમ ગંભીર પર સતત સવાલો ઉઠી રહ્યા છે. બીસીસીઆઈએ શુક્રવારે સમીક્ષા બેઠક યોજી હતી. BCCIની સમીક્ષા બેઠકમાં ભારતીય કેપ્ટન રોહિત શર્મા, પસંદગી સમિતિના અધ્યક્ષ અજીત અગરકર, મુખ્ય કોચ ગૌતમ ગંભીર, BCCI સચિવ જય શાહ અને પ્રમુખ રોજર બિન્ની હાજર હતા, પરંતુ સવાલ એ છે કે આ બેઠક પછી શું થયું?
ગૌતમ ગંભીર અને કેપ્ટન રોહિત શર્મા ઘણા મુદ્દાઓ પર એકમત નથી
પીટીઆઈ અનુસાર, ભારતીય મુખ્ય કોચ ગૌતમ ગંભીર અને કેપ્ટન રોહિત શર્મા ઘણા મુદ્દાઓ પર એકમત નથી. આ રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે ગૌતમ ગંભીરની કોચિંગ સ્ટાઈલ પર સવાલ ઉઠાવવા જોઈએ કે નહીં, પરંતુ ભારતીય થિંક ટેંક ઘણા મુદ્દાઓ પર ગૌતમ ગંભીર સાથે એકમત નથી. એવું માનવામાં આવે છે કે ભારતીય ટીમમાં ઓલરાઉન્ડર નીતિશ કુમાર રેડ્ડી અને ઝડપી બોલર હર્ષિત રાણાની પસંદગીમાં ગૌતમ ગંભીરનું મોટું યોગદાન હતું, પરંતુ ટીમ મેનેજમેન્ટના અન્ય લોકો મુખ્ય કોચના નિર્ણયથી ખુશ ન હતા. તમને જણાવી દઈએ કે નીતિશ કુમાર રેડ્ડી અને હર્ષિત રાણાને ઓસ્ટ્રેલિયા પ્રવાસ માટે ભારતીય ટીમમાં સામેલ કરવામાં આવ્યા છે.
ભારતની હારના કારણોની વિગતવાર સમીક્ષા કરવામાં આવી
તે જ સમયે, શુક્રવારે BCCIની સમીક્ષા બેઠકમાં, ભારતની હારના કારણોની વિગતવાર સમીક્ષા કરવામાં આવી હતી. બીસીસીઆઈના એક વરિષ્ઠ સૂત્રએ નામ ન આપવાની શરતે પીટીઆઈને જણાવ્યું, તે છ કલાકની મેરેથોન મીટિંગ હતી, જે આવી રીતની હાર બાદ યોજાઈ હતી. ભારત ઓસ્ટ્રેલિયાના પ્રવાસે જઈ રહ્યું છે અને BCCI એ સુનિશ્ચિત કરવા ઈચ્છે છે કે ટીમ પાટા પર પાછી આવે. બોર્ડ એ જાણવા માંગે છે કે થિંક-ટેન્ક (ગંભીર-રોહિત-અગરકર) આ અંગે શું વિચારી રહી છે. એવાં જો ઓસ્ટ્રેલિયા પ્રવાસ દરમિયાન ધાર્યું પરિણામ ન આવે તો ટીમ ઈન્ડિયામાં મોટા ફેરફાર જોવા મળી શકે છે.
આ પણ વાંચો...