હરભજન સિંહે પસંદ કરી ઓલટાઈમ ઇલેવન, જાણો કોને કોને મળ્યું સ્થાન
લોર્ડ્સ ક્રિકેટ ગ્રાઉન્ડ ફેસબુક પેજે વીડિયો શેર કર્યો હતો. જેમાં હરભજને ઓલટાઈમ ઈલેવન જાહેર કરી હતી. તેણે ચાર ભારતીય ખેલાડીને સ્થાન આપ્યું હતું,
જાલંધરઃ પૂર્વ ક્રિકેટર હરભજન સિંહે શનિવાર, 3 જુલાઈના રોજ 41મો બર્થ ડે સેલિબ્રેટ કર્યો હતો. આ દરમિયાન તેની પત્ની ગીતા બસર અને પુત્રી પણ સાથે જોવા મળ્યા હતા. હરભજન સિંહે તેની ઓલ ટાઇમ ઇલેવન પસંદ કરી હતી. જેમાં તેણે ધોનીને કેપ્ટન બનાવ્યો હતો.
લોર્ડ્સ ક્રિકેટ ગ્રાઉન્ડ ફેસબુક પેજે વીડિયો શેર કર્યો હતો. જેમાં હરભજને ઓલટાઈમ ઈલેવન જાહેર કરી હતી. આ ટીમમાં તેણે ચાર ભારતીય, બે ઓસ્ટ્રેલિયન, બે શ્રીલંકન સહિત ઈંગ્લેન્ડ, પાકિસ્તાનના અને સાઉથ આફ્રિકાના એક એક ખેલાડીને સ્થાન આપ્યું હતું,
હરભજન સિંહની ઓલટાઈમ ઈલેવન
આ ટીમમાં તેણે ઓપનર તરીકે સચિન તેંડુલકર અને રોહિત શર્માને સ્થાન આપ્યું હતું. જે બાદ વિરાટ કોહલી, રિકી પોન્ટિંગ, જેક કાલિસ, એન્ડ્રૂ ફ્લિન્ટોફ, એસ એસ ધોની, શેન વોર્ન, વસીમ અક્રમ, લસિથ મલિંગા અને મુથૈયા મુરલીધનનો સમાવેશ કર્યો હતો.
IPL પહેલા દિલ્હી કેપિટલ્સને ઝટકો
ઇન્ડિયન પ્રીમિયર લીગ સિઝન 14નો બીજો ભાગ સપ્ટેમ્બરમાં શરૂ થશે, પરંતુ બીજા ભાગ પહેલા પૉઇન્ટ ટેબલમાં ટૉપ પર રહેલી દિલ્હી કેપ્ટિલ્સને તગડો ઝટકો લાગ્યો છે. સામે આવેલી જાણકારી પ્રમાણે, ઓસ્ટ્રેલિયન ટીમના પૂર્વ કેપ્ટન અને સ્ટાર બેટ્સમેન સ્ટીવ સ્મિથે આઇપીએલમાંથી પોતાનુ નામ પાછુ ખેંચી લીધુ છે. આઇપીએલ સિઝન 14માંથી નામ પાછુ ખેંચનારો સ્ટીવ સ્મિથ નવમો ખેંલાડી બની ગયો છે. સ્ટીવ સ્મિથે તાજેતરમાં જ પોતાની કોહણીની ઇજા વિશે ખુલાસો કર્યો છે. સ્ટીવ સ્મિથનુ કહેવુ છે કે તે છેલ્લા કેટલાય મહિનાઓથી કોહણીના દુઃખાવાથી પરેશાન છે. એટલુ જ નહીં સ્ટીવ સ્મિથે બતાવ્યુ કે આઇપીએલ 14ના પહેલા ભાગમાં પણ તેની કોહણી ઇજાગ્રસ્ત હતી અને તે પેઇન કિલર લઇને મેદાનમાં ઉતરતો હતો. સ્ટીવ સ્મિથે તાજેતરમાં જ વેસ્ટ ઇન્ડિઝ અને બાંગ્લાદેશ વિરુદ્ધ ટી20 સીરીઝમાં નહીં રમવાનો ફેંસલો કર્યો હતો. ક્રિકેટ ઓસ્ટ્રેલિયાનુ કહેવુ છે કે સ્ટીવ સ્મિથને પુરેપુરી રીતે સાજો થવામાં ચાર મહિનાનો સમય લાગી શકે છે.