Watch: ચાલું મેચે હાર્દિક પંડ્યાનો પિત્તો ગયો, જાણો કેમ બુમબરાડા પાડવા લાગ્યો,જુઓ વીડિયો
IPL 2024: ઇન્ડિયન પ્રીમિયર લીગની 17મી સિઝન હાર્દિક પંડ્યા અને મુંબઈ ઈન્ડિયન્સ માટે બિલકુલ સારી રહી નથી. તેની ટીમને દિલ્હી કેપિટલ્સ સામે 10 રનથી હારનો સામનો કરવો પડ્યો હતો.
IPL 2024: ઇન્ડિયન પ્રીમિયર લીગની 17મી સિઝન હાર્દિક પંડ્યા અને મુંબઈ ઈન્ડિયન્સ માટે બિલકુલ સારી રહી નથી. તેની ટીમને દિલ્હી કેપિટલ્સ સામે 10 રનથી હારનો સામનો કરવો પડ્યો હતો. હવે DC vs MI મેચને લગતો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, જેમાં હાર્દિક પંડ્યા કોઈની સામે બૂમો પાડતો જોવા મળી રહ્યો છે. તમને જણાવી દઈએ કે આ મેચમાં દિલ્હીએ પહેલા રમતા 257 રન બનાવ્યા હતા, જ્યારે ટાર્ગેટનો પીછો કરતી વખતે MIના બેટ્સમેનો માત્ર 247 રન જ બનાવી શક્યા હતા. તો ચાલો જાણીએ હાર્દિકના ગુસ્સા પાછળનું સાચું કારણ શું છે.
It's not easy to captain mumbai indians 😂 hardik pandya loosing his mind completely, look at the rage pic.twitter.com/Py4vBW4Sn7
— VIVEK.RO45 (@UniquePullShot) April 27, 2024
હાર્દિકને કેમ અને કોના પર ગુસ્સો આવ્યો?
આ વીડિયો દિલ્હી કેપિટલ્સની ઈનિંગની 10મી ઓવરનો હોવાનું જણાય છે. વાસ્તવમાં, 10મી ઓવરમાં અભિષેક પોરેલ 27 બોલમાં 36 રન બનાવીને આઉટ થયો હતો. તેના પછી, એક નવો બેટ્સમેન ક્રિઝ પર આવ્યો, જે તૈયારીમાં ઘણો સમય લઈ રહ્યો હતો. જેના કારણે હાર્દિક પંડ્યા ગુસ્સામાં આવી ગયો હતો અને બાઉન્ડ્રી પર ઉભા રહીને અમ્પાયર પર બૂમો પાડવા લાગ્યો હતો. આ દરમિયાન હાર્દિકે ઘડિયાળ તરફ ઈશારો કરીને આટલો સમય કેમ લેવામાં આવી રહ્યો છે તેવો રોષ વ્યક્ત કર્યો હતો. આ પછી તે અમ્પાયર પાસે પણ ગયો અને ફરિયાદ કરી. તમને જણાવી દઈએ કે ગ્રાઉન્ડ ઓફિશિયલ્સ સાથે દલીલબાજીના કારણે વિરાટ કોહલીએ પહેલાથી જ તેની મેચનો 50 ટકા દંડ ચૂકવી દીધો છે. હવે દિલ્હી કેપિટલ્સ સામેની મેચમાં અમ્પાયર સામે બૂમો પાડવા બદલ હાર્દિક પંડ્યાને પણ સજા થઈ શકે છે.
લોકો સોશિયલ મીડિયા પર હાર્દિકની ટીકા કરી રહ્યા છે
આપને જણાવી દઈએ કે આ પ્રકારના વર્તન માટે લોકો સોશિયલ મીડિયા પર હાર્દિકની ટીકા કરી રહ્યા છે. હાર્દિકે બોલિંગ કરતી વખતે 2 ઓવરમાં 41 રન આપ્યા હતા, જેના કારણે ચાહકોનું કહેવું છે કે તેના ખરાબ વર્તન માટે તેને તાત્કાલિક MIની કેપ્ટનશિપમાંથી બરતરફ કરી દેવો જોઈએ. તમને યાદ અપાવી દઈએ કે આ મેચમાં પંડ્યા 24 બોલમાં 46 રનની ઈનિંગ રમીને પણ મુંબઈ ઈન્ડિયન્સને જીત અપાવી શક્યો ન હતો.