શોધખોળ કરો
Advertisement
શાહિદ આફ્રિદીને શૂન્ય રને ક્લીન બોલ્ડ કરીને આ ફાસ્ટ બોલરે મેદાન પર જ બે હાથ જોડીને માંગી માફી, જુઓ વીડિયો
લાહોર કલંદર્સ અને મુલ્તાન સુલ્તાન્સ વચ્ચે રમાયેલી મેચમાં હેરિસ રાઉફે વિસ્ફોટક બેટ્સમેન શાહિદ આફ્રિદીને પહેલા જ બૉલ પર શૂન્ય રને ક્લીન બૉલ્ડ કરી દીધો હતો
નવી દિલ્હીઃ ડાબોડી ફાસ્ટ બૉલર હેરિસ રાઉફ પાકિસ્તાન સુપર લીગની બીજી એલિમિનેટર મેચમાં પોતાની એક અદાથી ચર્ચામાં આવી ગયો છે, લાહોર કલંદર્સ અને મુલ્તાન સુલ્તાન્સ વચ્ચે રમાયેલી મેચમાં હેરિસ રાઉફે વિસ્ફોટક બેટ્સમેન શાહિદ આફ્રિદીને પહેલા જ બૉલ પર શૂન્ય રને ક્લીન બૉલ્ડ કરી દીધો હતો, અને પછી તેને બે હાથ જોડીને આફ્રિદીની માફી માંગી હતી. આ ઘટના સોશ્યલ મીડિયા પર ખુબ ચર્ચાનો વિષય બન્યો છે.
સુલ્તાન તરફથી રમી રહેલો આફ્રિદી 14મી ઓવરમાં બેટિંગ કરવા આવ્યો હતો, નેશનલ સ્ટેડિયમમાં રમાયેલી આ મેચમાં આ ઘટના ઘટી, જીત હાંસલ કરીને ફાઇનલમાં પહોંચવા માટે આફ્રિદીની ટીમને 183 રનોની જરૂર હતી,
આફ્રિદી મેદાન પર બેટિંગ કરવા આવ્યો અને ખાતુ ખોલાવ્યા વિનાજ પેવેલિયન જવુ પડ્યુ હતુ. રાઉફનો ઇન સ્વિંગ બૉલ આફ્રિદીને છકાવીને ડંડા પર લાગ્યો તેવી જ રાઉફે બંને હાથ જોડીને આફ્રિદીની માફી માંગી.
પીએસએલના ટ્વિટર હેન્ડલ પર આ વીડિયો પોસ્ટ કરવામાં આવ્યો છે, જેમાં રાઉફ હાથ જોડીને આફ્રિદીની માફી માંગી રહ્યો છે. રાઉફે બાદમાં જણાવ્યું કે, તેણે આવું એ માટે કર્યું કારણ કે આફ્રિદી તેનાથી સીનિયર છે. કલંદર્સે આ મેચ 25 રને જીતી અને રાઉફે ત્રણ વિકેટ લઈને આમાં મહત્વની ભૂમિકા નીભાવી. કલંદર્સે હવે મંગળવારના કરાચી કિંગ્સની વિરુદ્ધ ફાઇનલ રમવાની છે. રાઉફ પાકિસ્તાન માટે 2 વનડે અને 8 ટી-20 રમી ચુક્યો છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ખેતીવાડી
દેશ
દેશ
Advertisement
gujarati.abplive.com
Opinion