ICC Women's Ranking: વનડે રેન્કિંગમાં હરમનપ્રીતે લગાવી મોટી છલાંગ, જાણો કયા સ્થાને છે શેફાલી વર્મા
પલ્લેકેલેમાં પોતાની ત્રણ મેચોની વનડે સીરીઝ પુરી થયા બાદ મંગળવારે જાહેર થયેલી આઇસીસી મહિલા પ્લેયર રેન્કિંગમાં કેપ્ટન ચમારી અટ્ટાપટ્ટુ અને હરમનપ્રીત કૌરે લીડ હાંસલ કરી છે.
Harmanpreet Kaur ODI Ranking Team India: પલ્લેકેલેમાં પોતાની ત્રણ મેચોની વનડે સીરીઝ પુરી થયા બાદ મંગળવારે જાહેર થયેલી આઇસીસી મહિલા પ્લેયર રેન્કિંગમાં કેપ્ટન ચમારી અટ્ટાપટ્ટુ અને હરમનપ્રીત કૌરે લીડ હાંસલ કરી છે. ભારતે 50 ઓવરોની મુખ્ય સીરીઝ દરમિયાન 3-0 થી સીરીઝ સ્વીપ નોંધાવી છે, આ શ્રીલંકાની કેપ્ટન અટ્ટાપટ્ટ હતી, તેને બેટિંગ માટે ટૉપ 10 ની યાદીમાં પોતાની જગ્યા બનાવી. અટ્ટાપટ્ટુએ ગયા અઠવાડિયે સીરીઝના અંતિમ મેચોમાં 44 રનોની ફાસ્ટ ઇનિંગ રમી અને તેના 32 વર્ષીય પ્રતિભાશાળી ખેલાડીની કેરિયરની સર્વશ્રેષ્ટ આઠમા નંબર પર પહોંચવામાં મદદ મળી. .
બીજીબાજુ, ભારતની કેપ્ટન હરમનપ્રીત 75 રનની ઇનિંગના કારણેથી એક સ્થાન ઉપર ચઢીને 13માં સ્થાન પર પહોંચી ગઇ, જેનાથી તેને 12 રેટિંગ પૉઇન્ટ હાંસલ કરવામાં મદદ મળી, કૌરે સીરીઝમાં 119 રન અને ત્રણ વિકેટો ઝડપી હતી, જેનાથી તેને પ્લેયર ઓફ ધ સીરીઝથી નવાઝવામાં આવી, સાથે જ તે બૉલરોમાં આઠ સ્થાનની લીડ સાથે 71માં સ્થાન પર અને ઓલરાઉન્ડરોમાં ચાર સ્થાનની છલાંગથી 20માં સ્થાન પર પહોંચી ગઇ છે.
રેન્કિંગમાં ઉપર આવનારા અન્ય બેટ્સમેનોમાં ઓપનર બેટ્સમેન શેફાલી વર્મા (ત્રણ સ્થાનની લીડથી 33માં), યાસ્તિકા ભાટિયા (એક સ્થાન ચઢીને 45માં) અને પૂજા વસ્ત્રાકર (આઠ સ્થાનની છલાંગની સાથે 53માં સ્થાન પર) સામેલ છે.
Sri Lanka's star shines again ⭐️
Chamari Athapaththu headlines the latest @MRFWorldwide ICC Women's ODI Rankings changes 📈
More 👉 https://t.co/ckY0bBoWXQ pic.twitter.com/VFTlWPSJQd — ICC (@ICC) July 12, 2022
આ પણ વાંચો........
Tata Nexon EV : ટાટા નેક્સને ભારતમાં લોન્ચ કરી EV Prime, જાણો કિંમત
Guru Purnima 2022: જો કુંડલીમાં હોય ગુરૂ દોષ તો ગુરુપૂર્ણિમાના દિવસે કરો આ સરળ ઉપાય, મળશે રાહત
Guru Purnima 2022: ગુરુ માત્ર બે અક્ષરનો શબ્દ સમૂહ નથીઃ પૂ.પા.ગો.108 શ્રી દ્વારકેશલાલજી મહારાજશ્રી
ગુજરાત સરકાર સૌરાષ્ટ્રને આપશે વધુ એક મોટી ભેટ, જાણો શું છે ખુશીના સમાચાર?
Guru Purnima 2022: શું આપને દરેક કાર્યમાં મળે છે નિષ્ફળતા તો ગુરૂપૂર્ણિમાના અવસરે કરો આ અચૂક ઉપાય